આમલીના આ 7 ફાયદા જાણીને તમે હેરાન રહી જશો !!! ફાયદાકારક માહિતી વાંચો

0

તમે તમારા બાળપણમાં ખાટી ખાટી આમલી તો ખૂબ ખાધી હશે. અને હજી પણ ખાઈ જ શકો છો, પણ શું તમને તેમાંથી મળતા ફાયદા વિશે ખબર છે?

આમલી ખાવાથી એટલાં બધા લાભો થાય છે કે એ જાણીને તમે માની પણ શકતા નથી. કે શું સાચ્ચે આટલા બધા લાભો ને ફાયદા થતાં હશે ? એવો વિચાર જરૂર આવશે. તો આજે જાણો આમલી ખાવાથી થતાં 7 મોટા ફાયદાઓ.

1. સ્થૂળતા દૂર કરે :

આમલી ખાઈને તમે તમારી સ્થૂળતા દૂર કરી શકો છો. આમલીમાં હાઇડ્રોકોર્ટિક એસિડ રહેલો હોય છે જે ધીમે ધીમે તમારા શરીરમાં બનતી ચરબીને ધીરે ધીરે ઓછી કરે છે. એ ઉપરાંત આમલી ઓવરઇટિંગને પણ બચાવે છે. જેનાથી વધારો થવાનો કોઈ જોખમ નથી.

2. ડાયાબિટીસ નિયંત્રણ મદદરૂપ છે:

ડાયાબિટીશના દર્દીઓ માટે આમલી ખૂબ લાભદાયી છે, તે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત તે કાર્બોહાઇડ્રેટ્સને શરીરમાં શોષી લેવાની ક્રિયાને અટકાવે છે, જેના કારણે વધતાં સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે એક નાનો ગ્લાસ આમલીનો રસ પીવાથી તે ફાયદાકારક સાબિત થશે

3. કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક છે:જો તમે કેન્સર જેવી બીમારીથી બચવા માંગતા હોય તો તમે આમલીને ખાવાનું શરૂ કરી જ દો. આમલીમાં, એન્ટીઑકિસડન્ટ તત્વો વિપુલ પ્રમાણમાં રહેલા છે અને ટેટ્રીક એસિડની પણ હાજરી છે. જેના કારણે તે કેન્સરની કોશિકાઓને વધતી જતી અટકાવે છે.

4. બ્લડ પ્રેશર પણ નિયંત્રિત કરે છે:આમલીમાં આયર્ન અને પોટેશિયમ જેવા તત્વો હોવાથી, તે લોહીના દબાણને નિયંત્રણમાં રખવાનું કામ કરશે. તેમજ તે લાલ રક્તકણ બનાવવામાં પણ મદદ કરે છે.

5. વીંછીના ડંખમાં રાહત :

જો કોઈ વ્યક્તિને વીંછીએ ડંખ આપ્યો હોય તો તે સમયે આમલીનો ઉપયોગ કરી શકાય છે. જે જગ્યા પર વીંછીએ ડંખ માર્યો હોય એ જગ્યા પર આમલીના બે ટુકડા કાપીને મૂકો, જે ફાયદાકારક રહેશે.

6 . રોગપ્રતિકારક તંત્રમાં સુધારો લાવે છે : જો તમારી ઇમ્યુનાઇઝેશન ખૂબ જ નબળી છે અને તમે કંઇપણ કામ કરવાથી થાક અનુભવો છો અથવા તમે ઝડપથી બીમાર પડી જાવ છો, તો તમારે આમલીને જરૂર ખાવી જોઈએ. આમલીમાં વિટામિન સી અને એન્ટિ ઓક્સિડન્ટ્સ છે જે રોગપ્રતિકારક સિસ્ટમમાં સુધારો કરે છે.

7. લૂ સામે રક્ષણ આપે છે:

ઉનાળામાં વારંવાર લૂ લાગવાથી સ્વાસ્થ્ય વધુ ખરાબ થઈ જાય છે. લૂ લાગવા સામે રક્ષણ મેળવવા માટે આમલી ખૂબ જ ફાયદાકારક છે. એક ગ્લાસ પાણીમાં 25 ગ્રામ આમલીને પલાળીને એનું પાણી પીવાથી લૂ નથી લગતી. એ ઉપરાંત આમલીના પલ્પને પગના તળિયે લાગવાવાથી લુની અસર પૂરી થાય છે.
કોઈપણ ઉપાય કરતાં પહેલાં ડૉકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here