ભારતના 2 સૌથી ચમત્કારી મંદિર, એકમાંથી નીકળ્યું સોનુ તો બીજામાં થયો આ ચમત્કાર…..મોટા ભાગના લોકોને ખબર નથી – વાંચો માહિતી

0

ભારત અને ધર્મનો પૌરાણિક નાતો રહ્યો છે અને આજ કારણ છે કે ભારતને મંદિરોનો દેશ પણ માનવામાં આવે છે. ભારત દુનિયાભરમાં પોતાના પ્રાચીન અને ભવ્ય મંદિરો માટે ફેમસ છે. ભારતમાં ઘણા પ્રાચીન, અતિશયકારી અને ચમત્કારી મંદિર છે જ્યા થનારા ચમત્કારો ની આગળ દુનિયા નતમસ્તક થઈ જાય છે. આજે અમે તમને 2 એવા જ ચમત્કારી મંદિર વિશે જણાવીશું જે અદ્દભુત હોવાની સાથે સાથે ખુબ જ રહસ્યમયી પણ છે.ભારતના બે ચમત્કારી મંદિર:

1. પદ્મનાભસ્વામી મંદિર:કેરળ રાજ્યમાં સ્થિત પદ્મનાભી મંદિર ભગવાન વિષ્ણુ નું મંદિર છે. આ ચમત્કારી મંદિરના મૂળ સ્વામી એટલે કે વિષ્ણુ ભગવાનની મૂર્તિ કોણે અને ક્યારે સ્થાપિત કરી એ કોઈ જ નથી જાણતું. આ મંદિરની પ્રાચીનતા ને લઈને પૌરાણિક કહાનીઓ છે. પોતાની રહસ્યમયી છબી ને લઈને ફેમસ આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિરના ભોંયરામાં અપાર ધન ઉપસ્થિત છે.વર્ષ 2011 માં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે આ મંદિરમાં ઉપસ્થિત ગુપ્ત ભોંયરાને ખોલવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે આ ચમત્કારી મંદિરની નીચે 6 ભોંયરા છે જેમાંથી 5 ને ખોલવામાં આવી ચુક્યા છે અને જેમાંથી એક લાખ કરોડ ખજાનો મળી આવ્યો છે.
 આ અત્યાર સુધીમાં મળેલો સૌથી મોટો ખજાનો છે. આ મંદિર ના છઠ્ઠા નંબરનું ભોંયરું હજી ખોલવાનું બાકી છે પણ લોકોનું  માનવું છે કે કે આ ભોંયરા ને ખોલવા પર પ્રલય આવી શકે છે.

2. જ્વાળામુખી મંદિર:હિમાચલ પ્રદેશના કાંગડા ઘાટીથી 30 કિમિ દક્ષિણમાં સ્થિત છે. આ મંદિર 24 શતી પીઠો માં શામિલ છે. જ્વાળામુખી મંદિર ને जोता वाली का चमत्कारी मंदिर અને नगरकोट પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથાઓના અનુસાર પાંડવોએ આ મઁદિરની શોધ કરી હતી.
કહેવામાં આવે છે કે આ ચમત્કારી મંદિર પર માતા સતી ની જીભ પડી ગઈ હતી જે પ્રાચીન કાળથી એક જ્યોતના રૂપમાં સળગી રહી છે. આ જ કારણ છે કે આ મંદિરમાં હવે માતાના દર્શન એક જ્યોત્ના રૂપમાં થાય છે.
આ દિવ્ય જ્યોતને સળગવાની પાછળના રહસ્યની આગળ વિજ્ઞાન પણ ફેલ થઇ ગયુ છે. આ ચમત્કારી મંદરીના રહસ્ય માટે એ જ કહેવામાં આવે છે કે ચમત્કાર ને નમસ્કાર છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here