ગણેશ ચતુર્થી 2018 સ્થાપના અને વિસર્જન નો દિવસ અને શુભ મુહૂર્ત,પૂજા વિધી : વાંચો આર્ટિકલ

0

ગણેશ ચતુર્થી 13 સપ્ટેમ્બર 2018 ના દિવસે આવે છે. આ દિવસે તમે ગણેશજીની સ્થાપના કરી શકો છો.

શુભ મુહૂર્ત

તે તારીખે 11:03 થી શરૂ થશે અને બપોરે 1: 30 મિનિટે પુરુ થશે. આ શુભ મુહૂર્ત તમે ગણેશજીની સ્થાપના કરી શકો છો.

ગણેશજીની સ્થાપના બાદ વિદી-વિધાનથી પૂજા અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ આરતી કરવી જોઈએ. જેથી ભગવાન ગણેશજીની કૃપા તમારા ઉપર રહેશે.

ગણપતિ વિસર્જન મા તમે ગણપતિજીને દોઢ દિવસ માટે, ત્રણ દિવસ માટે, પાંચ દિવસ માટે દસ દિવસ માટે તમે ગણપતિજીનું વિસર્જન કરી શકો છો.

તમારી શ્રદ્ધા પ્રમાણે તમે ગણપતિજીને તમારા ઘરમાં રાખી શકો છો.

પૂજા વિધિ:-

ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે આવે છે.

પૂજા વિધિ માટે સૌપ્રથમ ગણેશજીની મૂર્તિ તમે શ્રદ્ધાનુસાર લાય શકો છો. ગણેશજીની સ્થાન કરાવતા પાત્ર ચોખા ,અગરબત્તી ,લાલ ચંદન, ધૂપ દીપ ,અગરબત્તી મોદક લાલ ફૂલ ,ગંગાજળ , kapoor ,પંચામૃત, અને આરતી કરવા માટે ની થાળી..

કોઈએ સ્થાન પસંદ કરીને તેને ચોખ્ખો કરી દેવો જોઇએ અને તેના ઉપર ગંગાજળ છાટવુ. ત્યારબાદ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી. અને ભગવાન ગણેશજીની મૂર્તિ સામે એક આસન પાથરીને તમારે બેસવું. પૂજા કરતા પહેલા ભગવાન સામે સંકલ્પ કરો.

ત્યારબાદ ગણેશજીની મૂર્તિ ને એક પાત્રમાં રાખવી અને ગણપતિના પગની ઘોવા. ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવો અને પછી શુદ્ધ જળથી સ્નાન કરાવુ. સ્તન કર્યા પછી ભગવાન તેમના સ્થાન પર મૂકો. ત્યાર બાદ ભગવાનને વસ્ત્ર અર્પણ કરવા. ત્યાર પછી ભગવાનને લાલ ચંદન સિંદુર લગાડો. અને ભગવાનને લાલ પુષ્પ ચઢાવો અને નૈવેધ અર્પણ કરવું…

એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ભગવાન ગણેશજીને તુલસી ન ચડાવવી.

ત્યારબાદ ગણેશજીને ફળ અર્પણ કરવુ અને ત્યાર પછી ધૂપ દીપ અગરબત્તી કરવા અને પછી ગણેશાય નમઃ ની એક માળા કરવી.ત્યાર બાદ અંતે આરતી કરીને પ્રસાદ ધરાવવો.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here