ઐશ્વર્યા અને રાનીથી ટીના અંબાણી સુધીની દરેક સેલીબ્રિટી કરવા ચૌથ પર, બોલિવુડની મહેંદી ક્વિન પાસે મુકાવે છે મહેંદી, કરિના અને શિલ્પા સહિતની અભિનેત્રી છે તેની રેગ્યુલર કસ્ટમર !!

0

બોલિવુડમાં, કોઈ અન્યના ઘરે લગ્ન, સગાઈ કે પછી તીજ કે અન્ય તહેવાર જ કેમ ન હોય, આ બધામાં દરેક સેલિબ્રીટીની ખાસ એક વ્યક્તિ વિશેષ હોય અને એ છે વીના નાગડા. હવે તેનું ઉતમ ઉદાહરણ કડવા ચોથ જ જોઈ લો, એ સમયે તેને અભિનેત્રીઓના લિસ્ટને લઈને અભિનેતાની પત્નીને પણ મહેંદી લગાવી હતી. ખાસ કરીને રાની મુખર્જીએ તો વીના મહેંદી લગાવી રહી એ ફોટો પણ શેર કર્યો હતો. આમ જોવા જઈએ તો ખાલી રાની જ નહી, કાજોલ, કરીના, શિલ્પા, ઐશ્વર્યા, ટીના અંબાણી સહિતની બિઝનેસમેનની વાઈફ અને દીકરીઓ પણ દરેક ત્યોહારમાં વીના પાસે જ મહેંદી લગાવવાનું પસંદ કરે છે.

વિના એ ઘણી બોલિવુડ ફિલ્મોમાં મહેંદી ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. એમાં “કભી ખુશી કભી ગમ ‘,’ કલ હો ના હો ‘,’મેરે યાર કી શાદી હે ‘,’ ગોડ તુસી ગ્રેટ હો ‘,’ યુ મી ઔર હમ ‘,’ પતિયાલા હાઉસ ‘,’ યે જવાની હૈ દીવાની ‘ એ દિલ હૈ મુશ્કિલ ‘નો સમાવેશ થાય છે.

વિનાના રેગ્યુલર કસ્ટમર માં અભિનેત્રી માધુરી દિક્ષિત ના ડિમ્પલ કાપડિયા ટ્વિંકલ ખન્ના, શ્વેતા બચ્ચન, ફરાહ ખાન, નેહા ધૂપિયા, શિલ્પા શેટ્ટી, પ્રિતિ ઝિંટા, નીતા અંબાણી, પ્રિયંકા ચોપડા, સ્વરા ભાસ્કર, કરિશ્મા કપૂર અને સુનીતા કપૂર , સાક્ષી ધોની સહિત ઘણા મોટા સ્ટાર્સ છે.

3 દસકાથી મહેદી લગાવી રહી છે વીના –

મહેંદી કલાકાર વીણા નાગડાએ 30 વર્ષ પહેલાં 1988 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વીણા વિશ્વની શ્રેષ્ઠ મહેંદી આર્ટિસ્ટ છે. વીણાનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો.
સારા વિદ્યાર્થી હોવા છતાં, તે પૈસાના કારણે એસ.એસ.સી. પછી અભ્યાસ કરવામાં અસમર્થ હતી. જોકે પાછળથી તેણે મહેંદીના વ્યવસાયમાં હાથ અજમાવવાનો પ્રયાસ કર્યો અને તે ખૂબ જ સફળ રહી.
વીના બ્રાઈડલ મહેંદીમાં એક્સપર્ટ છે. નેઇલ પોલીશ, શેડેડ, હીરો- મોતી, ઝરદોશી, , અરેબિક, બ્લેક મહેંદી, સ્ટોન એન્ડ ડાયમંડ મહેંદી જાણીતી છે. આ કલાને કારણે, તે વિદેશમાં એક મોટું નામ ધરાવે છે
શ્રીદેવીના મૃત્યુ સમયે વીનાએ ઘણા મેમરીબલ ફોટા શેર કર્યા હતા. વર્ષોથી મહેંદી લગાવવા વાળી વીનાની મહેંદી માટે કડવા ચોથ પર શ્રી દેવી ઘણી જ આતુર રહેતી હતી.
વીણાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, શ્રી દેવી દર વર્ષે કડવા ચોથ પર મારા હાથે જ મહેંદી લગાવતા હતા. પોતાની માતાની જેમ જાહનવી અને ખુશી ને પણ મહેંદી લગાવવાની શોખીન છે. જાહન્વી બે વર્ષની હતી ત્યારથી શ્રી દેવીને મહેંદી લગાવતી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here