પરીક્ષા દેવા પહોંચેલી મહિલાને ચેકીંગ સ્ટાફ એ રોકી અને કહ્યું કે મંગળસૂત્ર ઉતારવું પડશે, મહિલાએ એવો જવાબ આપ્યો કે……

0

અલરવ જિલ્લા ના યશવંત પ્રતાપ સ્કૂલમાં રવિવારના રોજ આરએએસ પ્રી-2018 ની પરીક્ષા દેવા પહોંચેલી જિલ્લા પ્રમુખ રેખા ને ચેકીંગ સ્ટાફે રોકી લીધી હતી. તેમણે મંગળસૂત્ર પહેરી રાખ્યું હતું. સ્ટાફે કહ્યું કે મેડમ તમારે મંગળસૂત્ર ઉતારવું પડશે. આ પર જિલ્લા પ્રમુખે તેને તેને સુહાગની નિશાની જણાવતા તેને ઉતારવા માટેનો ઇન્કાર કરી દીધો હતો. આખરે તે પરીક્ષા આપ્યા વગર જ પરત ફરી હતી. સાથે જ ફૂલ સ્લીવ પહેરેલી મહિલાઓની સ્લીવ કાપી નાખવામાં આવી અને સાથે જ ફૂલ સ્લીવના શર્ટ વાળા યુવકોની શર્ટ ઉતરાવીને પરીક્ષા આપવા જવું પડ્યું હતું.
મહિલા પરીક્ષકો દ્વારા પહેરવામાં આવેલા કાન તેમજ ગળાના જવેરાત પણ ચેકીંગ દરમિયાન ઉતરાવિ નાખવામાં આવ્યા હતા. ઘણા વાલીઓ વાહનોની ચાવીથી કાનની બુટીઓ તોડતા નજરમાં આવ્યા હતા. જે પણ સામાન પરીક્ષકો લઈને આવ્યા હતા, તેને સેન્ટરની બહાર જ મુકાવી દીધો હતો.આરએસના પેપર દરમિયાન સેન્ટરો પર પરક્ષકોના માનતાના દોરા પણ ખોલી નાખવામાં આવ્યા હતા.રીક્ષા પછી ઓએમઆર સીટ લઈને ભાગ્યો પરીક્ષાર્થી:

એક પરીક્ષાર્થી પરીક્ષા સમાપ્ત થયા પછી ઓએમઆર સીટ લઈને ભાગી ગયો હતો. જો કે પોલીસે તેને પકડી લીધો હતો. આ ઘટના ઝોંટવાડા સ્થિત ટેલેન્ટ પબ્લિક સ્કૂલની પાસે બની હતી. અહીં પરીક્ષા આપી રહેલો પરીક્ષાર્થી હોંશિયાર સિંહ પરીક્ષા સમાપ્તિ પછી ઓએમઆર શીટ કેન્દ્ર  પર જમા કરાવાને બદલે સાથે જ લઈને ભાગવા લાગ્યો હતો. સેન્ટર સ્ટાફ અને સ્થાનીય પ્રશાસને તરત જ આ મામલામાં કારવાઈ કરી અને તેને પકડી લેવામાં આવ્યો હતો.

પરીક્ષાર્થીની સ્લીવ બ્લેડ દ્વારા કાપી રહેલી મહિલા:1454 સેન્ટર પર થઇ પરીક્ષા:

ચાર કલાકના સાઇબર કર્ફ્યુ ની વચ્ચે 1454 કેન્દ્રો પર આરએએસ પ્રિ-2018 શાંતિપૂર્વક પૂર્ણ થઇ. 4.97 લાખ પરીક્ષાર્થીઓ માથી 76% એટલે કે 3,76,762 પરીક્ષકો પરીક્ષા દેવા માટે પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્ર પર જાંચ ના નામે પરીક્ષાર્થીઓ ને ઘણી સમસ્યાઓ ઉઠાવી પડી હતી. તેઓને 2 કલાક પહેલા જ બોલાવી લીધા હતા.

પરીક્ષા સમયે ખુદ પોતાની પાયલ ઉતારી રહેલી પરીક્ષાર્થી:ભારી માત્રામાં પોલીસનો જમાવડો:Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here