બૉલીવુડની ફેમસ આ 7 અભિનેત્રીઓને એમની સાસુ સાથે સંબંધ છે આવા સંબંધ, જાણો તમારી ફેવરિટ અભિનેત્રીનો સાસુ સાથેના સંબંધ વિશે ….

0

સદીઓથી વહુ-સાસુ વચ્ચેના સંબંધોમાં તણાવ જ જોવામાં આવી રહ્યો છે. સાસુ વહુ વચ્ચેનો સંબંધ જ એવો છે કે, ન ઇચ્છતા હોવા છતાં નાની નાની બાબતોમાં સમસ્યા ને મતભેદ ઊભા થઈ જ જતાં હોય છે. આ તો હતી સામાની સાસુ વહુના તીખા ને મીઠા સંબંધોની વાત જે ઘરે ઘરે જોવા મળે છે ને સાંભળવા પણ મળે છે. પરંતુ બોલિવુડના સાસુ વહૂની તો વાત જ નિરાળી છે. આજે આપણે વાત કરશું બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં જેટલા સાસુ વહુઓની જોડી છે એ સિતારાઓની. બૉલીવુડ જગતના સાસુ વહૂની વાત અને એમની વચ્ચેનાં સંબંધો વિશે જાણવા કોણ તલ પાપડ નહી થતું હોય ? તો સાંભળવી છે ને તમારે પણ આ વાત ? હમમમ…..તો આજે આપણે વાત કરવાના છીએ એવી અભિનેત્રીઓની જેમણે લગ્ન પછી પણ પોતાની કેરિયર અને ફેમિલી લાઈફ બંને સંભાળી રહી છે.

એટેલે જ અમે તમને એવી મશહૂર 7 અભિનેત્રીઓની સાસુ વહૂની બતાવવા જઈ રહ્યાં છીએ. તો આજે વાંચો આ 7 ફેમસ અભિનેત્રીઓની સાસુ વહૂના સંબંધોની કહાની એમનાં મોઢેથી.1,ઐશ્વર્યા રાય બચ્ચન – ઐશ્વર્યા રાય એ બચ્ચન પરિવારની વહુ છે ણે જયા બચ્ચન એના સાસુ છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન બંને પોતપોતાનાં જમાનાની મશહૂર અભિનેત્રીઓ રહી ચૂકી છે. જો કે ઐશ્વર્યા તો હજી છે જ. તમે અવાર નવાર મીડિયામાં આ સાસુ વહુને લઈને સમાચારો તો સાંભળતા જ હશો. હજી થોડા સમય પહેલા જ મીડિયામાં આ સાસુ વહુનાં સંબંધો વિશેની વાત વાઇરલ થઈ હતી કેજ્યારે જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન કોઈ મુશ્કેલીમાં મુકાઇ જાય ત્યારે ત્યારે સાસુ જયા બચ્ચન ઐશ્વર્યાને સાથ આપી એનો બચાવ કરવામાં હમેશા આગળ જ રહે છે.ઐશ્વર્યા રાય અને જયા બચ્ચનની વચ્ચે એટલો બધો તાલમેલ છે કે તમે એનો અંદાજ પણ નહી લગાવી શકો. 2010 ના એક એવોર્ડ ફંકશનમાં જે રેડ સાડી જયા બચ્ચને પહેરી હતી એ જ સાડી થોડા સમય પછી ઐશ્વર્યારાયે દુર્ગા પૂજામાં પહેરી હતી. હવે તમે જ વિચારો કે આ સેલીબ્રિટી સાસુ વહુ વચ્ચે કેટલો ગાઢ સંબંધ હશે.

2. કરીના કપૂર અને શર્મિલા ટાગોર – સૈફ અલીખાનની બેગમ સાહીબા કરીના કપૂર અને તેની સાસુ શર્મિલા ટાગોરને અમ્મા કહીને જ બોલાવે છે.કરીના એની સાસુણે સાસુ નહી પણ એક માની જેમ જ માને છે. બંનેની વચ્ચેના સંબંધો ખૂબ જ સરસ છે. કદાચ એટ્લે જ કરીના હમેશા આ વાત કહે છે કે અમ્મા એ લેજેન્દ્રી સ્ટાર છે. તો આ બાજુ કરીના એ પટૌડીની રિયળ લાઈફમાં બેગમ છે, કરીના શર્મિલા ટાગોરની ખૂબ મોટી ફેન છે

