ભારતનું એક એવું શહેર જ્યાં ન તો પૈસા ચાલે છે ન તો સરકાર, જાણો ક્યાં આવ્યું છે આ શહેર….

0

ભારતમાં એક એવું પણ શહેર છે જ્યાં ન તો ધર્મ છે, ન તો પૈસા અને ન તો કોઈ સરકાર. તમે વિચારી રહ્યા હશો કે ભારતમાં કદાચ જ આવું કોઈ શહેર હોય. પણ આ એકદમ સાચી વાત છે. આ જગ્યાનું નામ ઑરોવિલે છે. તમને જણાવી દઈએ કે આ શહેર ની સ્થાપના 1968 માં મીરા અલ્ફાજો એ કરી હતી.ઑરોવિલે નામની આ જગ્યા ચેન્નાઇ શહેરથી માત્ર 150 કિમિ દૂર છે. આ જગ્યાને સીટી ઓફ ડોન એટલે કે ભોર નું શહેર પણ કહેવામાં આવે છે. તમને બધાને એ જાણીને નવાઈ લાગશે કે આ શહેર ને વસાવવા પાછળનું માત્ર એક જ મકસદ રહ્યું હતું. અહીં પર લોકો જાત-પાત, ઊંચ-નીચ અને ભેદભાવ થી દૂર રહે. અહીં કોઈપણ ઇન્સાન આવીને વસી શકે છે પણ તેના માટે એક શર્ત રાખવામાં આવી છે.
શર્ત માત્ર એટલી છે કે તેને એક સેવક ના આધાર પર અહીં રહેવાનું રહેશે. આ એક પ્રકારની પ્રાયોગિક ટાઉનશીપ છે જે વિલ્લુપ્પુરમ ડીસ્ટ્રીક તમિલનાડુ માં સ્થિત છે. મીરા અલ્ફાજો જેમણે આ શહેરની સ્થાપના કરી હતી તે શ્રી અરવિંદો સ્પ્રિચુઅલ રિટ્રીટ માં 29 માર્ચ 1914 ના પુદુચ્ચેરી આવી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી તે અમુક સમય માટે જાપાન ચાલી ગઈ હતી પણ 1920 માં તે ફરી અહીંથી ચાલી ગઈ અને 1924 માં શ્રી અરવિંદો સ્પ્રિચુઅલ સંસ્થાન સાથે જોડાઈ ગઈ જેના પછીથી તે જનસેવાનું કામ કરવા લાગી. ભારતમાં મીરા અલ્ફાજો ને લોકો ‘માં’ કહીને બોલવા લાગ્યા હતા.
1968 આવતા આવતા તેમણે ઑરોવીલે ની સ્થાપના કરી નાખી જેને યુનિવર્સલ સિટીનું નામ આપવામાં આવ્યું જ્યા કોઈપણ ગમે ત્યાંથી આવીને રહી શકે છે. ઑરોવિલે શબ્દનો અર્થ એક એવી વૈશ્વિકે નાગરીકથી છે, જ્યાં દરેક દેશોના સ્ત્રી-પુરુષ દરેક જાતિઓ, રાજનીતિ તથા દરેક રાષ્ટ્રીયતાથી ઉપર ઉઠીને શાંતિ અને પ્રગતિશીલ સદ્દભાવના ની છાયામાં રહી શકે.
ઑરોવીલે નો ઉદ્દેશ્ય માનવીય એકતાની અનુભૂતિ કરવાનો છે. વર્ષ 2015 સુધી આ શહેરના આકારમાં વધારો થતો ગયો. આજે આ શહેરમાં 50 જેટલા જેટલા દેશોના લોકો રહે છે. આ શહેરની આબાદી 24000 છે. અહીં પર એક ભવ્ય મંદિર પણ છે.
તમે દરેક મંદિરોમાં કોઈને કોઈ દેવી-દેવતાની મૂર્તિ જોઈ હશે પણ ઑરોવીલે ના મંદિરમાં એવી કોઈ જ મૂર્તિ નથી. અહીં ધર્મ સાથે જોડાયેલા ભગવાનની પૂજા નથી થાતી પણ લોકો અહીં આવે છે અને માત્ર યોગા કરે છે.
નગરની વચ્ચે માતૃમંદિર સ્થિત છે. યુનેસ્કોએ આ શહેરની પણ પ્રશંસા કરી છે અને તમને કદાચ એ વાતની જાણ નહિ હોય કે આ શહેર ભારતીય સરકાર દ્વારા સમર્થિત છે. ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ડૉ. એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલ પણ ઑરોવીલે નો પ્રવાસ કરી ચુક્યા છે.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!