5 અનોખી ચીજો જે માત્ર જાપાનીઓ સિવાય બીજું કોઈ જ બનાવી શકે, તમે પણ જોઈ લો….

0

ટેકનીકના મામલામાં જાપાનીઓ કઈક વધુ પડતા જ આગળ છે. હંમેશા નવી-નવી વસ્તુઓની ખોજ કરનારા જાપાનીઓનું દિમાગ કોઈ કોમ્પ્યૂટરથી કમ નથી, ત્યારે જ તો ટેકનીકના મામલામાં તેઓને કોઈ ટક્કર નથી આપી શકતું. પોતાની સુવિધાઓ માટે જાપાનીઓએ એવી અનોખી ચીજો બનાવેલી છે, જેની કદાચ કોઈ કલ્પના પણ ન કરી શકે. ચાલો તો તમને બતાવીએ જાપાની દિમાગની કરામતથી બનાવામાં આવેલી અનોખી ચીજો.

1. પાણી બચાવા માટેનું સિંક (The Water Saving Sink): સામાન્ય રીતે જ્યારે તમે સિંક બેસીનમાં હેન્ડ કે ફેસ વોશ કરો છો ત્યારે તે પાણી પાઈપનાં માધ્યમથી બહાર ચાલ્યું જાતું હોય છે એટલે કે આ પાણી બર્બાદ થઇ જાતું હોય છે. પણ જાપાનીઓએ આ પાણીની બચત કરવાનો ઉપાય પણ શોધી લીધો છે. અને આ ખાસ પ્રકારની સિંક બનાવી જેમાં પાણી બહાર જવાને બદલે ફ્લશમાં જાય છે. જેનો ઉપીયોગ બાદમાં ટોઇલેટ ફ્લશ કરવા માટે કરવામાં આવે છે. પાણી નો બચાવ કરવાની આ અનોખી તરકીબને આપણા દેશમાં પણ અપનાવામાં આવી જોઈએ, કેમ કે અહી તો પાણીની ભયંકર તંગી છે.

2. टटामी कालीन (A Transforming Tatami), કાર્પેટ:અત્યાર સુધી તો તમે કાર્પેટ માત્ર જમીન પર જ બીછાયેલી જોઈ હશે, પણ આ ખાસ પ્રકારની ટટામી કાર્પેટ સાધારણ કાર્પેટ કરતા અલગ છે. તેને તમે એક કાર્પેટની જેમ ઉપિયોગમાં લઇ જ શકો છો, સાથે જ જો બેસીને કઈ કામ કરવાનું હોય તો તમે તેને ટેબલ પણ બનાવી શકો છો. તેને વાળી દો, અને બની ગયું તમારું ટેબલ. તમે તેને ફોલ્ડ કરીને સોફાની જેમ પણ ઉપીયોગમાં લઇ શકો છો. છે ને એકદમ કમાલની વસ્તુ.

3. ખાસ પ્રકારનું રૈપર(The Liberation Wrapper):જાપાનીઓની આ ખોજ પણ ખુબ જ કમાલની છે. હોટેલમાં જમ્યા બાદ તો તમને ટીશ્યુ પેપર મળે છે અમે તેનાથી હાથ સાફ પણ કરીએ છીએ, પણ બર્ગર ખાવાના સમયે શું? તેમાનું ચીઝ અને મેયોનીજ હાથની સાથે-સાથે ફેસની આસપાસ પણ ફેલાઈ જાતું હોય છે અને તેના માટે તમારે થોડું અસભ્ય બનીને મો ફાડીને ખાવું પડતું હોય છે, જેનાથી ઘણીવાર તમે અસહજ પણ બની ગયા હશો. એવામાં જાપાનની આ શોધ એકદમ પરફેક્ટ છે. જાપાનનાં એક રેસ્ટોરેન્ટે આ ખાસ રૈપર ની શોધ કરી છે. આ રૈપર સાધારણ ટીસ્યુ કરતા મોટું અને સ્ટાઈલીશ છે અને બર્ગર ખાવાના સમયે તેનાથી તમે તમારો પૂરો ચેહરો ઢાંકી શકો છો જેથી ખાવાના સમયે કોઈ તમને જોઈ ન શકે.

4. घूमने और एडजस्ट करने वाली ट्रेन सीट (Revolving and Adjustable Train Seats):જાપાની દરેક જગ્યાએ સહજતાનું ધ્યાન પણ રાખે છે, પછી તે ઘરની અંદર હોય કે બહાર’ ત્યારે જ તો તેઓએ ટ્રેનની સીટ પણ એવી બનાવી છે, જેનાથી તમે આસાનીથી ફેરવવાની સાથે એડજસ્ટ પણ કરી શકો છો. આ સીટને આસાનીથી કોઈપણ દિશામાં ફેરવી શકાય છે.

4. ચોટલીની સુવિધાનુસાર હેલ્મેટ(Helmet With Ponytail Hole):જ્યારે મહિલાઓ હેલ્મેટ પહેરે છે ત્યારે તેની અંદર ઘણીવાર તેઓની ચોટી દબાઈ જવાથી અસહજ મહેસુસ થાય છે, પણ જાપાનીઓએ આ સુવિધાને તોડી કાઢ્યું છે. તેઓએ હેલ્મેટ માં જ બે છેદ બનાવી નાખ્યા. જેનાથી મહિલાઓની ચોટલી બહાર નીકાળી શકાય છે. તેનાથી મહિલાઓને હેલ્મેટ પહેરવામાં આસાની બની શકે છે. હવે તો તમે પણ માની જાશો કે ખરેખર જાપાનીઓનું દિમાગ કોઈ કોમ્પ્યુટરથી કમ નથી હોતું.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!