કફથી લઈને કેન્સર સુધીની 7 બીમારીઓથી દૂર રાખે છે આંબલી, જાણો એના ઉપાય અને ફાયદાઓ વિશે…

0

ખાવાના ટેસ્ટમાં ખાટી આંબલીનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. એ તો ઠીક પણ આંબલી વગર ચટણીનો ટેસ્ટ પણ અધૂરો માનવામાં આવે છે.

આમબળીને માત્ર સ્વાદ માટે જ નથી ખાવામાં આવતી આંબલી સ્વાસ્થય માટે પણ એટલી જ ગુણકારી છે. તેમાં વિટામિન સી, ઇ અને બી તેમજ ઘણા પોષકતત્વો જેવાકે, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ અને ફાઇબરની માત્રા ભરપૂર પ્રમાણમાં રહેલી છે. જે બધા મળીને આપના શરીરને ઘણી બધી બીમારીથી દૂર રાખવામા મદદ કરે છે.

પાચન માટે ઉપયોગી :

પેટમાં દર્દ અને કફની સમસ્યાથી પીડાવ છો ? તો આના બેસ્ટ બેસ્ટ આંબલીનો ઉપયોગ જ કારગાર સાબિત થશે. કેમકે આમલીમાં ટાર્ટરિક એસિડ, અને પોટેશિયમ ભરપૂર હોય છે. જે પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે.

ઉપયોગ કરવાની રીત :

½ ગ્લાસ આમલીના પલ્પમાં મધ, લીંબુનો રસ અને ગરમ પાણી ઉમેરો અને તેને રાતભર રાખો. હવે આ પેસ્ટને નિચોવી તેનો રસ કાઢો. પછી રાત્રે સૂઈ જતાં પહેલાં તેને પી જવું. .

ડાયાબિટિશમા રાહત :

આંબલી ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. આંબલીમાં નેચરલી એન્ટિ- ઇફલેમેન્ટરીના ગુણ રહેલા છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે રાહતનું કામ કરે છે.

3. વજન ઘટાડે છે :

જો તમે તમારા વજનને લઈને ચિંતિત છો, તો આમલી તમને મદદ કરી શકે છે. હાઈડ્રોક્સાઇટ્રિક એસિડ આમલીમાં પુષ્કળ પ્રમાણમાં રહેલું છે, જે શરીરની ચરબીને ઓછી કરતાં એન્ઝાઇમને વધારે છે. એક અભ્યાસમાં એવું સાબિત થયું છે કે રોજિંદા આહારમાં તેને ખાવાથી વજન ઝડપથી ઘટે છે.

પેપ્ટીક અલ્સરમાં રાહત :

પેપ્ટીક અલ્સર પીડાદાયક ઘાવ હોય છે જે પેટ અને નાના આંતરડામાં જોવા મળે છે. એક અભ્યાસથી એ પણ જાણવા મળ્યું છે કે, આમલીના બીજ અલ્સરમાં રાહત અપાવવામાં મદદ કરે છે કારણ કે તેના બીજમાં અલસરને દૂર કરવાના ગુણધર્મો રહેલા છે

5. કેન્સર સામે લડવામાં મદદ કરે છે: 

આમલીના રસને પીવાથી કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે. એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે આમલી બીજ કિડનીને ફેલ થતી અને કેન્સરની બીમારીને રોકવામાં મદદ કરે છે.

6. ઘા પર રૂઝ લાવવામાં :

આમલીનો રસ વાગેલા ઘા ભરવામાં ખૂબ જ સારો સાબિત થાય છે. વિશ્વભરના ઘણા દેશોમાં તેની સારવાર માટે આંબલીના વૃક્ષની પાંદડા અને છાલનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો રહેલા છે. અભ્યાસમાં એવું નોંધવામાં આવ્યું છે કે આંબલીના બીજ ફક્ત 10 દિવસમાં ઘા પર રૂઝ લાવવા માટે ખૂબ ઉપયોગી છે.

7. હૃદયને બનાવે છે મજબૂત :

આંબલીને હાર્ટનો મિત્ર પણ માનવામાં આવે છે. એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે આમલીમાં હાજર ફ્લેવોનોઇડ્સ ખરાબ કોલેસ્ટેરોલ ઘટાડવા અને સારા કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો કરવા માટે મદદરૂપ થાય છે. તે ટ્રિગ્લિસરાઇડ્સને એટ્લે કે ચરબીને બનતી પણ અટકાવે છે. તેમાં હાજર પોટેશ્યમ બ્લડપ્રશરને કાબૂમાં રાખવા માટે મદદ કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here