આ 5 મંદિરો ની પાસે છે કરોડો ની સંપત્તિ….ક્યાં મંદિર પાસે છે કેટલા કરોડ ?

દેશમાં અમુક એવા મંદિરો છે, જ્યા દરેક વર્ષ ભક્તો દાન સ્વરૂપે લાખો રૂપિયાનો ચઢાવો કરે છે. જેમાં વારાણસી નું કાશી વિશ્વનાથ મંદિર, ચિત્તૂર નું તિરુપતિ બાલાજી મંદિર, જમ્મુ-કાશ્મીર નું વૈષ્ણો દેવી મંદિર, શિરડી સાઈબાબા મંદિર વગેરે જેવા મંદિરો નો સમાવેશ થાય છે.

1. તિરુપતિ બાલાજી નું મંદિર આંધ્રપ્રદેશ ના ચિત્તૂર જિલ્લા માં સ્થિત છે. તિરુપતિ મંદિર માં ભગવાન વેંકટશ્વર નિવાસ કરે છે. ભગવાન વેંકટશ્વરને ભગવાન વિષ્ણુ નો અવતાર માનવામાં આવે છે. આ મંદિર ની સંપત્તિ લગભગ 50,000 કરોડ રૂપિયા ની છે.2. ઓડિશા નું પ્રસિદ્ધ જગન્નાથ મંદિર પુરીમાં સ્થિત છે. આ મંદિર ભગવાન જગન્નાથ(શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે. આ મંદિર ને ચાર ધામ માં થી એક ગણવામાં આવે છે. આ મંદિર પણ દેશના અમીર મંદિરો માં ગણવામા આવે છે. આ મંદિર ની સંપત્તિ પણ કરોડો માં ગણાવામાં આવી રહી છે.3. શિરડી નું સાઈ બાબા નું મંદિર ભારતના સૌથી અમીર મંદિરો માનું એક છે. આ મંદિર ની સંપત્તિ અને આય બંને કરોડો રૂપિયામાં છે. મંદિર ની પાસે લગભગ 32 કરોડ ના ચાંદી ના આભૂષણો છે. તેના સિવાય 6 લાખ કિંમત ના ચાંદી ના સિક્કા પણ છે. શિરડી સાઈ બાબા મંદિર માં દરેક વર્ષ લગભગ 350 કરોડ રૂપિયા દાન કરવામાં આવે છે.4. મુંબઈ નું સિદ્ધિ વિનાયક મંદિર ગણેશ જી નું સૌથી ચર્ચિત મંદિર છે. સિદ્ધિ વિનાયક મંદિર ભારતના અમીર મંદિરો માનું એક માનવામાં આવે છે. આ મંદિર ને 3.7 કિલોગ્રામ સોનાથી કોટ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે કલકતા ના એક વ્યાપારી એ તેના માટે ગુપ્ત દાન કર્યું હતું.5. જમ્મુ-કાશ્મીર નું વૈષ્ણો દેવી મંદિર એક પવિત્ર તીર્થસ્થળ છે. આ મંદિર ત્રિકુટા પર્વત ના કટરા નામની જગ્યા પર 1700 મિટરની ઊંચાઈ પર સ્થિત છે. આ મંદિર નું મુખ્ય આકર્ષણ છે ગુફામા રાખેલી ત્રણ પિંડ. માં વૈષ્ણોદેવી ના ભક્તો દ્વારા તેના દર્શન કરવામાં આવે છે. અહીં દરેક વર્ષ ભક્તો દ્વારા લગભગ 500 કરોડ રૂપિયા દાન કરવામાં આવે છે.6. વારાણસીનું કાશી વિશ્વનાથ મંદિર 12 જ્યોતિર્લિંગ માનું એક માનવામાં આવે છે. આ મંદિર ઉત્તર પ્રદેશ ના વારાણસી માં સ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિર ના હિંદુ ધર્મમાં વિશિષ્ટ સ્થાન છે. મહારાજા રંજીત સિંહ દ્વારા વર્ષ 1853 માં આ મંદિર પર 1000 કિલોગ્રામ સોનાનું પત્ર ચઢાવામા આવ્યું હતું. આ મંદિર પણ ભારતના અમીર મંદિરો માનું એક ગણવામાં આવે છે. અહીં પણ ભક્તો દ્વારા દરેક વર્ષ કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે.Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!