બોલિવૂડની ચમકધમકથી પીછો છોડાવીને આ 7 કરોડોપતિ સિતારાઓ રહે છે પોતાના ઘરોમાં રહે છે આપણી જેમ, જુઓ તસ્વીરો 

0

દરેક વ્યક્તિ ઠાઠમાઠથી રહેવા માંગે છે, જેમાં એ સારા વસ્ત્રો પહેરે, મોંઘા જૂત્તા પહેરે અને હંમેશા એવું જ લાગે કે હમણાં કશે જવાનું છે. આવું કરવું સામાન્ય જીવનમાં તો સંભવ નથી પરંતુ, જયારે આપણે ફિલ્મ સ્ટાર્સને જોઈએ છીએ ત્યારે તેઓ હંમેશા વેલડ્રેસ્ડ જ દેખાય છે. ત્યારે એવો જ વિચાર આવે કે કદાચ એ લોકો ઊંઘતા પણ સૂટ-બૂટમાં જ હશે! પરંતુ આપણો આ વિચાર તદ્દન ખોટો છે. કારણકે હંમેશા મેન્ટેન રહેવાવાળા બોલીવડ સેલિબ્રિટી પોતાના ઘરોમાં એકદમ આપણી જેમ સામાન્ય રીતે રહે છે. ચમકધમકથી પીછો છોડાવીને પોતાના ઘરોમાં આપણી જેમ જ રહે છે બોલિવૂડ સ્ટાર્સ, બોલિવૂડની ચમકધમકવાળી દુનિયા તેમના ઘરે ખતમ થઇ જાય છે. જેટલા મેન્ટેન આ સ્ટાર્સ કેમેરાની સામે રહે છે એટલા ઘરે નથી રહેતા. તો આવામાં તમને વિચાર આવશે કે તેઓ ઘરે કઈ રીતે રહેતા હશે?

ચમકધમકથી પીછો છોડાવીને આ સ્ટાર્સ રહે છે પોતાના ઘરોમાં રહે છે આપણી જેમ

જે સ્ટાર્સ પડદા પર અને પાર્ટીઓમાં મોંઘા કપડાં પહેરે છે પણ ઘરે એ બધા જ આ બધા કામોથી દૂર રહે છે. જ્યારે બોલીવુડના સ્ટાર્સ પોતાના ઘરે હોય છે, ત્યારે તેમને કેમેરાનો ડર નથી હોતો કે કોઈ મીડિયાનો ડર. તેઓ ઘરે એકદમ જ સામાન્ય રીતે રહે છે. ચાલો તમને બતાવીએ એમની ન જોઈ હોઈ તેવી તસવીરો:

સલમાન ખાન

હંમેશા જીન્સ, ટી-શર્ટ અને મોંઘા જૂત્તાંમાં જોવા મળતા દબંગ સલમાન ખાન પોતાના ઘરમાં હાફ પેન્ટમાં રહે છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન પોતાના કુતરાઓને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના કુતરાઓ તેની આસપાસ જ રહે છે.

અમિતાભ બચ્ચન 

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને આપણે હંમેશા મોંઘા સૂટ-બૂટમાં જ જોયા છે પરંતુ ઘરમાં તેઓ બિલકુલ સાધારણ કપડામાં રહે છે. તેઓ મોટેભાગે ઝભ્ભો-લેંઘો કે પછી ઢીલો શર્ટ અને જીન્સ પહેરે છે. તેમની પાસે પણ એક કૂતરો છે અને તેમને કુતરા ખૂબ ગમે છે.

અક્ષય કુમાર

ફિલ્મોમાં એક્શન સીન કરવાવાળા અક્ષય કુમારની ગુંજ બોક્સઓફિસ પર ખૂબ જ જોવા મળે છે પરંતુ તેઓ ઘરે કઈંક આ રીતે રહે છે. અક્ષય કુમારે એક વખત જણાવ્યું હતું કે જયારે પણ તેઓ પોતાના ઘરે રહે છે ત્યારે અઠવાડિયામાં એકવાર તો ભોજન તેઓ જ બનાવે છે, આમ કરવું તેમને પસંદ પણ છે.

અજય દેવગણ 

બોલીવૂડના સિંઘમ અજય દેવગણ પોતાના ઘરમાં લગભગ હાફ પેન્ટમાં જ નજરે ચઢે છે. બહાર ભલે અજય મોંઘા કપડા પહેરે પરંતુ સામાન્ય રીતે તેઓ ઢીલા કપડાંઓમાં જ રહેવું પસંદ કરે છે. આ તસ્વીર જોઈને અજયની સાદગી તમને સાફ સાફ નજરે ચઢશે.

હ્રિતિક રોશન 

બોલીવૂડના સુપરહીરો તરીકે જાણીતા હ્રિતિક પોતાના બાળકો માટે બાળક બની જાય છે, અને પત્ની સાથે છૂટાછેટા થયા બાદ તેમનો મોટાભાગનો સમય બાળકો સાથે જ વ્યતીત કરે છે. આ તસ્વીરમાં હ્રિતિક પોતાના દીકરાઓ અને મોટી બહેન સાથે બેઠા છે.

શાહિદ કપૂર

સામાન્ય રીતે શાહિદ કપૂર એ જ કપડાઓ પહેરે છે જેમાં તેમને કમ્ફર્ટ લાગતું હોય, અને શાહિદ ઘણીવાર આવા જ કપડાઓમાં જોવા મળે છે. શાહિદ પોતાના ઘરમાં વધુ કરીને ઢીલી ટીશર્ટ જ પહેરવું પસંદ કરે છે.

આલિયા ભટ્ટ 

બોલિવૂડમાં ચુલબુલી અભિનેત્રી તરીકે જાણીતી આલિયા પોતાના ઘરમાં એકદમ કૂલ અંદાજમાં રહે છે અને ઘરે પહોચતાની સાથે જ તે આવી રીતે કમ્ફર્ટબેલ ફીલ કરે છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here