ભારતની પહેલી હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ, નહિ પડે પેટ્રોલ-ડીઝલ ની જરૂર, પ્રદુષણ નું પણ નહીં રહે ટેંશન…

0

વાહન ચલાવવામાં સૌથી મોટી સમસ્યા આજે પેટ્રોલ-ડીઝલ ની વધતી કિંમતો અને પ્રદુષણ હોય છે પણ ટાટા મોટર્સ હવે એવી બસ લાવવાની છે જેમાં તમને પેટ્રોલ-ડીઝલ ભરવાનું ટેંશન નહીં આવે અને પર્યાવરણ ને પણ કોઈપણ પ્રકારનું નુકસાન પણ નહીં કરે. કેમ કે તે એક હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ છે. ટાટા મોટર્સ એ હાલ માં જ ઇન્ડિયન ઑયલ કોર્પોરેશન ની સાથે કૉલોબોરેશન કરીને ભારતની પહેલી હાઇડ્રોજન બસ નું નિર્માણ કર્યું છે જેનું ટેસ્ટિંગ શરુ થઇ ચૂક્યું છે.ચાલો તો તમને જણાવીએ આ બસ ના અમુક ફાયદાઓ..3 ગણું હશે ફ્યુલ એફીસીએંશી:

સ્ટાન્ડર્ડ બસો ના ટ્રેડિશનલ કોમ્બિનેશન એન્જીન કેમિકલ એનર્જી ને પાવર માં બદલાવમાં 20 ટકાથી પણ ઓછી એફિશિએન્ટ હોય છે જયારે સ્ટારબસ ફ્યુલ સેલ ની એફિશિએન્સી 40 થી 60 ટકા છે જે સ્ટાન્ડર્ડ થી 3 ગણી વધુ છે. તેની ફ્યુલ સેલ ટેક્નોલોજી ફ્યુલ કંસમ્પશન ને 50 ટકા ઓછી કરી દે છે.

પ્રદુષણ ની મુક્તિ:

ટાટા મોટર્સ દ્વારા બનાવામાં આવેલી હાઇડ્રોજન ફ્યુલ થી ચાલનારી આ ભસ ભારત માં પબ્લિક ટ્રાન્સપોર્ટ ના રૂપમાં ખુબ જ સહાયક સાબિત થાશે કેમ કે તેમાં ઇંધણ ના રૂપ માં માત્ર પાણી અને હિટ નો જ ઉપીયોગ થાય છે. તે ભારત માં વધતા વાયુ અને ધ્વનિ પ્રદુષણ નું સ્તર ઓછું કરવામાં ખુબ જ મદદરૂપ થાશે.

ખુબ જ પાવરફુલ છે એન્જીન:

ટાટા સ્ટારડમ ફ્યુલ સેલ હાઇડ્રોજન ફ્યુલ પાવર સિસ્ટમ થી ઓછી છે જે 114 હોર્સ પાવર સાથે જ ઇલેક્ટ્રિક મોટર પણ છે જે 250 હોર્સ પાવર ની તાકાત પ્રોડ્યુસ કરવામાં સક્ષમ છે.આ 800 rpm પર કુલ 1050 Nm નો ટૉર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

ઇન્ટરસીટી ટ્રાન્સપોર્ટેશન માટે બેસ્ટ છે આ બસ:

30 મુસાફરો ની કેપેસીટી ધરાવતી આ બસ હાઇડ્રોજન પાવર થી ઓછી હોવાને લીધે ઝીરો પ્રદુષણ વાળું વાહન છે. તેની આ જ ખૂબી તેને ઇન્ટરસીટી ટ્રાન્સપોર્ટેશન માટે બેસ્ટ બનાવે છે, જેને ISRO થી પાર્ટનરશીપ થી બનાવામા આવેલી છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here