દીકરીના બાપની બિલકુલ ઈચ્છા ન હતી બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાની પણ લગ્ન પછી રાજ એ એવું કરી બતાવ્યું જે આજની દુનિયામાં ભાગ્યએ જ કોઈ દીકરા કરતા હશે, વાંચો આખી સ્ટોરી <3

0

અજનબી હ્દય….

મયંક પટેલ…

શું ખબર પ્યાસા મૃગજળને કે રસ્તે ક્યારે વિસામો આવે

ઉગતા નાજુક હદયમાં ક્યારે અજનબી હ્દય આવે

પચ્ચીસ વર્ષની રાજવી… એક તો વિસની લાગતી હતી. તેના શરીરનું જોબન ખુબ અંગડાઈ લેતું હતું. કાળી આખો. નાજુક હોઠ , પાતળી કમર અને તેના ચહેરાને વધૂ ખીલવતી તેની ભરાવદાર છાતી. મોહીની ને પણ શળમાવતી હતી.

લગ્નના માટે કેટલાય છોકરાના માગા આવતા હતા. રાજવી એક મધ્યમ વર્ગની હતી. તેના પિતા  સવારે વહેલા ઓફિસે જતા અને રાતે પાછા આવતા કામનું ભારણ એટલું હતું કે ખુબ થાકી જતા. તે રાતે આવે ત્યારે જ રાજવી તેમની જોડે જમવા બેસતી.

આ ઉમરે રાજવી આખો દિવસ પોતાના ઘરમાં એકલી એકલી અકળામણ કરતી.  ક્યારેક ફિલ્મો જોતી. તો સિરિયલ જોઈને ટાઈમપાસ કરતી. પણ આ બધું ક્યાં સુધી… તેનું  દિલ હજુ તો નાજુક હતું. તેને જરૂર હતી હૂંફની. 

તેને એક ફેસબૂક આઈ ડી બનાવી હતી. તેમાં ક્યારેય રાજવીએ પોતાનો પીક અપલોડ કરેલો નહીં. રાજવી ખુબ સંસ્કારી હતી. કેટલાય અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિકવેષ્ટ આવેલ પણ તે અજાણ્યા લોકો થી દૂર રહેતી હતી…

એક દિવસ તેના મોબાઈલમાં એક અજાણ્યા યુવકનો મેસેજ આવેલ… લખ્યું હતું ” hiiii, r u like gajal… રાજવીએ મેસેજ જોયા અને ઓપન કર્યો. સામે એક યુવાન હતો ગઝલોનો શોખીન જીવડો. નામ હતું…. રાજ.

રાજને શાયરી અને ગઝલ  ખુબ ગમતા. જયારે રાજવીએ જવાબ આપ્યો કે ” હા” તરત એકપછી એક ઘણી શાયરી અને ગઝલો તેને મોકલી. પછી તો રોજ વાતો નો સિલસિલો ચાલુ થઈ ગયો. બન્ને જરાય નવરા પડે કે વાતો કરવા માં લાગી જાય. જેમ વાતો થતી એમ હદયમાં લાગણીઓનો પ્રવાહ પણ વધતો હતો. 

હવે તો રાજવી રોજ તેની પીક આપે અને રાજ તેના માટે ગઝલો લખે. રાજ પણ રાજવીને ખુબ પ્રેમ કરતો હતો પણ તે કહેવાનું ટાળતો. કેમ કે તે ડરતો હતો. રાજવી તેના સવાલ નો રાહ જોતી રોજ ઇન્તજાર કરતી કે આજે રાજ આઈ લવ યુ કહેશે. પણ તેની આશા ઉપર પાણી ફળી વળતું. રાજવી ના હદયમાં રાજ માટે જેટલો પ્રેમ હતો એટલો જ રાજ ને રાજવી માટે હતો.

બન્ને એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા. બસ!! કોઈ શરૂઆત કરતુ ન હતું. રાજવીને રાજ જોડે વાતો કરતા ખબર પડી ગઈ હતી કે આ પ્રપોઝ નહીં જ કરે. રાજને પણ થતું કે હું નહિ કરું અને કોઈ બીજો કરશે અને રાજવી બીજાને પ્રેમ કરશે તો ? આ સવાલ તેને સુવા દેતો નહીં.

જેમ વરસાદના મૌસમમાં સૂરજ વાદળોમાં સંતાઈ જતો હોય છે એમ રાજ દરેક પળ રાજવીની યાદોમાં રહેતો તો રાજવી પણ રાજની યાદમો આળોટતી હતી. બન્નેને શું ગમે ? શું ના ગમે ? એકબીજાની ખબર હતી.

હોળીના રંગોમાં જેમ માણસ ઉપર જુદા જુદા રંગો રેડાય ને તેનો ચહેરો બદલાઈ જાય છે. એમ અહીં ખોબે ખોબે અવનવા પ્રેમના રંગ એકબીજા ઉપર ઢોળાતા હતા.

