આજે પણ જીવે છે ભગવાન શ્રીરામના વંશજ અને એમની પાસે છે અરબોની સંપત્તિ…..જુવો તસવીરો

0

તમને એ જાણીને હેરાની લાગશે કે ભગવાન રામના વંશજ આજે પણ જીવિત છે. અયોધ્યામાં જન્મેલા રામનો ઇતિહાસ દરેક કોઈ જાણે જ છે. પણ એ વાત કદાચ જ કોઈને જાણ હશે કે સદીઓ પછી પણ ભગવાન રામના વંશજ આજે પણ આલીશાન જીવન જીવી રહ્યા છે. આપણે ભગવાન શ્રીરામ વિશે બધુ જાણીએ છીએ, પરંતુ કેટલીક વાતો એવી છે જેને આપણે ભૂલી ગયા છીએ. મહારાજ દશરથના ચાર પુત્રો હતા. જેમાં એમના વંશજ એટલે કે ભારતીય સંસ્કૃતિમાં એમનું સર્વપ્રથમ રાજઘરાના માનવામાં આવે છે. આજે અમે આપને ભગવાન શ્રીરામના વંશજ વિશે જણાવીશું, જેઓ ભારતમાં જ રહે છે.

રામાયણ ના અનુસાર, રામજી એ પોતાની સૌતેલી માં ના વચન ને લીધે 14 વર્ષો સુધી નો વનવાસ કાપવો પડ્યો હતો. 14 વર્ષ ના વનવાસ અને રાવણ નું વધ કર્યા પછી ભગવાન રામ અયોધ્યા પાછા આવી ગયા અને ત્યાંના રાજા બન્યા. પણ તેના પછીની કહાની કદાચ જ કોઈ જાણતા હશે. આ વચ્ચે એક રાજાશાહી પરિવારે ખુદ ભગવાન રામ ના વંશજ હોવાનો ખુલાસો કર્યો છે.

ભગવાન શ્રીરામે અયોધ્યાની ધરતી પર રાજ કર્યું અને બાદમાં કેટલાય મોટા મોટા રાજાઓએ ત્યાં રાજ કર્યું. હવે ભગવાન શ્રીરામના વંશજોએ અયોધ્યા પર રાજ કર્યું અને અત્યારે તેમના વંશજો જયપુર રાજઘરાનામાં છે.

શું આજે પણ જીવિત છે ભગવાન રામ ના વંશજો:

ત્યારબાદ ઘણા એવા રાજા થયા જેઓ પોતાના ઠાઠ માઠ માટે જાણીતા છે અને અત્યારે પણ કેટલાક લોકો છે જે એમને રાજા માને છે અને એક આવા જ એક જયપુરના રાજઘરાના છે. એમને એક અંગ્રેજી ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પોતે ભગવાન શ્રીરામના વંશજ છે, આવું જયપુરના મહારાણી પદ્મિની દેવીનું કહેવું છે.અત્યારે મહારાણી પદ્મિની દેવી શહેરમાં થતા નાના-મોટા પ્રોગ્રામમાં ગેસ્ટ બનીને જાય છે અને એમની મોટી દીકરી દિયા કુમારી સવાઈ માધોપુરથી એમ.એલ.એ નું પદ સંભાળે છે. આપણે બધા જાણીએ છીએ એ 15 ઓગસ્ટ 1947 ના રોજ દેશ ને અંગ્રેજોથી આઝાદી મળતા જ રાજાશાહી પરંપરા ખતમ થઇ ગઈ હતી. પણ, તેના છતાં પણ આજે પણ દેશમાં ઘણા રાજપરિવારો રહે છે.

મહારાની પદ્મિની દેવી એ કર્યો રામ ના વંશજ હોવાનો ખુલાસો:ભગવાન રામ ના વંશજો આજે પણ જીવિત છે તેનો ખુલાસો આગળના દિસવોમાં જયપુર ની મહારાની પદ્મિની દેવી એ આપેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે જે કંઈપણ કહ્યું તેને લીધે આજે તેની ખુબ ચર્ચાઓ થઇ રહી છે.

ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે તેનો પરિવાર ભગવાન શ્રીરામ ના દીકરા કુશના પરિવાર ના વંશજો છે. રાણી પદ્મિની ના આધારે, તેના પતિ ભવાની સિંહ કુશ ના 309 માં વંશજ છે.

શું છે આ રાજપરિવાર નો ઇતિહાસ:આ રાજપરિવાર ના ઇતિહાસ વિશે જણાવીએ તો 21 ઓગસ્ટ 1912 ના રોજ જન્મેલા મહારાજા માનસિંહ એ ત્રણ લગ્ન કર્યા હતા. માનસિંહ ની પહેલી પત્ની નું નામ મરુધર કંવર, બીજી પત્ની નું નામ કિશોર કંવર અને ત્રીજી પત્ની નું નામ ગાયત્રી દેવી હતું.

મહારાજા માનસિંહ અને તેની પહેલી પત્ની મરુધર કંવર ના દીકરા નું નામ ભવાની સિંહ હતું. ભવાની સિંહ ના લગ્ન રાજકુમારી પદ્મિની સાથે થયા હતા. મહારાની પદ્મિની એ જ એ ખુલાસો કર્યો કે તેનો પરિવાર ભગવાન રામ ના વંશજ છે.

અરબો ની સંપત્તિ ના માલિક છે આ રાજપરિવાર:

આ પરિવાર અરબો ની સંપત્તિ ના માલિક છે, જો કે મહારાજા ભવાની સિંહ અને તેની પત્ની પદ્મિની નો કોઈ દીકરો નથી. બંને ની એક દીકરી છે જેનું નામ દિયા છે. દિયા ના લગ્ન નરેન્દ્ર સિંહ ની સાથે થયેલા છે અને દિયા બીજેપી ની નેતા છે. દિયાનો કોઈ ભાઈ કે આ રાજપરિવાર નો કોઈ વારસદાર ન હોવાને લીધે મહારાજા ભવાનીસિંહ એ દિયા ના દીકરાઓને એડોપ્ટ કરેલા છે. દિયાના મોટા દીકરા નું નામ પદ્મનાભ સિંહ અને નાના દીકરાનું નામ લક્ષ્યરાજ સિંહ છે. હવે આ રાજપરિવાર ના બે વારસાદર છે. જણાવી દઈએ કે આ રાજપરિવાર નો સંબંધ મોટા મોટા બૉલીવુડ સ્ટાર્સ સાથે પણ છે. મોટાભાગે મહારાની ને મળવા માટે મોટા મોટા સ્ટાર્સ આવતા રહે છે.

દીપિકા પાદુકોણ સાથે તસ્વીર 

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here