એક વિચાર આવતા 4 ભાઈઓએ બનાવ્યું દેશનું પહેલું લગ્ઝરીયસ હવાઈ રેસ્ટોરેન્ટ, જુઓ અંદરની આલીશાન તસ્વીરો…

0

માત્ર એક વિચાર આવ્યો અને ચાર ભાઈઓએ દેશનું પહેલું અને ખુબ જ અનોખું રેસ્ટોરેન્ટ ઉભું કરી દીધું. આ કોઈ લગ્ઝરી હોટેલથી કમ નથી, તમે ખુદ જ જોઈ લો આ આલીશાન હોટેલની તસ્વીરો.પંજાબ ના લુધિયાના માં ખોલવામાં આવેલા આ રેસ્ટોરેન્ટનું નામ હવાઈ અડ્ડો છે. તમને અહીં આવીને હવાઈ જહાજમાં બેસીને ભોજન કરવા જેવો અનુભવ થાશે. તે પોતાનામાં એક અનોખી હોટેલ માનવામાં આવે છે. તે ખુબ જ આર્થિક છે અને અહીં શુદ્ધ શાકાહારી ખોરાક મળે છે.
જણાવી દઈએ કે આ રેસ્ટોરેન્ટને કબાડ બની ચૂકેલી એયર બસ 320 માં તૈયાર કરવામાં આવ્યું છે. તેને 4 મોટા ટ્રકો માં લાદીને લુધિયાણા લાવવામાં આવ્યું અને લગભગ 4 મહિનાની મહેનત પછી તેને રેસ્ટોરેન્ટ ના રૂપમાં બદલાવી નાખવામાં આવ્યું છે. જે ઘણા એન્જીનીયર્સના હુનરનો કમાલ છે.
આ રેસ્ટોરેન્ટમાં 180 લોકો બેસી શકે છે, પણ હાલ તેમાં 70 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ રેસ્ટોરેન્ટમાં બેકરી, કૈફે અને પાર્ટી હોલ પણ છે. જ્યા સમય-સમય પર પાર્ટી માટે ભીડ જમા થતી રહે છે.   રેસ્ટોરેન્ટના માલિક પરમપ્રીત સિંહ લુથરા કહે છે કે તેનો આઈડીયો તેને મહારાજા એક્સપ્રેસ ટ્રેન ને જોઈને આવ્યો હતો, જે લગ્ઝરી ભોજન અને સફર માટે દેશભરમાં ફેમસ છે. આવું જ કઈક કરવાનું સપનું તેઓએ જોયું અને તેને હકીકત કરીને બતાવ્યું.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!