જાણો કેમ આ રાણી નાહવા માટે 700 ગધેડીનું દૂધ ઉપયોગમાં લેતી? કારણ જાણી હોંશ ઉડી જશે

0

એક વાત તો સાચી જ છે કે સ્ત્રીઓ ઉંદર દેખાવા માટે કઈ પણ કરી શકે છે પરંતુ આવું કઈ કરી શકે એ માનવું મુશ્કેલ છે. અને મુશ્કેલ કેમ ન હોય? જયારે સુંદર દેખાવા માટે બજારમાં તમામ સૌંદર્ય પ્રસાધનો બજારમાં મળે છે ત્યારે કોઈ સુંદર દેખાવા માટે ગધેડીના દૂધથી નહાય એ કઈ રીતે માની શકાય.

પરંતુ આ વાત તો સાવ સાચી છે કે ઇતિહાસની સૌથી સુંદર સ્ત્રીઓમાંની એક મિસ્રની મલ્લિકા કિલિયોપેટ્રા સુંદર દેખાવા માટે ગધેડીના દૂધથી નાહતી હતી. ઈજિપ્ત પર શાસન કરનારી અંતિમ રાણીઓમાંથી એક કિલિયોપેટ્રા હતી.

ઇતિહાસમાં એવો ઉલ્લેખ છે કે કિલિયોપેટ્રાએ ઈ.સ પૂર્વે 51થી ઈ.સ પૂર્વે 30 સુધીમાં ઈજિપ્ત પર શાસન કર્યું હતું. તેનો ઉલ્લેખ રહસ્યમયી વ્યક્તિ તરીકે પણ થયેલો છે. તે આફ્રિકન, કોકેશિયસ અથવા યુનાની હતી એ વાત આજે પણ રહસ્ય છે. જાણકારી મુજબ માત્ર 39 વર્ષની ઉંમરે જ ક્લિયોપેટ્રાનું મોત થઈ ગયું હતું. પરંતુ તેનું મોત કેવી રીતે થયું તે આજ સુધી જાણી શકાયું નથી.

અહીં ઉલ્લેખનીય છે કે ઇતિહાસમાં કિલિયોપેટ્રાએ દુનિયાની સૌથી અમીર અને સુંદર મહિલા માનવામાં આવતી હતી. કિલિયોપેટ્રા પોતાની સુંદરતાના જોરે રાજાઓ અને સૈન્ય અધિકારીઓ પાસેથી પોતાના કામ કઢાવી લેતી હતી. તેના સેંકડો પુરુષો સાથે શારીરિક સંબંધ હતા. તેને દુનિયાની 5 ભાષાઓનું જ્ઞાન પણ હતું. જેથી તે લોકો સાથે જલ્દી ભળી જઈને તેમના બધા રહસ્યો જાણી લેતી.

સાથે જ ઇતિહાસમાં એવો પણ ઉલ્લેખ છે કે પોતાની સુંદરતાને કાયમ રાખવા માટે તે ગધેડીના દૂધનો ઉપયોગ કરતી હતી. નાહવા માટે રોજ તે અગભગ 700 ગધેડીનું દૂધ મંગાવતી હતી. જેનાથી તેની ત્વચા સુંદર રહેતી હતી. ભલે આ વાત માનવામાં ન આવે પરંતુ એક અભ્યાસમાં આ વાત સાબિત થઇ છે.

તુર્કીમાં ગાય અને ગધેડીના દૂધ પર એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઉંદરોને ગાય અને ગધેડીનું દૂધ પીવડાવવામાં આવ્યું ત્યારે ગાયનું દૂધ પીવાવાળા ઉંદરો વધુ જાડા થતા જોવા મળ્યા. આનાથી સાબિત થાય છે કે ગધેડીના દૂધમાં ગાયના દૂધની સરખામણીમાં ઓછી ચરબી હોય છે.

આપણે એ જાણીને આશ્ચર્ય થશે કે સુંદર દેખાવા માટે આવા અજીબો-ગરીબ નુસખા અપનાવવાવાળી આ મહારાણી એકલી નથી. આના સિવાય સ્કોટલેન્ડની મૈરી ક્વિન આકર્ષક દેખાવા માટે શરાબથી નાહતી હતી.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર. GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here