આ 3 કામ કરવાથી વ્યક્તિની થાય છે અકાળ મૃત્યુ, કારણ જાણી લે જો, નહીતર પસ્તાશો !!!

0

જેનો જન્મ થયો છે તેને કોઈને કોઈ દિવસ તો મરણ નિશ્ચિંત જ છે. અને આ એક સાર્વભોમ સત્ય છે. મૃત્યુ આવવાના કારણ ઘણા હશે. પરંતુ મૃત્યુ પામવાના બે જ રસ્તા છે એક કુદરતી મૃત્યુ અને બીજું અચાનક મૃત્યુ થયું એમ કહેવામાં આવે છે. પોતાની ઉંમર પાસ કર્યા પછી જે મૃત્યુ આવે તેને કુદરતી મૃત્યુ કહેવાય છે. પરંતુ અચાનક મૃત્યુને આકસ્મિક મૃત્યુ કહેવામાં આવે છે.

આજે અમે તમને કેટલાક એવા કારણો કહી રહ્યા છીએ જે આકસ્મિક મૃત્યુનું કારણ બને છે. શાસ્ત્ર અનુસાર, એવા કેટલાક કાર્ય છે જે સમય કરવાથી સમય પહેલાં કોઈ પણ ક્ષણે આકસ્મિક મૃત્યુ થઈ શકે છે. તો ચાલો આજે આપણે જ્યોતિષવિદ્યા ના એવા કેટલાક ઉપાયો વિષે જાણીશું જે ન કરવાથી આકસ્મિક મૃત્યુને ટાળી શકાય છે. અને ખુશીથી પોતાનું જીવન જીવી શકે છે.

સારૂ જીવન અને પૂર્ણ આયુ માટે માનસિક અને શારિરીક રીતે સ્વસ્થ હોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તંદુરસ્ત શરીર અને માનસિક શાંતિ મનુષ્યને દીર્ધાયુષ્ય આપે છે. વળી વૃદ્ધ અને વડીલ વ્યક્તિને માન આપવાથી તે વ્યક્તિને દીર્ધાયુષ્ય આપે છે.

તમે નોંધ્યું હશે કે જ્યારે આપણે કોઈનું સન્માન કરીએ છીએ, ત્યારે હંમેશાં આશીર્વાદ મળતા હોય છે. આ આશીર્વાદ આપણને શારીરિક અને માનસિક રૂપે મજબૂત બનાવે છે.

શાસ્ત્રો અનુસાર જે લોકો વડીલોનો અનાદર કરશે અથવા અપમાન કરશે તો તે વ્યક્તિને ખૂબ જ થોડા સમયમાં ભૌતિક અને માનસિક ક્ષતિ થાય છે, અને છેલ્લે, આવા લોકોનું મૃત્યુ અકાળે થતું હોય છે.

મનુષ્ય પોતે જ પોતાનો દોસ્ત અને દુશ્મન હોય છે, જેથી એવા લોકો જે પોતાના વડીલો અથવા તેમના ગુરૂજનોનો આદર નથી કરતાં એ લોકોજલ્દી જ પોતાના મૃત્યુને પ્રાપ્ત કરે છે.

વધુમાં જણાવીએ તો વ્યક્તિના વિચારોમાં જ તેનું ભવિષ્ય રહેલું હોય છે. દરેકનું જીવન એવું જ વીતે છે જેવુ તે વિચારે છે, કારણ કે કોઈ વ્યક્તિ તેનું જીવન બીજાના કહેવા મુજબ નથી જીવી શકતો. માટે જીવન જીવવા માટે આંતરિક સૂઝ બૂઝ હોવી જરૂરી છે.

તમને એ પણ જણાવી દઈએ કે જે લોકો વિદ્વાનો અને સંતો સાથે દુર્વ્યવહાર કરે છે. તેમનું મૃત્યુ પણ અકાળે થતું હોય છે. પોતાનાથી મોટા અને જ્ઞાની લોકોનો આદર કરવો જોઈએ. તેમની સાથે અનાદર કરવાથી વ્યક્તિનું જીવન શ્રાપિત બને છે. અને તેના કારણે કાં’ તો તે વ્યક્તિ અકાળે મૃત્યુ પામે છે અથવા તેના જીવનમાં મૃત્યુ તુલ્ય કષ્ટ પડે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here