અમૃતસર ગોલ્ડન ટેમ્પલને ટક્કર આપે છે ગુજરાતમાં આવેલ આ ગોલ્ડન ટેમ્પલ – 400 કિલો સોનાનો ઉપયોગ, 4 મંદિરો સોનેથી મઢવામાં આવ્યા

0

સોનાથી મઢાયેલા મંદિર વિશે વાત કરીએ ત્યારે બધાના જ મનમાં પંજાબના અમૃતસર આવેલા ગોલ્ડન ટેમ્પલનું નામ આવે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ ચાર-ચાર ગોલ્ડન ટેમ્પલ આવેલા છે. વાત એમ છે કે ગુજરાતના પણ ચાર યાત્રાધામોના મંદિરોને સોનાથી મઢવામાં આવ્યા છે. આ ચારેય ધામ મળીને કુલ 400 કિલો સોનાનો ઉપયોગ થયો છે. જેની અંદાજિત કિંમત 120 કરોડ જેટલી છે.

ગુજરાતના જે ચાર મંદિરો સોનાથી મઢવામાં આવ્યા છે એ છે – અંબાજી મંદિર, સોમનાથ મંદિર, ગઢડાનું સ્વામિનારાયણ મંદિર અને વડતાળનું મંદિર.

સૌથી પહેલા વાત કરીએ 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સોમનાથ મંદિરનું ગર્ભગૃહ અને થાંભલાઓ સોનેથી મઢવામાં આવ્યા છે. આ માટે 120 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાંથી 110 કિલો સોનુ હીરા પેઢીના માલિક ઉદ્યોગપતિ દિલીપ લાખીએ કર્યું છે. જેમાંથી 60 કિલો સોનુ મંદિરના ગર્ભગૃહને મઢવામાં વપરાયું છે, અને બાકીના સોનાથી મંદિરના થાંભલા અને શિખર મઢવામાં આવ્યા છે.

આ સિવાય 52 શક્તિપીઠોમાંનું એક અંબાજીનું મંદિર પણ સોનાથી મઢવામાં આવ્યું છે. અંબાજી મંદિરનું શિખર સોનાથી મઢવામાં આવ્યું છે, જેમાં 140 કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ મંદિરની ઊંચાઈ 108 ફુટ છે, જેમાંથી 61 ફૂટના શિખરને સોનાથી મઢવામાં આવ્યું છે. જેના કારણે દૂરથી પણ આ મંદિર ચમકતું જોવા મળે છે. અંબાજીના મંદિરને સોનાથી મઢવાનુ કામ વર્ષ 2010-2011માં શરુ કરવામાં આવ્યું હતું. ભક્તોએ મંદિરને સોનાથી મઢવા માટે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો જેના પરિણામે આ મંદિર સોનાથી મઢાયુ છે.

મંદિરોને સોનાથી મઢવાની શરૂઆત તો ગઢડાના સ્વામિનારાયણ મંદિરથી થઇ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય યાત્રાધામ ગઢડાના સ્વામિનારાયણ મંદિરના શિખરને 2012માં 70 કિલો સોનાથી મઢવામાં આવ્યું હતું. અને બાકીના ભાગને એ બાદ મઢવામાં આવ્યા હોવાથી હાલ આ મંદિર કુલ 90 કિલો સોનાથી મઢાયેલ છે. 200 વર્ષ જૂનું આ મંદિર રાજ્યનું પહેલું સુવર્ણ મંદિર છે.

ગઢડાના સ્વામિનારાયણ મંદિર બાદ બીજું ગોલ્ડન ટેમ્પલ ગઢડાના સ્વામિનારાયણ મંદિર બન્યું હતુ. આ મંદિરને વર્ષ 2015માં 115 કિલો સોનાથી મઢવામાં આવ્યુ હતું. આ મંદિરના તમામ શિખર, પ્રવેશદ્વાર અને ગર્ભગૃહ સોનાથી મઢેલા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here