એક દિકરી મજાક મજાકમાં બની ગઈ કરોડપતિ, જે કામ તેના પિતા ના કરી શક્યા એ તેણે કરી બતાવ્યું…

0

દિવાળી ના તેહવાર પતી ગયા છે. આ તેહવાર માં દરેકે માં લક્ષ્મીને ખુશ કરવાના પુરા પ્રયત્ન કર્યા છે, પરંતુ પંજાબ ના એક પરિવાર માં માતા લક્ષ્મી એ સાક્ષાત પ્રગટ થયા છે!હવે તમે કહેશો કે આ વાત કેવી રીતે શક્ય છે આ કલિયુગ માં ભગવાન નો જન્મ થઈ શકે? પરંતુ આ વાત તદન સાચી છે. પંજાબ ના આ પરિવાર પર માં લક્ષ્મી ની કૃપા એવી થઇ કે તે પરિવાર રાતોરાત કરોડપતિ બની ગયા, તો ચાલો જાણીએ કે આ ગરીબ પરિવાર જે રાતોરાત અમીર બને છે તે પુરી વાત!

પંજાબ ના બથીંડા જીલ્લા નાં ગુલાબ ગઢ ગામ માં જ્યાં એક ગરીબ પરિવાર ની દીકરી એ લોટરી જીતી અને તે રાતોરાત અમીર બની ગઈ અને તે છોકરી નું નામ છે લખવિંદર. લખવિંદર ના પિતા પરમજીત સિંહ હોમગાર્ડ છે અને તેમની કમાણી થી બહુ મુશ્કેલી થી ઘરખર્ચ ચાલે છે. લખ્વીન્દરની ઉમર ૧૭ વર્ષ છે તે ૧૨મા ધોરણ માં અભ્યાસ કરે છે. લખવિંદર ને ત્રણ ભાઈબહેન પણ છે. લખવિંદર ને એક મોટો ભાઈ ,એક મોટી બહેન અને એક નાનો ભાઈ છે અને પરિવાર માં કમાઉ વ્યક્તિ ફક્ત એક જ છે.

જયારે લખવિંદર ને એક ઈન્ટરવ્યું દરમિયાન લોટરી વિશે પૂછવામાં આવ્યું તો તેને જણાવ્યું કે કેવી રીતે અચાનક તેના મન માં ખ્યાલ આવ્યો અને મજાક મજાક માં લોટરી જીતી. લખ્વીન્દરે જણાવ્યું કે, દિવાળી ના એક દિવસ પેહલા જ તેના પર ફોન આવ્યો કે તે આ વર્ષ ની દિવાળીની બમ્પર વિજેતા બની છે. લખવિંદર ના જણાવ્યા મુજબ જયારે આ વાત તેને સાંભળી તે ખુબ ખુશ થઇ અને તેનો પરિવાર પણ આ ખુશ ખબર સાંભળી ને તેના ઘર માં આનંદ નું વાતાવરણ છવાઈ.

કેવીરીતે ખરીદી લોટરી.

લખ્વીન્દરે જણાવ્યું કે દિવાળી પેહલા તે તેની માં સાથે બજાર માં ગઈ હતી જ્યાં એક દુકાન પર ખુબ ભીડ જોવા મળી ત્યારે ખબર પડી કે ત્યાં લોટરી મળી રહી છે લખ્વીન્દરે તેની માં ને જણાવ્યું કે તેને પણ લોટરી લેવી છે અને તે ફક્ત ૨૦૦રુપિયા ની છે અને લખ્વીન્દરે મજાક મજાક માં લોટરી ખરીદી લીધી અને દિવાળી ના એક દિવસ પેહલા ફોને આવ્યો કે તે દોઢ કરોડની લોટરી જીતી ગયા છે.

લખ્વીન્દરે જણાવ્યું કે તે આ રકમ થી સૌપ્રથમ એક ઘર ખરીદશે અને બાકી ની રકમ તે પોતાના અને ભાઈ બહેન ના ભણતર પર વાપરશે તેનું કેહવું છે કે તે આ રકમ માંથી તેની માં માટે કઈક કરવા ઈચ્છે છે કારણકે તેની એ ઘણી નાણાકીય ભીડ નો સામનો કર્યો છે.

પંજાબ ના આ પરિવાર સાથે જે થયું તે તેને ભગવાન નો ચમત્કાર કહી શકાય અને આમ પણ કહેવાય છે ને દાણા દાણા પર લખ્યું છે ખાવા વાળા નું નામ. લખવિંદર ના પિતા જે છેલ્લા ૧૨ વર્ષ થી લોટરી ની ટિકિટ ખરીદતા હતા પરંતુ તેમને આજ સુધી કોઈ લોટરી લાગી નથી અને તેમની દીકરી ની કિસ્મત એટલી સારી છે કે મજાક મજાક માં ખરીદેલી લોટરી ટિકિટે તેમને કરોડપતિ બનાવી દીધા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here