બોલીવુડની આ 10 અભિનેત્રીઓ છે કરોડોની માલકિન, અમુક તો ફિલ્મોથી પૂરી રીતે છે ગાયબ….9 માં નંબર ની તો આજે પણ બેહદ સુંદર છે

0

બોલીવુડ અભિનેત્રીઓને જો કે હંમેશા હીરો કરતા ઓછી ફી મળતી હોય છે, પણ કમાણી કરવાના જો કે અન્ય પણ ઘણા રસ્તાઓ છે. એક્ટિંગની સાથે સાથે અન્ય ઘણી પ્રવૃત્તિ થી આ અભિનેત્રીઓની સારી એવી કમાણી કરી લે છે, ત્યારે જ તો એવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ ફિલ્મોમાં ખુબ જ ઓછી નજરમાં આવે છે છતાં પણ કરોડોની માલકિન છે.

1. કરિશ્મા કપૂર:કરિશ્મા કપૂર લાંબા સમયથી બોલીવુડથી દુર છે. 90 નાં દશકમાં તેની અને ગોવિન્દાની જોડી ખુબ જ હીટ રહી હતી, પણ હાલ તે ફિલ્મોથી દુર હોવા છતાં પણ આજે તેની પાસે 12 મીલીયન ડોલરની પ્રોપર્ટી છે.

2:ઈલીયાના ડી ક્રુઝ:ફિલ્મ ‘રુસ્તમ’ માં અક્ષય કુમારની પત્ની નો રોલ નિભાવનારી ઈલીયાનાએ ફિલ્મ ‘બર્ફી’ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. હાલ તે બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ચુકી છે. ઈલીયાના પાસે 14 મીલીયન ડોલરની સંપત્તિ છે.

3. અમીષા પટેલ:ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ જેવી સુપરહીટ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી અમીષા પટેલની અમુક ફિલ્મો છોડીને બાકીની કઈ ખાસ કમાલ કરી શકી ન હતી. અને તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં નજરમાં પણ નથી આવી. પણ પોતાની બોલ્ડ તસ્વીરોને લઈને તે મીડિયા પર ચર્ચામાં જરૂર રહે છે. તમને એ જાણીને હેરાની લાગશે કે અમીષાની પાસે 30 મીલીયન ડોલર કરતા પણ વધુ સંપત્તિ છે.

4. ઐશ્વર્યા રાઈ બચ્ચન:ઐશ હવે પહેલાની જેમ ફિલ્મોમાં ભલે નજરમાં આવતી ન હોય, પણ તેની લોકપ્રિયતા કઈ કમ નથી. આજે પણ લોકો તેની સુંદરતા નાં દીવાના બનેલા છે. ઐશ પાસે 35 મીલીયન ડોલર કરતા પણ વધુ સંપત્તિ છે.

5. કાજોલ:એક સમયે શાહરુખની સાથે કાજોલની જોડી સુપરહિટ માનવામાં આવતી હતી, પણ હાલ તે લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે. કાજોલ ભલે આજે ફિલ્મોમાં નજરમાં આવતી ન હોય પણ તેની પાસે સારી એવી દૌલત ભરી પડેલી છે. કાજોલ પાસે 16 મીલીયન ડોલર કરતા પણ વધુ સંપત્તિ છે.

6. અમૃતા રાવ:ફિલ્મ વિવાહની પુનમ તો તમને યાદ જ હશે, પુનમ એટલે કે અમૃતા રાવ જેનું બોલીવુડનું સફર કઈ ખાસ રહ્યું ન હતું, બાદમાં તેણે તેલુગુ ફિલ્મોમાં પોતાનું કેરિયર શોધવાની શરૂઆત કરી. અમૃતા પાસે 20 મીલીયન ડોલર જેટલી સંપત્તિ છે.

7. પ્રીતિ ઝીન્ટા:પ્રીતિએ હાલ એક્ટિંગથી દુરી બનાવી લીધી છે અને હાલ તે પૂરી રીતે બીઝનેસ વીમેન બની ચુકી છે. તે આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની માલકિન છે અને તેની પાસે 10 મીલીયનની સંપતી છે.

8. ડીમ્પલ કાપડીયા:તમને ડીમ્પલનું નામ સાંભળીને હેરાની જરૂર લાગશે પણ અભિનેતા રાજેશ ખન્નાની પત્ની ડીમ્પલ આ ઉમરે પણ કામ કરી રહી છે, અમુક વર્ષ પહેલા તે કોકટેલ અને ફાઈન્ડીંગ ફિલ્મમાં નજરમાં આવી હતી. ડીમ્પલ પાસે 10 મીલીયન ડોલરની સંપત્તિ છે.

9. મલ્લિકા શૈરાવત:બોલીવુડની સુપર હોટ અને બોલ્ડ એક્ટ્રેસ મલ્લિકા શૈરાવતપણ ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે. પણ તેનાથી તેની સંપત્તિમાં કોઈ જ ફર્ક નથી પડ્યો. મલ્લિકા પાસે 10 મીલીયન ડોલરની સંપત્તિ છે.

10. પ્રિયંકા ચોપડા:પ્રિયંકા ચોપડા જો કે હાલના સમયમાં હોલીવુડમાં છવાયેલી છે. તે એબીસી શો ક્વોંન્ટીકોમા કામ કરી રહી છે. જો કે તમને એવું લાગતું હશે કે પ્રિયંકા પાસે બાકીની અભિનેત્રીઓ કરતા વધુ સંપત્તિ હશે કેમ કે તે હોલીવુડમાં કામ કરી રહી છે, પણ તેવું નથી. પ્રિયંકા પાસે હાલ માત્ર 8 મીલીયન ડોલર જેટલી જ દૌલત છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here