ડાઈટિંગ કે એક્સરસાઇઝ વગર જ આ છોકરીએ ઉતાર્યું 19 કિલો વજન, વેઇટ લોસ ની ઇન્સ્પાયરિંગ રિયલ સ્ટોરી…..

વજન ઓછું કરવાની દૌડ માં આજે દરેક ત્રીજો વ્યક્તિ છે. પણ અસલમાં કેટલા લોકો વજન ઓછું કરી શકે છે? જીમનો  સહારો, ડાઈટિંગ, ન ભાવતું ભોજન આ બધું ભલા કેટલા લોકો કરી શકે છે? ભાગતી દોડતી જિંદગીમાં આ બધું કરવા માટે સમય પણ તો નથી. પણ વજન આજના દૌરમાં સૌથી મોટી સમસ્યા છે. તેને ઓછું કરવું ખુબ જ જરૂરી છે. આજે જાણો એક એવી યુવતીની સ્ટોરી જેમણે વજન ઓછું કરીને દેખાડ્યું અને તે પણ એકદમ આસાન તરીકાથી.

1. હોર્મોન્સને લીધે વધે છે વજન: કૃતિ તે છોકરીઓમાંની એક હતી, જેને શરીરના બદલાતા હોર્મોન્સ તેને મોટાપાનો શિકાર બનાવી રહ્યા હતા. કૃતિ હાલ 22 વર્ષની છે અને તેમણે પોતાનો 19 કિલો વજન ઓછો કર્યો છે, તેના માટે કૃતિએ ખુબ જ મહેનત કરી અને તેનો આ વેટ લોસ પ્રોગ્રામ બધા માટે ઇન્સ્પિરેશન બની ગયો. 72 કિલોની કૃતિ હવે 53 કિલો સુધી પહોંચી ગઈ છે.

2. મોટાપાને લીધે હતી તણાવમાં:જાણકારી અનુસાર 22 વર્ષની કૃતિ પોતાના મોટાપાને લીધે તણાવમાં રહેવા લાગી હતી. એવામાં તેની માં એ તેનો સાથ આપ્યો અને તેને ડાન્સ કલા જોઈન કરાવી જેનાથી કૃતિની જિંદગી બદલાઈ ગઈ.

3. આવું ભોજન જમ્યું:કૃતિ સવારે નાસ્તામાં ઈંડા, ઓટ્સ, ફળ, દલિયા વગેરે ખાતી હતી. બપોરે લંચ માં સલાડ, સાથે રોટલી, માછલી અને ભાત અને સાથે છાસ લેતી હતી. ડિનરમાં દાળ-ભાત અથવા ગ્રિલ્ડચિકનની સાથે સબ્જી અથવા ચિકન, ભાત અને સુતા પહેલા એક ગ્લાસ દૂધ પીતી હતી. સાથે જ સાંજ ના નાસ્તા માં તે ફ્રૂટ, ડ્રાઈ ફ્રૂટ્સ, પ્રોટીન બાર નારિયેળ પાણી વગેરે લેતી હતી. પ્રી-વર્કઆઉટ ડ્રિન્ક ના રૂપમાં બ્લેક કોફી અને વર્ક આઉટ પછી પ્રોટીન શેક પીધું.

4. ડાન્સે કરી ઘણી મદદ:ફિટ રહેવા માટે કૃતિએ ડાન્સનો સહારો લીધો હતો. સાથે જ તે ત્રણ દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને બે દિવસ કાર્ડિયો કરતી હતી. રવિવારના દિવસે તે યોગા મેડિટેશન કરીને સ્ટ્રેસ ને દૂર રાખતી હતી. તેનાથી તનની સાથે સાથે મન પણ શાંત થાય છે. આવી રીતે કૃતિએ કોઈ ખાસ દવા કે સર્જરી વગર જ 19 કિલો વજન ઓછું કર્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન:કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!