પિતા ના કતલખાના માં ગાયો ને કપાતા જોઈને દીકરો બન્યો ગાયોનો પાલક, હવે સરકારે આપ્યો ‘પદ્મશ્રી એવોર્ડ’…

0

મહારાષ્ટ્ર ના નાના એવા વિસ્તાર માં રહેનારા ‘શેખ શબ્બીર મામૂ’ ત્યારે અચાનક જ સેલિબ્રિટી બની ગયા જ્યારે 25 જાન્યુઆરી ની રાતે તેના નામ પર પદ્મશ્રી પુરસ્કાર ની લિસ્ટ માં આવી ગયા. શબ્બીર ને એ પણ ખબર ન હતી કે તેને ક્યુ પુરસ્કાર મળી રહ્યું છે. તેણે ક્યારેય તેના વિશે સાંભળ્યું પણ ન હતું. તેણે કોઈપણ પ્રકારની મહેનત વગર ગૌ-સેવા કરી છે. તેના દીકરાઓ અને વહુઓ પણ હવે ગૌ સેવામાં લાગી ગયા છે. ગૌવંશ ને બચાવવાનું કામ તે આગળના 50 વર્ષો થી કરી રહ્યા છે જેના માટે તે પોતાની 40 એકડ જમીન પર તે કોઈ ખેતીવાડી નથી કરતા, માત્ર ગાયોનો ચારો જ ઉગાડે છે અને ગાયો નું પાલન પોષણ કરે છે.10 વર્ષ ની ઉંમર માં ગાયો ને કાપતા જોઈ:

શેખ શબ્બીર એ કહ્યું કે તેના પિતાનું એક કતલખાનું હતું. માત્ર 10 વર્ષની ઉંમરમાં જ તેમણે ગાયોને કપાતી જોઈ હતી. આ ઘટનાથી તેના પર ખુબ ઊંડી અસર થઇ. કોઈ પ્રાણીને આવી રીતે તડપીને મરતા જોઈને તેને ખુબ જ દુઃખ થયું. તેણે પોતાના પિતાથી કતલખાના ને બંધ કરાવડાવ્યું અને પોતે 10 ગાયો લઈને આવ્યો અને તેઓનું પાલન પોષણ કરવા લાગ્યો. તેના પછી અત્યાર સુધીના 50 વર્ષોમાં તેની પાસે 176 ગાય અને બળદો છે જેને તે પોતે જ સંભાળી રહ્યા છે.શેખ શબ્બીર ને મામૂ ના નામથી આ વિસ્તાર માં ઓળખવામાં આવે છે. જયારે કોઈ ગાય ને વાછરડું જન્મે છે તો તેનું પાલન પોષણ પણ મામૂ જ કરે છે.

ગાયોના છાણ થી આજીવિકા:શબ્બીર આ ગાયોનું છાણ વહેંચીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે જેના માટે તેને વર્ષના 60 થી 70 હજાર રૂપિયા મળે છે. ક્યારેય પણ જો કોઈ બળદ ને વહેંચવાની જરૂર પડે છે તો તે ખરીદદાર થી એ લખી લે છે કે જો બળદ બીમાર પડી જાય કે પછી કામ કરવા લાયક ન રહે તો તેઓ તેને પાછા તેની પાસે મૂકી જશે. જેટલી તેની કિંમત હશે, તે ચૂકવી દેવામાં આવશે પણ તેને કતલખાનામાં મોકલવામાં નહીં આવે.

175 થી પણ વધારે ઢોર(ગાય-બળદ):આજે શબ્બીર ની પાસે 175 થી પણ વધારે ગાય-બળદ છે. તેનું પાલન-પોષણ કરવું એક મોટું કામ છે. ઘણા લોકોએ તેની આ કામમાં મદદ પણ કરી છે અને તેના વખાણ પણ કર્યા છે.

મોબાઈલ ફોનનો નથી કરતા ઉપીયોગ:

જયારે સરકારી વિભાગ પદ્મશ્રી મળવાની ખબર ને લઈને તેની પાસે પહોંચ્યા ત્યારે પણ તે તબેલા માં જ હતા.મોબાઈલ ફોન ઉપીયોગ ન કરવાંને લીધે તેના આવવા સુધી સરકારી વિભાગને રાહ જોવી પડી હતી. શબ્બીર કહે છે કે કયો એવોર્ડ મળ્યો છે એ ખબર નથી અને ન તો મેં ક્યારેય આવા કોઈ એવોર્ડ માટે કામ કર્યું છે.

ગૌ-સેવામાં જ શાંતિ અને શુકુન:શબ્બીર ની આગળની પેઢી એટલે કે તેના બાળકો અને વહુઓ પણ તેની આ કામમાં મદદ કરે છે. તેઓ પણ શબ્બીર ના રસ્તા ર જ ચાલી રહ્યા છે. શબ્બીર નો દિકરો કહે છે કે કોઈપણ પ્રાણીની સેવા ખુબ જ પુણ્ય નું કામ છે. અમે પિતા પાસેથી એ શીખ્યું છે કે ગૌ સેવામાં જ સુખ-શાંતિ છે. અમે પિતાનું નામ કામ આગળ પણ યથાવત રાખીશું.

Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here