3, રાની મુખર્જી અને પામેલા ચોપડા- ફિલ્મ ડાઇરેક્ટર આદિત્ય ચોપરા સાથે ગુપ ચૂપ રીતે લગ્ન કરી લીધા હતા. જ્યારે રાની મુખરજીના લગ્ન થઈ ગયા ત્યારબાદ તે પહેલીવાર મીડિયા સામે નજર આવી ત્યારે તે એની સાસુ પામેલા ચોપરા સાથે જ નજર આવી હતી. રાની અને સાસુ વચ્ચે સારી એવી સમજદારી છે એ કોઇપણ ફંક્શનમાં નજર આવશે ત્યારે એની સાસુ પામેલા સાથે જ નજર આવશે. આ સાસુ વહૂની જોડી બૉલીવુડ જગતમાં ફેમસ છે.

4. કાજોલ અને બીના દેવગન – કાજોલ અને તેની સાસુ બીના દેવગન વચ્ચે માં દીકરીને હોય એવા સંબંધો છે.બંનેની વચ્ચે ગાઢ સંબંધ છે. એવું પણ સાંભળવા મળ્યું હતું કે, જ્યારે ‘દિલવાલે’ મૂવીના શૂટિંગ માટે કાજોલ બુલ્ગેરિયા ગઈ હતી ત્યારે કાજોલની ગેરહાજરીમાં કાજોલની બધી જ જવાબદારી એની સાસુએ નિભાવેલી. એના બંને છોકરાઓનું પણ એટલું બધુ ધ્યાન રાખીને સાચવ્યા હતા કે કાજોલને ઘરેની ચિંતા જ નહોતી થતી ને એ બિન્દાસ એનું વર્ક કરતી હતી.આ જ વાતા સાબિત કરે છે કે એકબીજાની ગેરહાજરીમાં આ સાસુ વહુ એકબીજાનું કામ સરળતાથી કરી લે છે. જે સાબિત કરે છે કે આ સાસુ વહૂની જોડી મા દીકરીની જોડી જેટલી જ મજબૂત છે.

5. જેનેલીયા ડિસુઝા અને વૈશાલી દેશમુખ – વૈશાલી દેશમુખ રિતેશ દેશમુખની મમ્મી અને અભિનેત્રી જેનિલિયા ડિસૂઝાની સાસુ છે. જેનિલિયાને પણ એની સાસુ જોડે ખૂબ જ બને છે, બંનેના સંબંધો પણ ખૂબ ગાઢ છે. જેનિલિયા જ્યારે પણ કોઈ પાર્ટી કે ફંક્શનમાં નજર આવે છે ત્યારે ર્તે એની સાસુ જોડે જ નજર આવે છે.6. સોનાલી બેન્દ્રે અને મધુ બહલ – મધુ બહલે સ્કીન ઉપર સારી ને સુશીલ વહૂનો રોલ નિભાવનારી મશહૂર અભિનેત્રી અને અભિનેત્રી સોનાલીના સાસુ છે. સોનાલી એની પોતાની જિંદગીમાં એક સારી વહુ તરીકે સાબિત થઈ છે. એવી ઓછી વહુઓ હોય છે જે એની સાસુઑ સાથે પ્રેમાળ અને લાગણીભાર્યા સંબંધો રાખે. સોનાલી એની સાસુ જોડે ખૂબ જ પ્રેમથી બધો વ્યવહાર કરે છે. એ મધુ બાહળને એની પોતાની સગી મા જ સમજે છે. એ તો ઠીક પણ સોનાલી એની સાસુ સાથે જ વધારેમાં વધારે સમય પસાર કરે છે.

7. નીતુ કપૂર અને કૃષ્ણા કપૂર – નીતા કપૂર અને કૃષ્ણા કપૂરની સાસુ વહૂની જોડી એક મિશાલ સમાન અને પ્રેરણાદાયી જોડી છે. હા, સાચે જ નીતુ કપૂર અને કૃષ્ણા કપોર વચ્ચે ખૂબ જ ગાઢ સંબંધો છે. આ એવા સાસુ વહુ છે જે ક્ષણે ક્ષણે એકબીજાના જ વખાણ કરતાં થાકતા નથી.

આમ જોઈએ તો આ બોલિવુડની સાસુ વહૂની જોડીઓ સાચે જ રિયલ લાઇફમાં પણ સુપરહિટ સાબિત થઈ છે. આ સાસુ વહુ વચ્ચે સાસુ વહુના સંબંધો જેવી ખેંચ તાણ જોવા નથી મળતી. પણ ઊલટું એમની વચ્ચે મા- દીકરી જેવો સ્નેહ ને પ્રેમ છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here