ભારતના એક એવા મંત્રી…..શાન, શક્તિ અને દબદબો છોડીને આજે પણ કરે છે ખેતી…..વાંચો સ્ટોરી

0

દેશમાં વીઆઈપી લોકશાહી પર હંમેશા મોટી ઉથલ-પાથલ થતી રહે છે. નેતાઓ ચૂંટણી જીતે છે અને જોત જોતામાં તેઓની લાઇફસ્ટાઇલ, બધું જ બદલાઈ જાતું હોય છે. પણ આ જ દેશ માં અમુક નેતા-મંત્રી એવા પણ છે, જેઓ આજે પણ પોતાની જમીન સાથે જોડાયેલા છે. એવા જ એક નેતા પોન્ડચેરી ના કૃષિ મંત્રી કમલાકનન છે. જાણકારી અનુસાર તેઓ હાલમાં જ પોતાના વિધાનસભા ક્ષેત્ર થિરુનલ્લાર માં ગયા હતા ને આ દરમિયાન તેણે પોતાના ખેતરોમાં બે કલાક સુધી કામ કર્યું હતું. સોશિયલ મીડિયા પર કમલાકનન ની આ તસ્વીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે. પોન્ડિચેરી ના રાજ્યપાલ કિરણ બેદી એ પણ તેને શેયર કરી છે. તેમણે લખ્યું કે,”અંદાજો લગાવો કે કોણ છે આ વ્યક્તિ?”જે પોન્ડિચેરી ના કૃષિ મંત્રી કમલાકનન પાણી થી ભરેલા ધાન્ય ના ખેતર માં પાવડો ચલાવી રહ્યા છે, તે એક સામાન્ય ખેડૂત ની જેમ કામ કરતા નજરમાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કમલાકનન ની પાસે કૃષિ મંત્રાલય ના સિવાય વીજળી, શિક્ષા, સૈનિક વેલફેયર અને સામુદાયિક વિકાસ મંત્રાલય પણ છે.

કોણ છે કમલાકનન:

આર કમલાકનન કોંગ્રેસ પાર્ટી ના નેતા છે અને થીરુનલ્લાર વિધાનસભા ક્ષેત્ર ના વિધાયક છે. તેઓની પાસે કૃષિ મંત્રાલય ના સિવાય વીજળી, શિક્ષા, સૈનિક વેલફેયર અને સામુદાયિક વિકાસ મંત્રાલય પણ છે. જાણકારી અનુસાર તે આગળના રવિવારે પોતાના વિધાનસભા ક્ષેત્ર માં ગયા હતા અને આ દરમિયાન તેમણે ખેતરો માં બે કલાક સુધી કામ કર્યું હતું.
કમલાકનન એ કહ્યું કે,”રાજનીતિ માં સક્રિય થયા પછી પણ હું ખેતીને સમય આપું છું. જો કે મંત્રી બન્યા પછી વ્યસ્ત દિનચર્યા ને લીધે સમય ઓછો મળી શકતો હતો’. તેમણે કહ્યું કે તે ધાન્ય ની ખેતીથી સંતુષ્ટ ન હતા જેને લીધે તેને મજબૂરી માં મંત્રાલય ના કામ થી રજા લઈને ત્યાં જાવું પડ્યું હતું. આ ધાન્ય ની ખેતી માટે ખેતર ને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું ન હતું, જેના ચાલતા ઉતપ્ન્નતા ઘટી ગઈ હતી. માટે તેમણે ખેતર ને જાતે જ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here