છેલ્લા દિવસોમાં આ અભિનેતા ને યાદ કરતા કરતા મૃત્યુ પામ્યા કાદરખાન, દીકરાએ જણાવી પૂરી બાબત….

0

31 ડિસેમ્બર ની સાંજે 6 વાગે ફેમસ અભિનેતા, કોમેડિયન અને ડાઈલોગ રાઇટર કાદરખાન નું નિધન થઇ ગયું હતું. તેમણે બૉલીવુડ ફિલ્મોમાં અલગ અલગ કિરદારો નિભાવેલ છે. 90 ના દશકમાં કાદરખાન નો જાદુ ખુબ જ ચાલતો હતો. તે સમયે ગોવિંદા અને કાદરખાન ની જોડી પણ ખુબ જ ફેમસ થઇ હતી. વર્ષનો પહેલો જ દિવસ બૉલીવુડ જગત ની સાથે-સાથે પુરા દેશવાસીઓને જટકો આપતો ગયો. વર્ષના પહેલા જ દિવસે એવા ખરાબ સમાચાર સાંભળવા મળ્યા કે દુઃખના વાદળો છવાઈ ગયા હતા. બીમારીને લીધે કાદરખાન ને કેનેડાની હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે કાદરખાન 81 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
મગજે કામ કરવાનું કરી દીધું હતું બંધ:જણાવી દઈએ કે અમુક દિવસો પહેલા તેની હાલત બગડી ગઈ હતી જેને લીધે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ સિવાય પ્રોગ્રેસિવ સુપ્રાનુક્લીયર પાલ્સી ડિસઓર્ડર ને લીધે તેના મગજે કામ કરવાનું પણ બંધ કરી દીધું હતું. જણાવી દઈએ કે પ્રોગ્રેસિવ સુપ્રાનુક્લીયર પાલ્સી ડિસઓર્ડર એક અસામાન્ય મસ્તિષ્ક બીમારી છે જે શરીર ની ગતિ, શરીર નું સંતુલન, બોલવામાં, ખોરાક ગળે ઉતારવામાં, જોવામાં, મનોદશા અને વ્યવહાર ની સાથે વિચારો ને પણ પ્રભાવિત કરે છે.
અંતિમ સંસ્કારમાં ન પહોંચ્યા એક પણ કિરદારો:બુધવારની રાતે કાદરખાન નું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો તેના પાર્થિવ શરીર ને મસ્જિદ લઇ જાવામાં આવ્યા જેના પછી તેને દફનાવવામાં આવ્યા હતા, ખુબ દુઃખ ની વાત છે કે આટલા વર્ષ બૉલીવુડ માં વિતાવ્યા પછી તેના અંતિમ સંસ્કાર માં બૉલીવુડ થી એક પણ સિતારાઓ પહોંચ્યા ન હતા. આ એક જ વાત હતી જે કાદરખાન ને ખુબ જ હેરાન કરતી હતી. તે વાત પર કાદરખાન ખુબ જ દુઃખી રહેતા હતા કે તેનો હાલ ચાલ જાણવા માટે બૉલીવુડ થી કોઈ તેને મળવા પણ આવ્યું ન હતું. મળવાનું તો છોડો પણ તેને કોઈ ફોન કરવાની પણ જરૂર સમજી ન હતી.
આ અભિનેતા ને ખુબ જ યાદ કરતા હતા:કાદરખાન ના દીકરા સરફરાજ ને આ બાબત વિષે પૂછવા પર જણાવ્યું કે,”આ ખુબ જ દુઃખની વાત છે કે કાદરખાન ના નું મૃત્યુ પછી ઈન્ડસ્ટ્રીમાંથી લોકોએ તેને ફોન પણ કરવાની જરૂર સમજી ન હતી. ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે, જે પિતા કાદરખાન ના ખુબ જ નજીક હતા. પણ પિતા જેને ખુબ દિલથી પ્રેમ કરતા હતા અને હંમેશા યાદ કરતા હતા તે અમિતાબ બચ્ચન હતા.  હું જયારે પિતા ને પુછતો કે તે ઈન્ડસ્ટ્રીમાંથી સૌથી વધારે કોને યાદ કરે છે તો તેના જીભ પર એક જ નામ રહેતું હતું ”અમિતાભ બચ્ચન જી”. હું એ કહેવા માગું છું કે પિતા કાદરખાન અમિતાભ જી ને પોતાના જીવનનના છેલ્લા સમય સુધી યાદ કરતા હતા”.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here