ગરમ તેલમાં હાથ નાખી પકોડા તળવાવાળાનો થયો પર્દાફાશ, તે ખુદ બોલ્યો “ આ કોઈ ચમત્કાર નથી, આ એક ટ્રિક છે “ જાણો તમે પણ

0

તમે સોશિયલ મીડિયા પર ઘણી વાર એવો વિડીયો જોયો હશે જેમાં એક ભજીયાવાળો ચમત્કાર કરી રહ્યો છે. તે ગરમ ગરમ તેલમાં પોતાનો હાથ નાખી પકોડા તળીને તૈયાર કરી રહ્યો છે. આ કોઈ ચમત્કારથી ઓછું તો નથી જ.એક વ્યક્તિ કેવી રીતે ગરમ ગરમ તેલમાં હાથ નાખીને પકોડા તળી શકે છે. ? આવી રીતે પકોડા બનાવનારની દુકાનમાં ઘણા લોકો ભીડ જોવા મળે છે. ના તો તે વ્યક્તિના હાથ દાઝી જાય છે કે ના જીટીઓ તેને કોઈ તકલીફ થાય છે. ખરેખર, તેના એક હકીકત સામે આવી ગઈ છે. એ જાણીને કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ આ ચમત્કાર કરી શકે છે.
ફક્ત એક પ્રશિક્ષિત માણસ જ આ યુક્તિ કરી શકે છે, સિવાય કે તમે આ ન સમજી શકો તો તમે આ પ્રયોગ ક્યારેય નહી કરતાં.
ગરમ તેલમાં તળવાનું રહસ્ય જાણો: –
મળતી માહિતી અનુસાર તે ગરમ તેલમાં હાથ નાખતા પહેલા તેના હાથને એકદમ ઠંડા પાણીથી ધોઈ નાખે છે. તે આ પ્રક્રિયાને વારંવાર દોહરાવે છે. જેના કારણે તેને કોઈ તકલીફ નથી થતી.
જ્યારે તે ઠંડા પાણીમાં હાથ બોલી ગરમ તેલમાં નાખે છે ત્યારે તેને કોઈ જ તકલીફ નથી પડતી. કેમકે ઠંડા પાણીની અસરના કારણે તે તેને ગરમ તેલની કોઈ જ અસર તેના હાથ પર જોવા મળતી નથી. અને સરળતાથી પકોડા પણ આરામથી તળી શકે છે. પરંતુ આ કામ કરતાં પહેલા અભ્યાસ કરવો જરૂરી બને છે. કેમકે જો તમે વારંવાર અભ્યાસ કરશો તો અને તો જ આદત પડશેગરમ તેલને સહન કરવાની અને તમારા હાથને પણ ગરમ તેલની કોઈ જ અસર નહી થાય.
Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

નવા પ્રકારના ભજીયા ટ્રાય કરો. સોજી(રવા)ના ભજીયા ક્રિસ્પી – અત્યારે જ નોંધી લો

સામગ્રી:-

  • 300 ગ્રામ સોજી
  • 1/2 કપ દહીં
  • ૨ નંગ બાફેલા બટાકા
  • ૨ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  • લીલા મરચા
  • કોથમીર
  • સ્વાદ અનુસાર મીઠું

રીત:-

સૌપ્રથમ એક મોટા બાઉલમાં સોજી લો. ત્યારબાદ તેમાં અડધો કપ દહીં નાખો. પછી તેમાં બાફેલા બટાકા એડ કરો. પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ક્રશ કરેલા લીલા મરચા, અને કોથમીર એડ કરો. પછી તેમાં સ્વાદાનુસાર મીઠું નાખો. પછી તેમજ જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરો. રેડી છે તમારા ભજીયાનુ ખીરુ…

હવે એક પેઈનમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરું ના ભજીયા ઉતારો. રેડી છે તમારા ક્રિસ્પી અને ટેસ્ટી સોજી ના ભજીયા….

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here