આ છે દુનિયાનું સૌથી ઠંડુ શહેર, જ્યાં રહેવું જાણે કે લાગે છે કે ફ્રિજર ની અંદર જિંદગી…રસપ્રદ લેખ વાંચો

1

વર્ષ ના 270 દિવસ બરફ જામેલો રહે છે, બે મહિના નથી દેખાતો સૂરજ:રુસ ના સાઇબિરિયાના એક શહેર માં નૉરિલ્સ્ક ને દુનિયાનું સૌથી ઠંડુ શહેર કહેવામાં આવે છે. રિપોર્ટ ના આધારે અહીંના રહેનારા લોકો ને ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં સૂરજ તો જોવા જ નથી મળતો.જેને લીધે ઘણા લોકો ડિપ્રેશન જેવી બીમારીઓનો શિકાર પણ થઈ જાય છે જેને ‘પોલર નાઈટ સિન્ડ્રોમ’ ના નામથી જાણવામાં આવે છે.અહીં 365 માંથી 270 દિવસ બરફ જામેલો રહે છે અને કડકડતી ઠંડી ની સાથે તાપમાન માઇન્સ 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જો કે સામાન્ય દિવસોમાં પણ આ શહેર નું તાપમાન માઇન્સ 10 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ જ રહે છે. નૉરિલ્સ્ક ની કુલ જનસંખ્યા 1 લાખ 75 હજાર છે.અમુક ચુનૌતીઓ છતાં પણ નંબર-વન:
જો કે અમુક લોકોનું કહેવું છે કે સાઈબેરિયા માં જ સ્થિત યાકુત્સ શહેર વધારે ઠંડુ છે, પણ આ સ્થાન પર ઠંડી ના દિવસોમાં તાપમાન માઇન્સ 41 ડિગ્રી સેલ્સિયસ સુધી જ રેકોર્ડ બનાવી શક્યું છેઅને ગરમીઓમાં પણ નૉરિલ્સ્ક ની તુલનામાં અહીંનું તાપમાના વધારે દર્જ કરવામાં આવેલું છે. અમુક રિસર્ચ ના અનુસાર નૉરિલ્સ્ક માં માત્ર 270 દિવસ જ બરફ નથી રહેતી પણ સાથે જ દરેક ત્રીજા દિવસે અહીંના લોકોને બરફીલા તુફાનો નો સામનો પણ કરવો પડે છે.આ શહેર રાજધાની મૉસ્કો થી લગભગ 2900 કિમિ દૂર આવેલું છે. આ સ્થાન બાકીના દેશથી એવી રીતે અલગ થયેલું છે કે અહીં જાવા માટે રસ્તા ની સુવડાઇહા જ નથી, માત્ર વિમાન કે હોડી દ્વારા જ અહીં પહોંચી શકાય છે.આજ કારણ છે કે આટલી બધી ચુનૌતીઓ હોવા છતાં પણ અહીં લોકો સારી રીતે જીવન જીવી રહ્યા છે.

સમૃદ્ધ છે આ શહેર:
જો કે નૉરિલ્સ્ક ઘણા હદ સુધી રુસ અને બાકીના વિશ્વ થી કપાયેલું છે પણ તેનો અર્થ એ નથી કે તે વિકાસ અને સમૃદ્ધિની બાબતમાં પણ અલગ પડી ગયું છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કૈફે, ચર્ચ, બાર,આર્ટ ગેલેરી અને થીએટર સહીત વર્તમાન સમયની દરેક સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે.વાસ્તવમાં નૉરિલ્સ્ક દુનિયા નું સૌથું મોટું નિકલ, પ્લેટિનમ, અને પેલેડિયમ ધાતુ નું ઉત્પાદક છે, જેના ચાલતા તે રુસ નું સૌથી ધનવાન શહેર પણ બની ગયું છે.અહીં રહેલી સામગ્રીઓનો ભન્ડાર એટલો છે કે તેની સપ્લાઈ થી આ શહેર પુરા રૂસ ની જીડીપી માં 2 ટકા નો ભાગીદાર બની ગયું છે. આ ખનિજોને બહાર કાઢવા અને સાફ કરનારી એકમાત્ર કંપની નૉરિલ્સ્ક નિકલ છે. નગરના મોટાભાગના લોકો અહીં કામ કરે છે.પ્રદુષણ બની સમસ્યા:
જો કે આર્થિક રૂપથી આ કંપની ના ચાલતા નૉરિલ્સ્ક ને ફાયદો થયો પણ મોટાપાયે માઇનિંગ, રિફાઇનિંગ ના ચાલતા દુનિયાના સૌથી પ્રદુષિત શહેરોમાંનું એક બની ગયું છે. રિસર્ચ ના અનુસાર અહીં હવામાં સલ્ફર ડાઈઓક્સાઈડ ની માત્રા એટલી વધી ગઈ છે કે લગભગ 30 કિમિ ના અંતર ની આસપાસની વનસ્પતિ પણ નષ્ટ થઇ ગઈ છે. લોકો ને કહેવામાં આવ્યું કે વિષયુક્ત હોવાને લીધે બેરી(એક જાતનું ફળ) કે મશરૂમ નું સેવન ના કરે. આ સિવાય વધારે પ્રદુષણ ને લીધે ‘દાલ્દીકન નદી’નું પણ પણ લાલ થઈ ગયું છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here