હાથીના મળનો ઉપયોગ કરીને આ મહીલાએ કાંઈક આવી રીતે કરી કરોડો રૂપિયાની કમાણી, જાણો કઈ રીતે….

0

આપણી કુદરતી પ્રકૃતિએ આપણને અઢળક માત્રામાં સાધન ઉપલબ્ધ કરેલું છે કે જેનો ઉપયોગ કરીને આપણે અનેક એવા ફાયદાઓ મેળવી શકીએ છીએ. ઘણા એવા પદાર્થો ઉપલબ્ધ છે જેને આપણે પૂરી રીતે બેકાર માનીએ છીએ પણ તેમાં ઘણા એવા અનમોલ રત્ન છુપાયેલા હોય છે.’મહિમા મેહરા’ અને વિજેન્દ્ર શેખાવત એવા ઉદ્યમી છે જેઓએ વ્યર્થ અને અનુપીયોગી માનીને દુર કરેલા પદાર્થોને ઓળખીને તેને કીમતી વસ્તુઓમાં રૂપાંતરણ કરીને મુલ્ય વૃદ્ધી હાંસિલ કર્યું છે.

15000 નું લોન લઈને તેઓએ હાથીનું મળનો કાચા માલના રૂપમાં ઉપયોગમાં કરીને પોતાનો એક બિઝનેશ શરુ કર્યો, આજે જેનું વાર્ષિક ટર્ન ઓવર કરોડો માં છે. 2003 માં જયારે મહિમા અને વિજેન્દ્ર રાજસ્થાનનો કિલ્લો જોવા માટે ગયા ત્યારે ત્યાં તેઓએ કિલ્લા ના નીચેના હિસ્સામાં હાથીના મળનો ઢગલો જોવા મળ્યો. અન્ય લોકો તેને વ્યર્થ ને ગંદુ સમજીને આગળ નીકળી જતા હતા. પણ આ બંન્નેને એ ખ્યાલ આવ્યો કે જયારે મળ માં સારા અને પર્યાપ્ત રેશા છે તો તેમાંથી પેપર શા માટે ન બનાવી શકાય? હાથીના મળથી પેપર બનાવવામાં આવે જેના માટે નેટ પર શોધ ખોળ શરુ કરી દીધી હતી. તેઓને ખબર પડી કે શ્રીલંકા, થાઈલેંડ ને મેલેશિયામાં પણ હાથીના મળ વડે પેપર બનાવવામાં આવે છે. ત્યારે બન્નેએ નક્કી કર્યું કે આં બાબત પર કામ કરવું જોઈએ.

બન્નેએ 2007 માં હાથી-છાપ બ્રાંડને ભારતમાં લોન્ચ કર્યું હતું. હાથી મળ વડે નોટબુક, ફોટો એલ્બસ, ફ્રેમ્સ, બેગ્સ, ગીફ્ટ ટેગ, સ્ટેશનરી અને ટી કોસ્ટર વગેરે બનવવામાં આવે છે. બજારમાં તેની કિંમત 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની છે.
દરેક બીઝનેસની જેમ આ બીઝનેસને પણ પહેલા ભારતમાં મહીમાંના પ્રયાસોથી પેપરના નિર્યાત જર્મનીમાં પણ શરુ થઇ ગયો હતો. તેનો પ્રોડક્ટનો બીઝનેસ યુનાઈટેડ કિંગડમ સુધી પહોંચી ગયા. આ બીઝનેસમાં હાથીના મળને સાફ કરીને સૌથી મોટી પ્રક્રિયા છે. મળને પહેલા મોટા વોટર ટેંકમાં વોશ કરવામાં આવે છે અને પાણી જો બચે તો તે ખાતરમાં ઉપયોગ લેવામાં આવે છે. મળને સુકાવીને તેનો ઉપીયોગ પેપર બનવામાં કરવામાં આવે છે.

શેખાવત કહે છે કે જયારે મેં આઈડિયા પોતાના ઘરે જણાવ્યો ત્યારે મારી માં ને ગુસ્સો સાતમાં આસમાન પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે આ કામના કારણે કોઈ પણ છોકરી મારી સાથે લગ્ન પણ નહી કરે.

મહિમા જયારે નાની હતી ત્યારે તે ઇકો-ફ્રેન્ડલી જીવન જીવવા માંગતી હતી. તેના આજ રવૈયાના કારણે હાથીના મળને એક ઉપયોગી સાધન બનાવીને પોતાનો બીઝ્બેસ શરુ કર્યો. હાથી છાપ બ્રાંડ ગામના લોકોએ આ નાની એવી ટીમની મદદથી હાથીની લીદને પ્રોસેસ કરે છે અને તેમાંથી પેપર બનાવે છે. મોટા ભાગે હાથીનું પાચનતંત્ર ખુબ ખરાબ હોય છે માટે તેની લીદમાં મોટા ભાગના રેસા બચી જાય છે. અજ કારણથી લીદથી બનાવેલા પેપરની ગુણવતા સારી જોવા મળે છે.
તેના પ્રોડક્ટમાં એક નવીનતા છે જેને નકારી નથી શકાતું તથા એક પ્રાકૃતિક બઢતી પણ મલી જાય છે અને તેનું માર્કેટિંગ પણ આપ મેળે તહી રહ્યું છે. તેની આ પહેલ ફ્રીન છે, રસાયણમુક્ત છે, અને અમે ઉમ્દા પ્રોડક્ટ પણ આવશ્યક છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.