દીકરીએ માતાના કરાવ્યા બીજા લગ્ન, આંખ ખોલી નાખતો કિસ્સો – વાંચો ન્યુઝ..

આ લગ્નનો રૂઢિચુસ્ત પરિવારજનો તેમજ મોટી દીકરીએ વિરોધ કર્યો હતો પણ આખરે પરિવાર માની જતા ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હતું

જયપુરમાં એક દીકરીએ પોતાની વિધવા માતાના બીજા લગ્ન કરાવીને અનોખું ઉદાહરણ આપ્યું છે. ગીતા અગ્રવાલના પતિનું 2016માં હાર્ટ એટેકના કારણે અવસાન થઈ ગયું હતું. જયપુરમાં ટીચર તરીકે કાર્યરત ગીતા પતિના મૃત્યુનો આઘાત સહન ન કરી શકી અને ડિપ્રેશનનો ભોગ બની ગઈ. તેની નાની દીકરી સંહિતા પણ કરિયરમાં આગળ વધવા માટે ગુડગાંવ શિફ્ટ થતા તેની એકલતામાં વધારો થઈ ગયો હતો.

શેયર કર્યો અનુભવ:

‘ક્યોરા ડોટ કોમ’ પર સંહિતાએ પોતાનો અનુભવ શેયર કર્યો છે. તેણે જણાવ્યું છે કે ‘હું મારી મમ્મીને છોડીને બહાર રહેવા આવી ગઈ તેના માટે હંમેશા મારી જાતને દોષિત માનતી હતી. હું વિકેન્ડમાં ઘરે જતી રહેતી હતી, જેથી તે ઓછામાં ઓછી બે રાત માટે તો ખુશ રહી શકે. તેવામાં ગત વર્ષે ઓગસ્ટમાં મારી માતા માટે પાર્ટનર શોધવાનો નિર્ણય લીધો હતો. મેં મારી માતાની મંજૂરી વગર લગ્નવિષયક સાઈટ પર તેમની પ્રોફાઈલ બનાવી અને મારો મોબાઈલ નંબર નાખી દીધો. મેં તેમને સપ્ટેમ્બર મહિનામાં આ અંગે જાણકારી આપી હતી.’

મળ્યો લાઇફ પાર્ટનર:

સંહિતાને ઓક્ટોબર, 2017માં 55 વર્ષીય કૃષ્ણ ગોપાલ ગુપ્તાનો તેના પર એક કોલ આવ્યો. કૃષ્ણ ગોપાલ બાંસવાડામાં રેવેન્યૂ  ઇન્સ્પેક્ટર છે. તેમની પત્નીનું પણ કેન્સરના કારણે વર્ષ 2010માં નિધન થઈ ગયું હતું. તેમને બે દિકરા છે. જોકે મિત્રોએ બીજા લગ્ન કરવાની સલાહ આપી અનેલગ્નવિષયક સાઈટ પર એકાઉન્ટ પણ બનાવી આપ્યું હતું. આ સંજોગોમાં નવેમ્બરમાં ગીતાને સર્જરી કરાવવી પડી હતી અને તે સમયે કૃષ્ણ ગોપાલ ગુપ્તા જયપુરમાં સતત ત્રણ દિવસ સુધી તેમની સાથે રહ્યા હતા. આખરે બંને વચ્ચે સમજણનો સેતુ સ્થપાઈ ગયો હતો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.  તેમના આ લગ્નનો રૂઢિચુસ્ત પરિવારજનો તેમજ મોટી દીકરીએ વિરોધ કર્યો હતો પણ આખરે પરિવાર માની જતા ઘીના ઠામમાં ઘી ઢળી ગયું હતું.

Source

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!