‘બ્રહ્મ કમળ’: આ દુર્લભ ફૂલ થી ટપકે છે અમૃત ના ટીપાં, માત્ર તેને જોવાથી જ પુરી થઇ જાય છે દરેક ઈચ્છાઓ….

0

પ્રકૃતિ ના આ બ્રહ્માન્ડ માં ઘણી એવી ચીજો છે જે એકદમ અનોખી અને ખુબ જ સુંદર છે. દરેક ચીજની સુંદરતા અને તેના ગુણ અલગ-અલગ હોય છે પછી તે નદી કે તળાવ, ફૂલ કે ઝાડ-છોડ, ઝીલ કે સમુદ્ર હોય. આ બધામાં જોવા લાયક માત્ર તેની સુંદરતા જ નહિ પણ તેમાં એવા-એવા ગુણ હોય છે જેના અદ્દભુત ગુણ પર આજે પણ લોકો રિસર્ચ કરી રહ્યા છે. પણ એક એવું ફૂલ છે જે એદકમ અનોખું છે અને તે ખુબ જ ચમત્કારિક ‘બ્રહ્મ કમળ’ નું ફૂલ છે.

ખુબ જ ચમત્કારિક ‘બ્રહ્મ કમળ’ નું ફૂલ:

બ્રહ્મ કમળ એક સફેદ રંગ નું અદ્દભુત દેખાતું કમળ નું ફૂલ છે. જેને ખુદ શ્રુષ્ટિ ના સર્જનહાર બ્રમ્હાજી નું રૂપ માનવામાં આવે છે.હિમાલય ની ઊંચાઈઓ પર મળી આવતું આ ફૂલ નું પોતાનું પૌરાણિક મહત્વ છે. આ ફૂલ વિશે એક માન્યતા છે કે તે લોકોની ઈચ્છાઓને પૂર્ણ કરે છે. આ કમળ સફેદ રંગ નું હોય છે જે અસલ માં ખુબ જ આકર્ષિત દેખાય છે અને તેના વિશે વિસ્તાર થી પૌરાણિક કહાનીઓમા પણ લખેલું છે.આ કમળ થી સંબંધિત એક ખુબ જ પ્રસિદ્ધ માન્યતા છે કે જે પણ વ્યકિત આ ફૂલ ને જોઈ લે છે તો તેઓની દરેક ઈચ્છાઓ પુરી થઇ જાય છે. જો કે આ ફૂલ ને ખીલતું જોવું સહેલું નથી કેમ કે તે મોડી રાતે જ ખીલે છે અને તેના ખીલવાના સમય પછી તે અમુક જ કલાકો માટે રહે છે. બ્રહ્મ કમળ નું આ ફૂલ વર્ષ માં એક જ વાર ખીલે છે અને તેના દર્શન અમુક લોકોના ભાગ્યમાં જ હોય છે.બ્રહ્મ કમળ ને લઈને બે કહાનીઓ:
બ્રહ્મ કમળ ને લઈને એક પૌરાણિક માન્યાતા છે કે જે કમળ પર ખુદ શ્રુષ્ટિ ના સર્જનહાર ખુદ બ્રમ્હા જી બિરાજમાન છે તે જ બ્રહ્મ કમળ છે, જેની રચના બ્રમ્હાજી એ કરી હતી. જેની બીજી પૌરાણિક કહાની એ છે કે જયારે પાંડવ જંગલ માં વનવાસ વિતાવી રહ્યા હતા ત્યારે દ્રૌપદી પણ સાથે ગઈ હતી. દ્રૌપદી, કૌરવો દ્વારા થયેલા અપમાન ને ભૂલી શકી ન હતી અને સાથે જ તેને જંગલ ની યાતનાઓ પણ તણાવ અને દુઃખ આપી રહી હતી પણ જયારે તેણે પાણી ની લહેર માં વહી રહેલા આ કમળ ને જોયું તો તેના દરેક દુઃખ,દર્દ ખતમ થઇ ગયા.તે સમયે દ્રૌપદી ને એક અલગ જ ખુશી મળી હતી જે તેને અલગ જ પ્રકારની આધ્યામિક ઉર્જા આપી રહી હતી અને તેનો અનુભવ દ્રૌપદી ને સુખદ રૂપથી થઇ રહ્યો હતો. દ્રૌપદી એ પોતાના પતિ દુર્યોધન ને તે ફૂલ શોધી લાવવા માટે કહ્યું હતું. જો કે આ શોધ ના દરમિયાન તેની મુલાકાત હનુમાન જી સાથે થઈ ગઈ હતી, જેની કથા તમે મહાભારત માં જરૂર વાંચી હશે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here