સામાન્ય લોકો તો પોતાની જરૂરિયાત ના હિસાબે જાતે જ બજારમાં જઈને ખરીદી કરતા હોય છે પણ કોઈ મોટા બિઝનેસમૈન, નેતા કે પછી કોઈ મોટા ફિલ્મ સ્ટાર ખીરદારી કરતા ખુબ ઓછા જોવા મળતા હોય છે. મોટા શોપિંગ મોલમાં જોવા મળે એ તો અલગ વાત છે પણ તેઓને શાકભાજી ની લારી પર ખરીદારી કરતા જોવું થોડું વિચિત્ર લાગે છે.
જયારે આ અભિનેત્રીને શાકભાજી ની લારી પર ભાવ તાલ કરતા જોવામાં આવી તો બધા ચોંકી જ ગયા હતા. અમે અહીં વાત કરી રહ્યા છીએ અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ ની.
સ્લિમ ટ્રિમ નજરમાં આવતી ઇલિયાના નો લુક એકદમ બદલાઈગયો છે. ક્યૂટ ઇલિયાના ઘણા લાંબા સમય પછી કેમેરા માં કૈદ થઇ છે.ઇલિયાના ને ખુબ જ સામાન્ય એવા અંદાજ માં શાકભાજી ખરીદતી જોવામાં આવી હતી. તે લારીવાળા પાસે ભાવ તાલ કરી રહી હતી. જો કે આ લારી વાળો પણ તેને ઓળખી શક્યો ન હતો તે કોઈ સેલિબ્રિટી છે.
હદ તો ત્યારે થઇ કે જયારે મીડિયા વાળા ત્યાં આવી ગયા છતાં પણ તેની કોઈ અસર ઇલિયાના પર ના પડી અને તે ભાવ તાલ કરતી રહી હતી.
ઇલિયાના ને પોતાના એકદમ સિમ્પલ અને ક્યૂટ અભિનય માટે જાણવામાં આવે છે. તેમણે વર્ષ 2006 માં ફિલ્મ દેવદાસું થી પોતાના કેરિયર ની શરૂઆત કરી હતી, જયારે તેમણે 2012 માં આવેલી ફિલ્મ બર્ફી દ્વારા બૉલીવુડ માં એન્ટ્રી લીધી હતી.ઇલિયાના એ લાંબા સમય સુધી ડિપ્રેશન ને પણ સહન કર્યું છે. જેને લીધે તેણે સ્યુસાઇડ કરવાની પણ કોશિશ કરી હતી.
આ સિવાય તે ડિસ્મોર્ફિયા જેવી ગંભીર બીમારી ની પણ શિકાર છે. એક ઇન્ટરવ્યૂ માં તેણે જણાવ્યું હતું કે તે આગળના 15 વર્ષોથી આ રોગથી ગ્રસિત છે. આ બીમારી માં શરીરના અંગો વધુ પડતા જ વધવા લાગે છે.
આજ કારણ છે કે ઇલિયાના મોટાભાગે ઢીલા કપડા માં નજરમાં આવે છે. જાણકારી એ પણ છે કે એક ફિલ્મના રોલ માટે તે પોતાનો વજન વધારી રહી છે.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
