5 પરફેક્ટ ઉનાળા માટેના હેલ્થી Food, જેને ખુબ ખાઓ અને વજન ઘટાડો… વાંચો આર્ટિકલ

0

ગરમીઓના દિવસોમાં ખાવાની બાબત પર ઘણી એવી સમસ્યાઓ આવતી હોય છે. આ મૌસમમાં એવું થતું હોય છે કે આપણે ઓછુ ખાતા હોઈએ પણ વજન વધતો જતો હોય છે. જેને લીધે ઘણા ફિટનેસ લવર્સ લોકો ગર્મીઓમાં માત્ર ડાએટ ચાર્ટ જ ફોલો કરતાં હોય છે, જેથી આ સીજનમાં વધતા જતા વજનને કંટ્રોલમાં રાખી શકાય.પણ એક દિવસનો બ્રેક પણ ઓવર ઇટીંગનું કારણ બની જાતો હોય છે અને વજન ફરીથી પહેલા જેવું. માટે આજે તમને અહી એવા 5 ફૂડસ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને તમે ગરમીના મૌસમમાં જેટલી મરજી પડે તેટલું ખાઓ, તેનાથી વજન નહિ વધે અને તમારી બોડી પણ હાઈડ્રેટ રહેશે.

1. તરબૂચ:
સ્વાદિષ્ટ અને પાણીથી ભરપુર આ ફળ ગરમીઓમાં જેટલું બને તેટલું ખાઓ. જે તમને ગરમીની તપનથી બચાવશે અને શરીરને પણ હાઈડ્રેટ રાખશે.

2. ખીરા(કાકડી):

સ્વાદ ન હોય પણ તેના ફાયદા ખુબ છે. તમે તેને સલાડમાં ખાઈ શકો છો કે પછી તેનું રાઇતું બનાવીને પણ પી શકો છો. તેમાં મોજુદ પાણી તમારા ડાઈજેસ્ટીવ સિસ્ટમને બેહતર બનાવશે અને સ્કીનમાં પણ તેજ નિખાર લાવશે.

3. ટમેટા:

તમે ટમેટાને સલાડના રૂપમાં ખાઈ શકો છો કે પછી એમજ ઉઠાવીને ગમે ત્યારે ખાઈ શકો છો. તેમાં મોજુદ એન્ટીઓકસીડંટસ તમને ઘણી એવી બીમારીઓથી બચાવશે.

4. ફ્રેશ સેલેરી(અજમા નો છોડ):

તેને સલાડની જેમ કે પછી પકાવીને પણ ખાઈ શકો છો, આ બે તરીકાઓથી તમને ઘણો એવો ફાયદો મળશે. તે ખોરાક પચાવામાં મદદ કરીને વજન ઘટાળવામાં મદદરૂપ થાય છે. તેમાં મોજુદ પાણી અને ઇલેક્ટ્રોલાઈટ્સ શરીરને ડીહાઈડ્રેશનથી બચાવીને બ્લોટિંગ દુર રાખે છે.

5. સ્ટ્રોબેરી:માત્ર સ્વાદ કે ખુશ્બુ જ નહી સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારી માનવામાં આવે છે. જેમાં મોજુદ એંટી ઓક્સીડંટસ અને વિટામીન C તમારા પેટને ભરેલું રાખે છે સાથે જ ફેસ પણ રીક્લ્સ ફ્રી બને છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!