ચાલો આજે આદુના અગણિત ચમત્કારિક ફાયદાઓ વિશે જાણીએ

0

કેટલાક રોગો ની દવા છે આદું
જી હા મિત્રો આપણ ને થતાં ઘણા રોગો માટે ની દવા આદું છે. તે આયર્ન, કેલ્શિયમ, ક્લોરીન,અને વિટામીનો થી ભરપૂર છે. આદું નો રસ પીવા થી હ્રદય ને સંબંધિત બીમારી નથી થતી.આ ઉપરાંત કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરી ને રક્ત સંચાર ને ઠીક કરે છે. પેટ ના દર્દ, શરદી, ઉધરસ, ઉલ્ટી, તાવ તેમજ અપચા માં પણ ફાયદાકારક છે. ચાલો તો આપણે આદું ના અગણિત ફાયદાઓ વિશે જાણીએ.

આદું ના ફાયદાઓ
આદું ને આયુર્વેદ માં મહા-ઔષધિ ના રૂપ માં માનવા માં આવે છે. અને ઘણી વૈજ્ઞાનિક શોધો પણ આ વાત નો પુરાવો આપે છે. આદું ની અંદર શરીર ને આવશ્યક બધા જ પ્રકાર ના પોષક તત્વ રહેલા છે. તાજા આદું ની અંદર કરબો હાઈડ્રેટ પ્રાપ્ત થાય છે. આદું ને સૂકવી અને તાજા હોય ત્યારે એમ બંને રીતે પ્રયોગ કરી શકાય છે. આદું ની અંદર મજબૂત એન્ટિ વાઇરલ પણ છે. હવે આપણે આદું વિશે વિસ્તૃત થી જાણીશું.

ચામડી માટે
આદું ખાવા થી આપણી ત્વચા એકદમ આકર્ષિત અને ચમકદાર બને છે. રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી ની સાથે આદું નો એક ટુકડો ખાવો. આ પ્રયોગ થી તમારી ત્વચા માં સુંદરતા આવશે અને તમે જવાન લાગશો.

ઉધરસ માટે
જો ઉધરસ હોય તો તેના માટે આદું સૌથી વધુ ફાયદાકારક છે. ઉધરસ હોય ત્યારે આદું ના એક નાના ટુકડા ની બરાબર સમાન માત્ર માં મધ લઈ ગરમ કરી દિવસ માં બે વખત તેનું સેવન કરો. આના થી ઉધરસ આવતી બંધ થઈ જશે અને ગળા માં રહેલો કફ દૂર થઈ જશે.

ભૂખ ની ઉણપ હોય
જો તમને ભૂખ ના લાગતી હોય તો અથવા તેમાં તકલીફ થતી હોય તો આદું નું નિયમિત સેવન કરવા થી ભૂખ ના લાગવા ની સમસ્યા નું સમાધાન આવી જશે. આદું ને ઝીણું સમારી ને, થોડુક મીઠું નાખી દિવસ માં એક વખત એમ સતત આઠ દિવસ સુધી આ પ્રયોગ કરવો. આના થી પેટ સાફ થશે અને ભૂખ પણ લાગશે.

પાચન માટે
પેટ અને કબજીયાત ની જો તકલીફ રહેતી હોય તો તેના માટે આદું સૌથી અસર કારક ઉપાય છે. આદું ને અજવાઈન અને લીંબુ ના રસ ની સાથે થોડું મીઠું ભેળવી ને ખાઓ. જેનાથી પેટ માં થતો દુખાવો ઠીક થઈ જશે અને ખાટા-મીઠા ઓડકાર આવતા પણ બંધ થઈ જશે.

ઉલ્ટી માટે
જો તમને વારંવાર ઉલ્ટી થતી હોય અને બંધ થતી ના હોય તો આદું ને ડુંગળી ના રસ ની સાથે ભેળવી બે ચમચી પીવો. જેનાથી ઉલ્ટી કે ઉબકા આવતા બંધ થઈ જશે.

શરદી અને તાવ માટે
શરદી અને તાવ માં આદું ખૂબ જ ફાયદા કારક છે. શરદી હોય ત્યારે આદું નાખેલી ચા પીવા થી ખૂબ જ ફાયદો થાય છે. આ ઉપરાંત આદું ના રસ ને મધ સાથે થોડું ગરમ કરી પીવા થી પણ શરદી અને તાવ માં ફાયદો થાય છે.

કેન્સર માટે
આદું ની અંદર કોલેસ્ટ્રોલ ના સ્તર ને ઓછું કરવા માં, લોહી ને જામાતા રોકવા માં, તેમજ એન્ટિ ફંગલ અને કેન્સર ને પ્રતિ લડવા ના ગુણ પણ રહેલા છે.

અન્ય રોગો માટે
આદું નો દવા ના રૂપ માં પણ પ્રયોગ કરવા માં આવે છે. આદું નું સેવન કરવા થી સાંધા, ઢીંચણ, અર્થરાઈટિસ, સાઈટિકા, ગળા અને કરોડરજ્જુ ના અનેક રોગો ના ઈલાજ માટે કરવા માં આવે છે. આદું મહિલાઓ માં માસિક ધર્મ ની અનિયમિતતા ને દૂર કરવા માં પણ મદદ કરે છે.

આદું ના અન્ય ફાયદાઓ

  • આદું ખાવા થી મોઢા ના હાનિકારક બેક્ટરીયા નષ્ટ થઈ જાય છે.
  • આદું કોલેસ્ટ્રોલ ને પણ કંટ્રોલ માં રાખે છે જેનાથી લોહી નું સંચાર વ્યવસ્થિત રહે છે.
  • આદું નું સેવન કરવા થી શરીર માં લોહી જામતું નથી.
  • આદું નો રસ અને પાણી બંને સમાન માત્રા માં પીવા થી હ્રદય ને સંબંધિત બીમારી થતી નથી.

 

સલાહ
આદું એ ગરમ વસ્તુ છે. એટલે કે આદું ની પ્રકૃતિ ગરમ છે. આથી જે લોકો ને ગરમી માં ગરમ પ્રકૃતિ નું ભોજન પચતું ના હોય તેમણે આદું ખાવું નહીં. કુષ્ઠ, કમળો, રક્તપિત્ત, તાવ, શરીર માંથી રક્સ્ત્રાવ ની સ્થિતિ, મૂત્રકૃચ્છ , જલન જેવા રોગો માં આદું નું સેવન કરવું નહીં. લોહી ની ઉલ્ટી થતી હોય અને ગરમી ની મૌસમ માં આદું નું સેવન કરવું નહીં. અને જો આવશ્યકતા હોય તો ખૂબ ઓછી માત્રા માં સેવન કરવું.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here