દીકરી ની વેદના એક પિતા જ સમજી શકે…નાની હતી ત્યારથી જ એની આદત હતી કે જન્મદિવસ આવવાના ચાર પાંચ દિવસ પહેલાં થી જ પોતાના બાપને પૂછ્યા કરતી..


દિકરી…

નાની હતી ત્યારથી જ એની આદત હતી કે જન્મદિવસ આવવાના ચાર પાંચ દિવસ પહેલાં થી જ પોતાના બાપને પૂછ્યા કરતી..

પાપા મારા માટે બથઁડેની ગિફ્ટ લઈ લીધી ? બાપ પણ મરક મરક હસતો અને ના કહેવા માટે ખાલી માથું જ હલાવતો.. ત્યારે દિકરી પણ ગુસ્સામાં ને ગુસ્સામાં મોઢું ચઢાવી દેતી.

પણ જ્યારે જન્મદિવસે સરસ મજ્જા ની સરપ્રાઈઝ ગિફ્ટ મળતી ત્યારે અત્યંત ખુશ થઇ જતી અને બાપની કોટે વળગી પડતી. આ વખતે તે એના સાસરે હતી. આજે એનો જન્મદિવસ હતો અને બાપ પણ જન્મદિવસની અતિ સુંદર ગિફ્ટ લઈને સીધો એની સાસરીના ઘરે જ પંહોચી ગયો.

દિકરીને સરપ્રાઇઝ ગિફ્ટ આપવી છે એ લાલચમાં દબાયેલા પગલે ઘરમાં પ્રવેશ તો કર્યો પણ ઘરના અંદરના ઓરડામાંથી દિકરીના રડવાનો અને એના પતિ અને સાસુનો લડવાનો અવાજ સંભળાયો.

ભારે હ્દય સાથે બાપ તુરંત પાછો વળ્યો અને સોસાયટીની બહાર આવીને ફોન કરી એના જન્મદિવસે સાસરે આવવાની ઈચ્છા વ્યક્ત કરી, તો એણે જણાવ્યું…

પાપા… આજે ના આવતા.. અમે સૌ પરિવાર ડિનર કરવા હોટલમાં આવ્યા છીએ, આજે મારી બથઁ ડે છે ને !

સાવ નાજુક પણ જીદ્દી દેખાતી આ દિકરીઓ સમયની સાથે પોતાની જાતને પણ કેવી બદલી નાંખે છે !!

પોતાના હાથથી જ મોટી કરવાવાળા મા-બાપની કલ્પના કરતાં પણ વધારે !!!

ધન્ય છે સમાજની એ સૌ દિકરીઓને….

Source: scholarsacademia

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
1
Wao
Love Love
1
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
3
Cry
Cute Cute
0
Cute

દીકરી ની વેદના એક પિતા જ સમજી શકે…નાની હતી ત્યારથી જ એની આદત હતી કે જન્મદિવસ આવવાના ચાર પાંચ દિવસ પહેલાં થી જ પોતાના બાપને પૂછ્યા કરતી..

log in

reset password

Back to
log in
error: