આ 5 અભિનેત્રીઓ ફિલ્મોમાં દેખાય છે ખુબસુંદર પણ અસલમાં દેખાય છે આવી રવિના ને તમે આવી નહિ જોઈ હોય

0

યુવતી કોઈપણ હોય તેની માટે પોતાની સુંદરતા એ સૌથી વધુ મહત્વ ધરાવતી હોય છે. અરે આમ કોઈને પૂછીએ કે તમે સુંદર દેખાવા માંગો છો તો કોઈ એવું નહિ હોય જે ના કહેશે, બધાને સુંદર દેખાવું ગમતું હોય છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી. બોલીવુડમાં પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જે સુંદર દેખાવા માટે અનેક અલગ અલગ પ્રકારની સર્જરી કરાવતી હોય છે. બીજી એવી ઘણી અભિનેત્રીઓ છે જે પોતે સુંદર દેખાવા માટે ઢગલો મેકઅપ કરતી હોય છે. ચહેરા પર એટલા બધા ડાઘ અને ખીલ જેવા નિશાન હોય છે કે એને છુપાવવા માટે તેઓને આવું કરવું પડતું હોય છે. અમુક અભિનેત્રીઓ તો એવી છે જે પોતાની વધેલી ઉંમરને ઓછી દેખાડવા માટે પણ મેકઅપનો સહારો લેતી હોય છે. જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોઈ લેશો તો તમને તેમની સાચી ઉંમર દેખાઈ આવશે. વધેલી ઉંમરની અભિનેત્રીઓ મેકઅપ કરે છે પછી યુવાન અને નાની ઉંમરની અભિનેત્રીઓને પણ ટક્કર મારે એવી લગતી હોય છે. આજે અમે તમને એવી 5 અભિનેત્રીઓ વિષે જણાવીશું જે પોતાના અસલી જીવનમાં તો બહુ જ ઘરડી થઇ ગઈ છે પણ તમે તેમને મેકઅપ સાથે જોશો તો તેઓ જવાન અને સુંદર લાગશે.

માધુરી દીક્ષિત :

બોલીવુડની ધક ધક ગર્લ અત્યારે ટીવી પર ઘણા બધા શોમાં જજ તરીકે તમે જોતા હશો તેમાં તે સુંદર અને યુવાન દેખાતી હશે પણ હકીકતમાં તે ઘણી ઘરડી થઇ ગઈ છે. જો તમે માધુરીને મેકઅપ વગર જોઈ લેશો તો તમે તેને ઓળખી પણ નહિ શકો. ૫૧ વર્ષની માધુરીએ વર્ષ ૧૯૯૯માં અમેરિકામાં એક સર્જન ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા.

તબ્બુ :

તબ્બુ એ બોલીવુડની જાણીતી અને ફેમસ અભિનેત્રી છે. તેમની એક્ટિંગના ઘણા બધા લોકો ફેન છે. તેમની ગણતરી બોલીવુડની સૌથી સશક્ત અભિનેત્રીઓમાં થાય છે. તબ્બુએ પોતાની ફિલ્મી સફર ૧૯૮૫માં આવેલી ફિલ્મ હમ નૌજવાન થી કરી હતી. ૪૬ વર્ષની તબ્બુ મેકઅપ વગર ઉમર દેખાઈ આવે છે.

રેખા :

આ વાત તો તમે પણ માનતા જ હશો કે રેખા એ પોતાના જમાનાની સૌથી સુંદર અભિનેત્રી હતી. આજે તેમની ઉમર ૬૩ વર્ષની છે પણ તેઓ આજે કોઈપણ અભિનેત્રીને ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે. આજે તેમની સુંદરતાના દિવાના ભારતના યુવાનો પણ છે. પણ જો તમે રેખાને મેકઅપ વગર જોશો તો તેમની ઉંમરનો ખ્યાલ આવી જશે. તેમની સુંદરતા માટે મેકઅપનો બહુ મોટો હાથ છે.

રવિના ટંડન :

મસ્ત મસ્ત ગર્લ રવિનાએ વર્ષ ૨૦૦૪માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. ૪૩ વર્ષની રવિના આજે પણ ફિલ્મોમાં અને ટીવીમાં સુંદર દેખાય છે તેની હમણાં જ આવેલી ફિલ્મ માતૃ માં પણ તે બહુ સુંદર દેખાઈ રહી હતી. પણ મેકઅપ વગર તેની ઉંમરનો અંદાજ તમે જોઇને જ લગાવી શકશો.

કરિશ્મા કપૂર :

કરિશ્મા કપૂર એ ૯૦ના દશકની સૌથી મશહુર અભિનેત્રી હતી. તેની પહેલી ફિલ્મ પ્રેમ કેદી હતી. કરિશ્મા સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને અવારનવાર પોતાના અવનવા ફોટો મુકતી રહે છે. મેકઅપના લીધે ફોટોમાં ભલે તે સુંદર લાગતી હોય કે યુવાન દેખાતી હોય પણ મેકઅપ વગર જો તમે તેને જોશો તો તેની વધેલી ઉંમર તેના ચહેરા પર દેખાઈ આવે છે. આત્યારે કરિશ્માની ઉંમર ૪૪ વર્ષ છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here