ગુજરાતની આ 9 જગ્યાઓ નથી જોઈ તો જીવનમાં બધું નકામું – વાંચો આ સ્પેશિયલ જગ્યા વિશે

જો તમે ઉત્તર ભારતના ઊંચા પર્વતીય હિલ સ્ટેશનો અને હિમાલયની ઉચ્ચી ઉચ્ચી ટેકરીઓથી ઘેરાયેલા પ્રવાસન સ્થળો પર ફરી આવ્યાં છો ને હવે તમારે એવી જ બીજી કોઈ જગ્યાએ જવાનું વિચારો છો તો તમારે બીજે ક્યાંય નથી જવાની જરૂર નથી. ગુજરાતમાં જ લઈ શકો છો સમુદ્રકિનારો અને હિલ સ્ટેશન બંનેનો આનંદ .

ગીર નેશનલ પાર્ક : ગીર નેશનલ પાર્કમાં તમને એશિયન સિંહ ઉપરાંત અને જંગલી પ્રાણીઓની 40 અન્ય પ્રજાતિઓ જોવા મળશે. જેમાં હરણ, સાબર, વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદ : અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જો તમને ધાર્મિક સ્થળો પર ફરવું ગમે છે તો તમે સ્વામિનારાયણ મંદિર, સાબરમતી આશ્રમ, અમદાવાદના સિદી સઇદ મસ્જિદમાં ફરી શકો છો. અહી તમને સરળતાથી ગુજરાતીથાળી જમવામાં મળી જશે.તમે થેપલાં ને મુઠીયાનો પણ આનંદ માણી શકો છો.

દિવ : જો તમારે બીચ પર ફરવાનો આનંદ માણવો હોય તો, દીવ એક જ તમારા માટે બેસ્ટ છે. દિવ એક નાનું એવું શહેર છે. જે માત્ર એક પુલથી જ ગુજરાત સાથે જોડાયેલુ છે. તમે તમારી રજાઓ ઘોઘલાહ બીચ, નાગઆ બીચ, દીવમાં ગોપ્તીમાતા બીચ પર ગાળી શકો છો ને રજાનો આનંદ માણી શકો છો.

સાબરમતી આશ્રમ : સાબરમતી આશ્રમમાં તમને મહાત્મા ગાંધીની ઝાંખી જોવા મળશે. મહાત્મા ગાંધીએ અહીંથી દાંડી કૂચ શરૂ કરી હતી. . આ આશ્રમમાં એક મ્યુઝિયમ છે, જ્યાં મહાત્મા ગાંધી સાથે જોડાયેલાં અવશેષો, ફોટોગ્રાફ્સ અને પ્રદર્શન વગેરે મૂકવામાં આવ્યાં છે. આ આશ્રમમાં, તમે 90 મિનિટના સમયમાં મગન નિવાસ, પૂજા મંદિર, વગેરે જોઈ શકો છો. આશ્રમની બહાર સ્ટ્રીટ ફૂડનાં અને બીજા ઘણાં બધાં ઓપ્શનો છે

લક્ષ્મી વિલાસ પેલેસ : લક્ષ્મી વિલાસ મહેલ વડોદરામાં સ્થિત થયેલ છે, એક પણ એક રાજસી ઠાઠમાઠથી. આ સુંદર મહેલને બકિંગહામ પેલેસ કરતાં પણ ચાર ગણું મોટું મનાય છે. આ મહેલનો એક ભાગ પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યો છે, જ્યાં મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમ છે. અહીં તમે આરસ અને બ્રોન્ઝની કળા જોઈ શકો છો. અહીં તમને ઘણાં બધાં રેસ્ટોરન્ટ્સ જોવા મળશે, જ્યાં તમે તમારી પસંદગીના ભોજનનો આનંદ લઈ શકો છો.

સાપુતારા : સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. તે ડાંગ જિલ્લાના સહ્યાદ્રી પર્વતમાળામાં 873 મીટરની ઊંચાઈએ આવેલું છે. સુંદર ટેકરીઓ ચોમાસામાં તો એકદમ ખીલી ઊઠે છે. આ સ્થળનું ઐતિહાસિક અને પૌરાણિક બંને રીતે ખૂબ મહત્વ છે. જો તમે ગુજરાતમાં જઈ રહ્યા હોય તો અહીંયા એક વખત જરૂર મુલાકાત લે જો. .

કચ્છનું રણ : ગુજરાત કચ્છનું રણ જોયા વગર અધૂરું જ ગણાવામાં આવે છે. દુનિયાનું સૌથી મોટું મીઠાનું રણ અહીંયા આવેલું છે. અહિયાં દર ડિસેમ્બર મહિનામાં માં રણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. અહીનું સફેદ રણ ચાંદની રાતમાં વધારે ખૂબસુરત લાગે છે.

દ્વારિકા : દ્વારકા એ ચાર ધામ પૈકીનું એક છે. ગોમતી નદીને કિનારે આવેલું દ્વારિકામાં ત્તમે રજાઓને આનંદપૂર્વક માણી શકશો. ને દરિયાકિનારો પણ અતિ રમનીય હોવાથી ફરવાની મજા ડબલ થઈ જશે. અહીં જન્માષ્ટમી પર તો દ્વારકાધિશ મંદિરમાં દિવાળી જેવું વાતાવરણ છે. તેમજ મંદિર નજીક ઘણી મીઠાઈઓની દુકાન જોવા મળશે . દ્વારકાના મંદિરની આસપાસની બજારોમાં ગુજરાતની ખાસ મીઠાઈઓ મળી આવશે.

સોમનાથ : આ મંદિર ગુજરાતનાં કઠિયાવાડમાં આવેલું ને આરબીસમૃદ્રનાં કિનારા પરનું ભવ્ય મંદિર છે. બાર જ્યોતિલિંગમાનું એક જ્યોતિલિંગ એટલે સોમનાથ મહાદેવ. આ સ્થળ જેટલું પૌરાણીક છે. તેટલું જ ઐતિહાસિક પણ છે. વિશ્વનું પ્રસિદ્ધ યાત્રાધામ માનું એક છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક પર્યટન માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!