આખા ભારતનું આ એક જ એવું મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજા કરવામાં આવે છે તેમના પત્ની સાથે….વાંચો આ મંદિર વિશે

0

મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવી એ વિશેષ મહત્વ ધરાવે છે. હનુમાન જીને અંજની પુત્ર બજરંગ બલી પણ કહેવામાં આવે છે. હનુમાનજીની ઉપાસના કરીને બધા પાપ નાશ પામે છે અને બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. કકળયુગમાં પણ, હનુમાનજી આ પૃથ્વી પર સાક્ષાત રહે છે તેવું કહેવામા આવે છે. હનુમાનજી પ્રભુ શ્રીરામના મહાન ભક્ત તરીકે ઓળખાય છે. સાબિત કરવા માટે કે તે માત્ર તેમના ભગવાન શ્રીરામ અને તેમની માતા સીતા તેમના હૃદયમાં હતા, તેમણે તેમની છાતી ચીરીને બતાવી જાણ્યા હતા. જો કે તમે આ તમામ વસ્તુઓ પહેલેથી જ જાણો છો. પરંતુ શું તમે એ જાણો છો કે બઝરંગ બલી કે જે અવિવાહિત અને બ્રમહચારી માનવામાં આવે છે. તેમણે પણ લગ્ન કર્યા હતા.
તમે અત્યાર સુધી જેટલા પણ મંદિરોમાં દર્શન કરવા ગયા હશો એ તમામ મંદિરોમાં તમે હનુમાનજીને એકલાને જ જોયા હશે. પરંતુ આજે તમે તેમની પત્ની સાથેની મુર્તિ જોશો. જી હા, આ મંદિર હૈદરાબાદથી લગભગ 200 કિમી ના અંતરે તેલગણા જિલ્લાના ખમ્મગામે આવેલું છે. આ મંદિર ભક્તો પૂરી આસ્થા સાથે તેમની પૂજા કરે છે. આ મંદિરમાં એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જે પણ વૈવાહિક યુગલ આવે છે તેમના જીવનની તમામ વૈવાહિક સમસ્યા દૂર થઈ જાય છે. તો આવો આજે અમે તમને એ જણાવીએ કે હનુમાનજીના લગ્ન કેમ અને કેવી રીતે થયા હતા તે..
પ્રાચીન ગ્રંથોમાં જોઈએ તો ભગવાન સૂર્ય પાસે 8 વિધ્યાઓ છે. હનુમાંજી આ તમામ શાખાઓ વિષે શીખવા માગતા હતા. સૂર્ય ભગવાને હનુમાન જી 5 વિધ્યા તો શીખવી દીધી. પરંતુ બાકીના 4 વિદ્યા શીખવા માટે લગ્ન કરવું પડ્યું. વાસ્તવમાં જે 4 વિધ્યા બાકી હતી શીખવાની એ તેમના શિષ્યોને પણ આપવામાં આવી હતી જેમણે લગ્ન કર્યાં હતાં. હવે, કારણ કે એક મોટી સમસ્યા ત્યારે ઊભી થઈ કેમકે હનુમાન તો બ્રમ્હ્ચારી હતા, પરંતુ સૂર્યદેવે હનુમાનને લગ્ન કરવા જણાવ્યુ હતું. ત્યારે હનુમાન તેમના લગ્ન માટે ના કહી હતી. કેમકે તે પોતાનું બ્રહ્મચર્ય ગુમાવવા માંગતા ન હતાં.

સૂર્ય દેવે ફરી તેમને સમજાવ્યું કે તેઓ લગ્નની બાકીની ઉપદેશો ક્યારેય શીખી શકશે નહીં. આ જાણ્યા પછી, હનુમાનજી લગ્ન માટે તૈયાર થઈ ગયા. સૂર્ય દેવે લગ્ન માટે પુત્રી સુપર્ણલા સાથે લગ્ન કરવાની દરખાસ્ત કરી. સુપર્ણલા પણ મહાન બ્રમ્હ્ચારીની હતી. એટ્લે હનુમાનજીને વિશ્વાસ બેઠો કે તે લગ્ન પછી પણ બ્રહ્મચારી જ રહેશે. કેમકે લગ્ન પછી સુપર્ણલા તેના ધ્યાનમાં મગ્ન થઈ જશે. અને હનુમાનજીએ લગ્ન કરી લીધા. લગ્ન બાદ તરત જ સુપર્ણલા ધ્યાનમાં લીન થઈ ગયા. આ કારણોસર, જ્યારે લગ્ન કર્યા હોવા છ્તા પણ હનુમાનજી હંમેશાં અપરિણિત અને બ્રહ્મચારી તરીકે જ ઓળખાય છે. પરંતુ હનુમાન તેમની પત્ની અને ભારતમાં એકમાત્ર મંદિર જ્યાં તેઓ તેમના પત્ની સાથે પૂજા થાય છે. જેનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here