કેળા અને 1 કપ ગરમ પાણી સાથે કરો દિવસની શરૂઆત, જુઓ જાદુઈ અસર થશે ….વાંચો ફાયદેમંદ ટિપ્સ

0

દુનિયાભરના લોકો આ બનાના ડાયટ પર એટલા બધા ટૂટી પડ્યા છે કે એક રિપોર્ટ અબુસાર જાપાનમાં તો કેળાં જ માર્કેટમાંથી ખાલી થઈ ગયા હતા. શું તમે જાણતા નથી માંગતા ? કે આ એક કેળાનો ડાયેટ પ્લાન છે કે જેને લોકો બનાના ડાયેટથી ઓળખે છે .અને લોકો તેને કેમ આટલું બધુ પસંદ કરે છે.

અમે વાત કરીએ નાસ્તાના વિકલ્પમાં “મોર્નિંગ બનાના” અને તેના આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભ વિશેની. જ્યારે પાકેલા કેળામાં થોડી જ લીલાશ હોય છે ત્યારે તેમાં અંદર સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટનું ઉચ્ચ સ્તર જોવા મળે છે. તે સવારમાં ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરાયેલું જ રહેતું હોય છે.

જો તમે વજન ઓછો કરવા માંગો છો, તો સવારના નાસ્તામાં 1 કેળું અને એક કપ ગરમ પાણી પીવો. ઘણા સિદ્ધાંતોએ સવારે ખૂબ જ અસરકારક કેળાં ખાવાની આ પદ્ધતિ વર્ણવી છે. આ તેમાની એક જ છે . કારણ કે આ ચપાચયને વધારવામાં પ્રોત્સાહન આપે છે તેમજ પાચન શક્તિ વધારે છે. કેળામાં આવા સ્ટાર્ચનો સમાવેશ થાય છે જે આબોહવાની અંદર ખૂબ ઓછો જોવા મળતા હોય છે. સવારે કેળા ખાવાથી શરીરની ચરબી બળી જાય છે.

આ ઉપરાંત કેળાં શરીરને કાર્બોહાઇડ્રેટ્સને શોષી લેતું પણ અટકાવે છે. જો કેળાં ગરમ પાણી સાથે ખવાય છે તો શરીરના વજનમાં ઘટાડો થાય છે. કુદરતી પાણી પીવાથી ઊર્જા આવે છે. તે શરીરમાં ઓક્સિજન પૂરું પાડે છે અને પાણીની કમીને પૂરી કરે છે.

શું છે આનો ઇતિહાસ ?

કેળાં ડાયેટનું મૂળ જાપાનનું જ ફાર્માસિસ્ટ હતા, સુમિકો વાતાનાબે વોટનાબે એ તેના પતિની મદદ માટે આ પ્લાન શરૂ કરવામાં આવ્યો હતો. સુમિકો પોતે વજન ઘટાડવા માંગતા હતા. એટ્લે તેમણે રોજ સવારે એક કપ ગરમ પાણી સાથે કેળાં અને 8 વાગ્યે રાત્રિભોજન લેતા. આ પ્રયોગ તેમણે ચાલુ જ રાખો. સુમિકોના પતિને હર્બલ દવા અને વૈકલ્પિક આરોગ્યમાં જ્ઞાન વિશે ઘણું બધુ જાણતા હતા. અને તેમણે તરત આ ડાયેટ પ્લાનને બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વાયરલ મૂક્યું ને તે વાઇરલ થયું. અને તેને તંદુરસ્ત નાસ્તાની જગ્યા મળી ગઈ. આ હેલ્ધી નાસ્તો તે લોકોમાં વધુ લોકપ્રિય બન્યો જેઓ તેમનું વજન ઓછું કરવા માંગતા હતા.

શું છે આ ડાયેટના નિયમો ?

દરેક ડાયેટમાં તેના પોતાના નિયમો હોય છે અને તેથી જ ડાયેટ સારી રીતે કાર્ય કરે માટે તેને થોડા નિયમો આપવામાં આવે છે. ચાલો આ આહારના કેટલાક નિયમો જાણીએ:

1. તમારે સવાર જેટલી મરજી પાડે એટલા કેળાં ખાવાના છે. પરંતુ જરૂરિયાત કરતાં વધુ નહીં. હંમેશા લીલાં પાકેલા અને તાજા જ કેળા હોવા જોઈએ. તમે બપોરના અને રાત્રિભોજનમાં કંઈપણ ખાઈ શકો છો.

2.આ ડાયેટ પ્લાન દરમ્યાન ગરમ પાણી જ પીવાનું રાખો. જો તમે ઇચ્છો તો, તમે આહાર સોડા, કૉફી અથવા ચા પણ લઈ શકો છો, પરંતુ આ બધું છોડવાનું સારું છે, જેથી પરિણામો તરત જ દેખાય.

3. સૂવાના 4 કલાક પહેલા ડિનર લો. અને દારૂનું સેવન બિલકુલ બંધ કરો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here