અમરનાથ માં દેખાતા કબૂતર નું શું છે રહસ્ય.. ?? આજ સુધી નહિ ખબર – વાંચો રહસ્ય

0

પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રશ્ન પૂછ્યો કે તમારા ગળામાં નરમુંડની માળા છે , તમારો અજર-અમર થવાનું રહસ્ય શું છે ? આ પ્રશ્નોના જવાબ આપવા માટે ભગવાન શંકરને એકાંતની જરૂર હતી. આ એકાંત સ્થળને શોધવા માટે ભગવાન શંકરે નંદી અને કામ સોંપ્યું નંદી જ્યાં જઈને ઉભો રહ્યો તેને પહેલગામ કહેવામાં આવે છે.

ત્યાંથી જ અમરનાથની યાત્રા શરૂ કરવામાં આવે છે. અહીંથી થોડા આગળ ચાલ્યા અને શિવજીને પોતાના મસ્તક પર થી ચંદ્ર ને દૂર કરી દીધા. આ જગ્યા ચંદનવાડી તરીકે ઓળખાય છે. પછી ગંગાજીને પંચતરણી માં છોડ્યા.. અને કંઠના નાગને શેષનાગ જગ્યાએ છોડ્યા.. અમરનાથની યાત્રામાં પહેલગામ પછીનું સ્થાન છે. ગણેશ ટોપ. માન્યતા છે કે આ જગ્યા ઉપર ભગવાન શંકરે શ્રી ગણેશને છોડયા હતા..

જીવનના પાંચે તત્વો ને પાછળ છોડીને ભગવાન શંકર અને પાર્વતી એ ગુફામાં પ્રવેશ કર્યો પક્ષી-પ્રાણી કોઈપણ જીવજંતુ ના પ્રવેશી શકે એટલા માટે ભગવાન શંકરે પોતાની આજુબાજુ અગ્નિની જ્વાળાઓ મૂકી..

જ્યારે પાર્વતી માતાને આ રહસ્ય કહી રહ્યા હતા ત્યારે પાર્વતીમાતા ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પરંતુ એકાએક જ ભગવાન શંકરની વાત સાંભળતા સાંભળતા પાર્વતી માતાને એકાંત જેવું લાગતા તેમને ઊંઘ આવી ગઈ. ભગવાન શંકરે પોતાની વાણી શરૂ રાખી તેનું કારણ એવું હતું જ્યારે ભગવાન શંકર વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાં કબૂતર નું કપલ ત્યાં આવીને ભગવાન શંકરની વાતો સાંભળી રહ્યો હતો આ અમરત્વની વાતો હતી.

ભગવાન શંકર જ્યારે ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે કબુતર તેમની હામાં હા કરતા હતા. કબૂતર ના અવાજ સાંભળીને તેમને લાગ્યું કે પાર્વતીમાતા હા પાડી રહ્યા છે. પરંતુ થોડા સમય પછી તેમનું ધ્યાન દેવ કે પાર્વતીમાતા તો સૂઈ ગયા છે ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો. કબૂતર એ શંકર ભગવાનને કહ્યુ કે ભગવાન તમે ગુસ્સો ના કરશો અમરત્વની વાર્તા છે જો તમે અમને મારી નાખશો તો અમરત્વની વાત ખોટી પડશે એટલા માટે ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યા કે લાખો વર્ષ સુધી તમે શંકર અને પાર્વતીના પ્રતિનિધિરૂપે અમરનાથની ગુફામાં રહીને લોકોનું માર્ગદર્શન કરશો.

એટલા માટે આજે લાખો વર્ષ પછી પણ બંને કબુતરો અમરનાથની ગુફામાં આપણને જોવા મળે છે..

હર હર ભોલે…

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here