બન્ને અલગ કોલેજમાં અભ્યાસ કરતા હતા. અમદાવાદના બન્ને જુદા જુદા ખૂણા ઉપર રહેતા હતા.પણ હવે તો મુલાકાતો કરવાની ચાલું થઈ. અઠવાડિયામાં એકવાર  મુલાકાત થતી. બન્ને ખુબ ખુશ હતા.

દીકરીનો સ્વભાવ બદલાયેલ જોઈને તેન પિતાને લાગ્યું કે કંઈક તો છે જ . તેમને પોતાની દીકરીની તપાસ કરી તેમને જોયું તો પોતાની ધારણા કરતા તે ઘણી આગળ વધી ચુકી હતી.

એક પિતા તરીકે ઈજ્જત જાય એ પહેલા જ તેમને પાળ બાંધવાનું વિચાર્યું હતું. રવિવારનો દિવસ હતો. સવારનો સમય હતો. તેમને પોતાની દીકરીને બોલાવી જોકે રાજવીને કઇ ખબર ના પડી. કેમ કે તે પોતાના પિતાને રોજ વાતો કરતી. પણ આજે એક પિતાના દિલમાં તોફાન હતું. શું કહું.. કઇ રીતે વાતની શરૂઆત કરું.. એ તેમને સમજાતું ન હતું.

થોડીજવારમાં રાજવીની માતા ચા લઈને આવી હતી. ચા ની ચૂસકી લેતા રાજવીના પિતા એ સવાલ કરી જ દીધો. ” બેટા, તારા માટે મેં એક છોકરો જોયો છે. પણ જો તને બીજે ક્યાંય ગમતું હોય તો જણાવ. તે બોલી ” પિતાજી મને થોડો સમય આપો”.

બેટીની વેદના તે સમજી ગયા. તેમને વાત ત્યાંજ અધૂરી છોડી દીધી. હવે તેમને જવાબની રાહ હતી. થોડીવાર ગપ્પાં મારીને બધા છુટા પડ્યા.

જમીને રાજવી પોતાના ઘરેથી નીકળી ગઈ. તે સીધી જ કાંકરિયા પહોચી ગઈ.

થોડીવારમા ત્યાં રાજ આવી ગયો.બન્ને કાંકરિયાના કિનારે એક બોકડા ઉપર બેઠા.રાજવીએ પોતાના ઘરે બનેલી તમામ વિગત કહી  રાજ બોલ્યો ”   હું તને મારી જીવનસંગીની બનાવવા માગું છું. ”  આ શબ્દો સાંભળીને રાજવીને આનઁદનાં આશુ આવી ગયા.

હવે તો બન્ને ખુબ ખુશ હતા. આજે તો રાજવી અને રાજ મોડે સુધી જોડે રહ્યા. સાથે ખુબ ફર્યા.

રાજ, રાજવીને તેના ઘરે મૂકી ગયો. તેના પિતાએ જોયું ત્યારે તે ધાબા ઉપર હતા. પોતાના પિતા નીચે આવે એ પહેલા જ રાજવી તેમની જોડે ગઈ અને બોલી ” પાપા, તમારા સવાલ નો જવાબ આજે મળી ગયો છે. હું રાજ જોડે લગ્ન કરવા માગું છું”.

રાજવીના પિતા ખુબ સમજદાર હતા. તે જાણતા હતા કે તેની ખુશીમાં જ મારી ખુશી છે. જો ના કહીશ અને ભાગી જશે એના કરતા મારા ઘરેથી જ આ દીકરીને વળાવીશ. તેમને પોતાની દીકરીના માથે હાથ મુક્યો ને બોલ્યા ” બેટા, તું આઝાદ છે”.

તેમને રાતે પોતાની પત્નીને બધી વાત કરી. ત્યારે તેમને કહ્યું ” ના , બીજા સમાજમાં નહીં. આપણે શું મોઢું બતાવશું લોકોને તમને જરાય ખ્યાલ છે. તમે જ એને ખોટી ચઢાવી છે.સમાજમાં કેટલાય છોકરા છે. ક્યાંક શોધો અને જલ્દી પરણાવો”.

પણ… પિતાની દીકરી માટે એક પિતા આજે ખુબ મક્કમ હતા. તેમને કહ્યું ” એક વાત કહું સાંભળ. તું ભલે ના પાડે પણ હું તેના ભવિષ્ય માટે કહું છું. તેના લગ્ન તેની પસન્દ છે રાજ તો ત્યાંજ થાય એમાં એનું સુખ છે. બસ તું તારા મનને સમજાવ”.

લગભગ એક મહિના સુધીની મહેનત પછી દીકરી અને પિતા આજે એક માં અને પત્નીનું હ્દય જીતી લીધું. અને ધામધૂમથી પોતાની દીકરીના લગ્ન પણ કરી દીધા.

લગ્નના બે વર્ષ પણ થયા ન હતા. દુઃખના ડુંગર આવી ગયા. રાજવીની માતા ખુબ બીમાર પડી. ડોક્ટર કહેતા કે ” તેમની બન્ને કિડની ખરાબ છે”.  આ સમાચાર સાંભળીને રાજવી ભાગી પડી હતી.રાજ તેને હિંમત આપતો હતો. રાજ જાણતો હતો કે તેની સાસુને તે ગમતો ન હતો. બસ પોતાની દીકરીની ખુશી માટે ન છૂટકે હા પાડેલી.

