ઘરની આ દિશામાં રાખો હનુમાનજીનો ફોટો, બનશે સારા બગડેલા કામ !!!

0

બજરંગબલી સંકટમોચનના નામથી પણ જાણીતા છે. કેમકે તે પોતાના દરેક ભક્તોના સંકટોનો પણ નાશ કરે છે. તેમની કૃપાથી જીવનમાં ખુશહાલી આવે છે. તેમના આ જ આશીર્વાદ હંમેશા બનાવી રાખવા માટે જ ઘરમાં તેમની રાખવામા આવેલ મુર્તિ કે ફોટો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં સાચી દિશામાં રાખવામા આવેલ તેમના ફોટોથી લાભ મળે છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ હનુમાનજીની મુર્તિ કે ફોટાને ઘરની દક્ષિણ દિશામાં રાખવાથી ખૂબ જ લાભ મળે છે. કેમકે લંકા દક્ષિણ દિશામાં હતી ને માતા સીતાની શોધ પણ આ જ દિશામાંથી કરવામાં આવી હતી. એ ઉપરાંત લંકા દહન અને રામ રાવણનું યુદ્ધ પણ આ જ દિશામાં થયું હતું, માટે આ દિશામાં હનુમાનજી વધારે કાર્યશીલ રહે છે.

વાસ્તુ અનુસાર ઘરમાં દક્ષિણ દિશામાં હનુમાનજીને રાખવાથી ઘરમાં સુખ, સંપતિનો વાસ થાય છે ને સાથે સાથે ઘરમાં ક્યારેય દરિદ્રતા નો વાસ થતો નથી.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઉતર દિશામાં હનુમાનજીની મુર્તિ કે ફોટો રાખવાથી ઘરમાં સકારાત્મકતા વાસ કરે છે ને નકારાત્મકતા ક્યારેય ઘરમાં પ્રવેશ કરતી નથી.

વાસ્તુશાસ્ત્ર મુજબ ઉતર દિશામાં હનુમાનજીની મુર્તિ કે ફોટો રાખવાથી ઘરના દરેક સભ્યોનું સ્વાસ્થ્ય એકદમ સારું રહે છે ને ક્યારેય કોઈ બીમારી તેમને નડતી નથી.
ઘરના પ્રવેશદ્વાર માં જ પંચમુખી હનુમાનજીની તસવીર લગાવવાથી ઘરના દરેક સભ્યોની પ્રગતી થાય છે ને સાથે સાથે ઘરની તરક્કી પણ થાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ક્યારેય હનુમાનજીની તસવીર રાખવી જોઈએ નહી, કેમકે હનુમાન જી બ્રમહચારી હતા ને એ રાખવાથી અશુભ અસર થાય છે.

હંમેશા હનુમાનજી બેઠા હોય કે ઉડતા હોય તેની પૂજા કરવી જોઈએ, ઘરમાં સ્થિરતા લાવવા બેઠા હોય તેવા હનુમાનની પૂજા કરો ને ઘરના સભ્યોની નોકરીમાં પ્રગતી લાવવા હવામાં ઊડી રહેલ હનુમાનજીની પૂજા કરો.
હનુમાનજીની મુર્તિને ક્યારેય સીધી સિંહાસન પર ન મૂકવી જોઈએ, તેના પર લાલ કલરનું આસન કે વસ્ત્ર બીછાવી પછી જ મૂર્તિની સ્થાપના કરો.

હનુમાન જીને રુદ્રાક્ષ ની માળા ચઢાવવાથી મન સ્થિર રહે છે ને મનમાં શાંતિ મળે છે.
મંગળવારના દિવસે હનુમાનજીનો ગોળથી બાનવેલ પ્રસાદ ધરાવો ને જ્યોતિષ અનુસાર વિવાહિત લોકોએ તેમના ઘરમાં રામ દરબારની ફોટો જરૂર રાખવી જોઈએ, આમ કરવાથી ઘરમાં ખુશીનો માહોલ બનેલો રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here