વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પડેલ 7 તૂટેલ ફૂટેલ વસ્તુઓ આપે છે અશુભ ફળ

0

મોટેભાગે એવું જ બને છે કે ઘરમાં તૂટી ગયેલ સામાનને પણ સાચવીને મૂકી રાખતાં હોઈએ છીએ. તો એ જ વસ્તુઓ વાસ્તુદોષ ઊભો કરે છે ને ઘરમાં જ અશુભ ફળ આપે છે. આજે તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ ઘરનો નકશો ને રસોઈમાં પણ વાસ્તુ ટિપ્સ અનુસાર જ બાંધકામ ને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે. એવું નથી કે અત્યારે જ વાસ્તુને ધ્યાને લેવામાં આવે છે. આ પરંપરા તો યુગો યુગોથી ભારતીય ધર્મ ગ્રંથોમાં લખાયેલું જ છે જે ખૂબ પ્રચલિત પણ છે. આ પરંપરાઓ અલગ અલગ કાર્યો સાથે જોડાયેલી છે. બધાના ઘરોમાં કોઈ ને કોઈ વસ્તુ તો તૂટેલ ફૂટેલ તો જોવા મળતી જ હશે. સાવ નકામી હશે તો પણ આપણે કોઈ ને કોઈ ખૂણામાં તૂટેલ ફૂટેલ હાલતમાં તો પડી જ હશે. જે ઘરમાં ક્યારેક રાખવી ન જોઈએ. જો  આ વસ્તુઓ ઘરમાં પડી હશે તો આ વસ્તુનો નકારાત્મક પ્રભાવ ઘરનાં કોઈપણ સભ્યને થઈ શકે છે. જેનાથી માનસિક તણાવ વધે છે ને ધન સંબંધી કાર્યોમાં અડચણ ઊભી થયાં કરે છે. આ જ કારણથી ધનને લગતી કોઈપણ વાત આગળ વધી શકતી નથી. જેના કારણે ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. તો ચલો જોઈએ એ સાત વસ્તુઓ કઈ કઈ છે જેને ક્યારેય તૂટેલ હાલતમાં ઘરમાં ન રાખવી જોઈએ.

વાસણો :
ઘણાં લોકોને એવી આદત હોય છે કે, વાસણ તૂટ્યું નથી ને માળિયામાં કે સ્ટોર રૂમમાં મૂકી નથી દીધું. ખરેખર જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો તૂટેલ વાસણ ઘરમાં ને ઘરનાં સભ્યો પર નેગેટિવ અસર કરે છે. એટ્લે જ તૂટેલ વાસણનો ક્યાંરેય ઘરમા સંગ્રહ ન કરવો જોઈએ. જો આવા વાસનોનો ઘરમાં સંગ્રહ કરવામાં આવે તો એના પ્રભાવથી લક્ષ્મીજી હમેશા અપ્રસન્ન રહે છે. જેના કારણે ઘરમાં દરિદ્રતા આવવાની શરૂ થઈ જાય છે. એ ઉપરાંત તૂટેલા વાસણો ઘરમાં જગ્યા પણ રોકી રાખે છે. જેના કારણે વાસ્તુદોષ ઉત્તપન્ન થાય છે. અને જો ઘરમાં વાસ્તુદોષ અસર કરવા લાગશે તો ઘરનું વાતાવરણ નેગેટીવ બનતું જશે જેના કારણે ઘરની શાંતિ ખોરવાઈ જાય છે.
અરીસો :

જો ઘરમાં તૂટેલો અરીસો રાખવામા આવે તો એ પણ એક પ્રકારનો વાસ્તુદોષ જ બને છે. આ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી જાય છે. અને પરિવારનાં સભ્યોની માનસિક શાંતિ પર અસર થાય છે ને જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પલંગ :
દાંપત્યજીવનમાં સુખ શાંતિ મેળવવા માટે જરૂરી છે કે પતિ-પત્નીના રૂમનો પલંગ તૂટેલ હાલાતમાં ન હોવો જોઈએ. જો પલંગ થોડો પણ તૂટેલ હાલતમાં હશે તો સંભવ છે કે પતિ પત્નીના પ્રેમાળ સંબંધોમાં ઘણી ગેરસમજ ઊભી થઈ શકે છે. જેના કારણે જીવનમાં તકલીફ આવી શકે છે.

4 : ઘડિયાળ :

બંધ હલાતમાં પડેલી ઘડીયાળને ક્યારેય ઘરમાં ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘડિયાળની સ્થિતિ પરથી પરિવારના સભ્યોની પ્રગતિ નક્કી થતી હોય છે. એટ્લે જ જો ઘડિયાળ બંધ હાલતમાં યા તૂટેલ હાલતમાં ઘરમાં હશે તો પરિવારના સભ્યોની પ્રગતિમાં વિઘ્નો આવીશકે છે. અથવા તો હાથમાં લીધેલ કર્યો જલ્દી પૂરા થઈ શકતા નથી. એમાં કોઈને કોઈ અડચણ જરૂર આવ્યા કરે છે. એટ્લે ઘરમાં તૂટેલ કે બંધ હાલતમાં ઘડિયાળ ક્યારેય રાખવી જોઈએ નહી.

5 : તસવીર (ફોટા)

જો ઘરમાં તૂટેલ હાલતમાં કે ફાટેલ હાલાતમાં કોઈ ફોટો લગાવ્યો હોય તો તરત જ દૂર કરી દેવો જોઈએ. તૂટેલ ફોટો પણ વાસ્તુદોષ ઉત્તપન્ન કરે છે. જેના કારણે ઘરની શાંતિનો ભંગ થઈ શકે છે.

દરવાજો :

જો ઘરનો મુખ્ય દરવાજો કે ઘરનો બીજો દરવાજો ક્યાંકથી જો તૂટી ગયો હોય તો સૌ પ્રથમ એને સરખો કરાવી લેવો જોઈએ. જો સરખો થઈ શકે એવું ન હોય તો બદલાવી લેવો જોઈએ એનાથી પણ ઘરમાં વસ્તુદોષ પેદા થાય છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે.

7 . ફર્નિચર :

ઘરનું ફર્નિચર એકદમ વ્યવસ્થિત ને ઠીક હાલતમાં હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું તૂટેલ ફર્નિચર ઘરના સભ્યોના જીવન પર અસર કરતું હોય છે.

તેમજ વાસ્તુદોષ ઉત્તપન્ન થાય છે. જેના કારણે ઘર- પરિવારનાં દરેક સભ્યોને આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

જે ઘરમાં વાસ્તુદોષ હોય છે. એ ઘરમાં પૈસાની કમી દેખાવા લાગે છે. એટ્લે સૌ પ્રથમ તો વાસ્તુદોષનું  નિવારણ તરત જ કરી નાખવું જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here