સવારે વહેલા ઉઠીને રાજ તૈયાર થઈ ગયો. તેને રાજવીને કહ્યું  ” હું થોડીજવારમાં આવું છું”. તે ફટાફટ ઘરેથી નીકળી ગયો. લગભગ બે કલાક પછી તે પાછો આવ્યો . તેને ઘરની ડોરબેલ વગાડી. તરત બારણું રાજવીએ ખોલ્યું. તેને જે દ્રશ્ય જોયું એ જોઈને તે અચંબામાં પડી ગઈ. તેની આંખોમાંથી આશુની ધારા વહેવા લાગી. તેને ઊંચા આજથી કહ્યું ” રાજ…… આ, છું ? “. 

રાજ બોલ્યો ” સાચી અમાનત”.

રાજવી તરત રાજ સાથે આવેલા તેના મમ્મી અને પાપાને અંદર બોલાવ્યા. રાજે કહ્યું ” આજ પછી અહીં જ રહેશે. તું હવે ખુબ સેવાચાકરી કર”.

રાજવી તેને ભેટી પડી બોલી ”    રાજ…. આઈ લવ યુ “.    રાજ કહેતો ” અત્યાર સુધીમાં પહેલી વાર કહ્યું તે. હું આ સાંભળવા ખુબ થનગણતો હતો”. રાજવી ” મને એમ કે કોઈ ગઝલ કે શાયરી કહેતા કહેતા પણ તું કહીશ હું તારા પ્રપોઝની રાહ જોતી એમાંને એમાં બન્નેને લાગણીઓ વધી ગઈ ભલે આપણે પ્રપોઝ ના કરેલું પણ આપણી લાગણીઓમાં ભરોશો હતો. અને આપણે તેને જાળવી રાખેલો”.

રાજ ” હવે તું સેવા કર મમ્મીની મારે કામ છે હું બહાર જઈને આવું”. રાજ ઘરેથી નીકળી ગયો. રાજવી તેના બેડરૂમમાં ગઈ ત્યાં તેની માતા હતી. તેના પિતા બાજુમાં બેઠેલા હતા. તેની માતા એ રાજવીને કહ્યું ” બેટા, એ સમયે મારી વિચારસરણી ખોટી પડી. તારું અજનબી હ્દય ખરેખર પવિત્ર છે. રાજ તને કદી દુઃખી નહિ કરે “.

મમ્મી ” તને કઈ રીતે ખબર પડી પણ !!! આ અજનબી હ્દય , ના શબ્દની. ત્યારે તેના પાપા એ કહ્યું ” દીકરી એક જ છત નીચે આપણે રહેતા હતા. તારા બદલાયેલા ચહેરામાં છુપાયેલું રાજ જાણવા હું તારી દરેક હલચલ ઉપર નજર રાખતો હતો”.

રાજવી તો શરમાઈ ગઈ. ” મેં એક દિવસ રાજનો પીછો કર્યો તને છોડીને તે નીકળી ગયો હું તેની પાછળ પાછળ ગયો તે બગીચામાં ગયો ત્યાં તેને પોતાના મિત્રને કહ્યું ” ચાલ દોસ્ત હવે જવું હોય ત્યાં . હું ફ્રી છું. રાજવી હવે રાત્રે જ વાત કરશે. તે વાત કરશે પછી હું કોઈ કામ નહિ કરું”.

પેલો દોસ્ત બોલ્યો ” અરે યાર આવો પ્રેમ ના કરાય. એવી તો ઘણી આવશે ને જશે “.

રાજ બોલ્યો ” ના દોસ્ત , હું એક એવા જીવનસાથીને શોધતો હતો એ મને રાજવીમાં દેખાય છે. મારો નંબર એને અજનબી હ્દય થી સેવ કરેલ છે. એ અજનબીને જ હું પોતાનું બનાવવા માધુ છું ને તેની જોડે જ લગ્ન કરીશ. જીન્દગીની તમામ સુખ અને દુઃખ તેની સાથે જ વિતાવવા છે”.

આ સાંભળીને રાજવીના પિતાની છાતી ધગ ધગ ફુલવા લાગી તેમેન એજ સમયે નક્કી કરેલ કે મારી દીકરીએ યોગ્ય પસન્દગી કરેલ છે.તેમને આ બધી વાત તેમની પત્નીને કરેલ ત્યારે જ તે લગ્ન માટે તૈયાર થયા હતા.

બધા એકબીજા સામે જોઈને હસવા લાગ્યા. રાજવી એ તરત પોતાના મોબાઈલમાં રાજનો નંબર ” માય હાર્ટ ” લખીને સેવ કર્યો……

રાજને જયારે આ વાતોની ખબર પડી ત્યારે તે પણ શરમાઈ ગયો.

રાજવી અને રાજે  મમ્મી જીવ્યા ત્યાં સુધી ખુબ જ સેવા કરી…

મયંક પટેલ – વદરાડ…

લેખક : મયંક પટેલ – વદરાડ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here