ઘણા બધા એવું જ વિચારે છે કે મમ્મી-પત્ની-દાદી આખો દિવસ કંઈકામ નથી કરતા .. કિંમત થી લઈને કદર સુધી વાંચો જોરદાર પોસ્ટ..


૧. ચા-કોફી

૨.કોરો નાસ્તો

૩. રોટલી-શાક

૪. દાળ-ભાત

૫. ખીચડી-કઢી

૬. થેપલાં-ઢેબરા-માખણ-મરચા

૭. હાંડવો-વડા

૮. ઢોંસા

૯. ઊત્તપા

૧૦. ઈડલી

૧૧. ભાજી-પાવ

૧૨. ચણા-પુરી

૧૩. કટલેટ

૧૪. બટાકાવડા

૧૫. આલુપરોઠા

૧૬. મેંદુ-વડા

૧૭. રસ-વડા

૧૮. દહીં-વડા

૧૯. ભજીયા-ગોટા

૨૦. દાલ-બાટી

૨૧. મેક્રોની-પાસ્તા-મેગી

૨૨. ઢોકળા

૨૩. ખમણ-ખમણી-ખાંડવી

૨૪. સમોસા-કચોરી

૨૫. ગાંઠીયા-ફાફડા-જલેબી

૨૬. સ્વીટ્સ-લસ્સી-મિલ્કશેઇક-કૅક

૨૭. સૂપ-સલાડ

૨૮. પીઝા-સેન્ડવિચ-વડાપાવ-દાબેલી-પાણીપુરી-ભેળ-પેટીસ-સેવસળ

૨૯. ચાઈનીઝ

૩૦. પંજાબી અને છાશ- મુખવાસ.

મજાનું લિસ્ટ છે..! નહિં?

કોણ બનાવે છે આ બધું?

“દાદી-મમ્મી-બેન-પત્ની.”

કોઇ પણ.. રાઈટ?.

અચ્છા, હવે એક કામ કરો.

આ બધી વાનગીઓ ની એક એક પ્લેટની કિંમતનો સરવાળો કરો.આ સરવાળાને ચાર વડે ગુણો(ઘરનાં એવરેજ સભ્યોની સંખ્યા.). હજુય એ કિંમતને બે વડે ગુણો(બે ટાઈમનું જમવાનું.). [જેવું-તેવું તો આપણે જમતાં નથી.. એટલે કોઇ સારી મિડલક્લાસ રેસ્ટોરેન્ટની વાનગીની એક ડિશની કિંમત ધ્યાનમાં લેવી.]. હવે જે રકમ આવે એની સરખામણી કરો… કે શું દર મહિને એટલા રૂપિયાનું “દાદી-મમ્મી-બેન કે પત્ની” નું લાઈફ ઈન્શ્યોરન્સ કે મેડિક્લેઈમ નું પ્રીમિયમ ભર્યું? –

“ના”.

કેમ?

એ કમાતાં નથી એટલે અગત્યનાં નથી? ચલો મૂકો એ બધું. એટલી રકમનું “દાદી-મમ્મી-બેન કે પત્ની.”નાં નામનું ખાલી રિકરીંગ-ડિપોઝીટ એકાઉન્ટ ખોલાવ્યું હોય ને…! તોય બૉસ્સ… ખાલી પાંચ વર્ષ પછી એ રાંધવા વાળી તમને વિદેશ ફરવા લઈ જાય. (વિશ્વાસ ન આવતો હોય.. તો એને જ પૂછી જુઓ. એમની ગણતરી તમારા કરતાં વધારે પાકી હોય.એમાંય એ તો બિચારી ‘પાંચ’ની બદલે ‘ચાર’ વર્ષ બોલશે.)

આવી ગણતરી કરીને.. ‘ઘરની સ્ત્રી’ ની ‘કિંમત’ ન કરવી જોઇએ… પણ હા, ‘કદર’ જરૂર કરી શકાય.

અને જો ના કરી શકો ને..! તો એક વાત સમજો.. તમે એમને અફોર્ડ કરી શકવાને લાયક નથી. અને જો અફોર્ડ ન કરી શકો.. તો એનોય એને વાંધો નથી.. બસ, કમસેકમ એનું અપમાન ન કરો. જીવન સફળ. બસ આટલું સમજી જાઓ પુરૂષો.. પછી જુઓ.. ‘કદર’નાં કોળિયા કેટલાં મીઠા લાગે છે! –

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

What's Your Reaction?

Wao Wao
4
Wao
Love Love
3
Love
LOL LOL
0
LOL
Omg Omg
2
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

ઘણા બધા એવું જ વિચારે છે કે મમ્મી-પત્ની-દાદી આખો દિવસ કંઈકામ નથી કરતા .. કિંમત થી લઈને કદર સુધી વાંચો જોરદાર પોસ્ટ..

log in

reset password

Back to
log in
error: