47 દિવસમાં આત્મા પહોંચે છે યમલોક, રસ્તામાં મળે છે આવી અનેક યાતનાઓ

દોસ્તો જેનો જન્મ આ દુનિયા મા થાય છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે. આજ નહી તો કાલે દરેક જીવ પ્રાણી, પક્ષી, જીવજંતુ, મનુષ્ય દરેક ને એક ના એક દિવસ તો મારવાનું જ છે. ખાલી હાથે જ આવ્યા હતા અને ખાલી હાથે જ જવાનું છે. દરેક ના દિલ માં રહેલો આત્મા રૂપી દીવડો ક્યારે બુજાય જશે તેની ખબર જ નહી પડે.

આમ તો મૃત્યુ પછી ની ઘણી એવી બાબતો લોકો કહેતા હોય છે. જેમ કે કોઈક ને સ્વર્ગ મળે છે તો કોઈક ને નર્ક. સાથે જ જે વ્યક્તિ ની કોઈક ઈચ્છા અધુરી રહી ગઈ હોય તો તેની આત્મા ભટકતી રહે છે વગેરે જેવી માન્યતાઓ છે.

પણ શું તમને ખબર છે કે મૃત્યુ દરમિયાન શું થાય છે અને, અને મૌત પછી ની દુનિયા કેવી છે?

હિન્દુ ધર્મમાં આમ તો અનેક ગ્રંથ અને પુરાણ છે, પરંતુ એ બધામા ગરુડ પુરાણનું એક આગવું વિશેષ મહત્વ હોય છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડ દેવને મૃત્યુ સંબંધિત અનેક ગુપ્ત વાતો બતાવી છે. મૃત્યુ પછી જીવાત્મા યમલોક સુધી કઈ રીતે જાય છે, તેનું વિસ્તૃત વર્ણન ગરુડ પુરાણમાં બતાવ્યું છે. ગુરુડ પુરાણ પ્રમાણે મૃત્યુ પછી લગાતાર 47 દિવસ સુધી ચાલ્યા પછી આત્મા યમલોક પહોંચે છે. આજે અમે ગરુડ પુરાણમાં લખેલી કેટલીક એવી ખાસ અને રોચક વાતો બતાવી રહ્યા છીએ જેને જાણીને દરેક વ્યક્તિને આશ્ચર્ય થતું હોય છે.

નોંધઃ- ગરૂડ પુરાણ પ્રાચીન સમયનો ગ્રંથ છે. માટે અમે અહીં જણાવેલ વાતોનું સમર્થન કરતાં નથી. આ સ્ટોરી માત્ર પાઠકોના શાસ્ત્ર સંબંધી જ્ઞાન વધારવા માટે છે.

જો તમે પણ જાણવા મગતા હો કે આત્મા યમલોક સુધી કેવી રીતે જાય છે તો આગળની સ્લાઈડ્સમાંક્લિક કરો….

આવીરીતેશરીરમાંથીપ્રાણનીકળેછેઃ-


ગરૂડપુરાણ પ્રમાણે જે માણસનું મૃત્યુ થવાનું હોય ત્યારે તેની બોલવાની ઈચ્છા હોવા છતાં પણ બોલી શકતા નથી. અંત સમયમાં દિવ્યદ્રષ્ટિ ઉત્પન્ન થાય છે અને તે સંપૂર્ણ સંસારને એક રૂપ સમજવા લાગે છે. તેની બધી ઈન્દ્રીઓ નષ્ટ થઈ જાય છે અને તે જડ અવસ્થા હોય છે એટલેકે હલનચલન માટે વ્યક્તિ અસમર્થ હોય છે.
ત્યાર પછી તેના મુખમાં ફીણા નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેના માર્ગથી નીકળે છે. તે સમયે બે યમદૂત આવે છે, તે મોટા ભયાનક તથા ક્રોધીનેત્રોવાળા તથા પાશદંડને ધારણ કરનાર નગ્ન અવસ્થામાં આવે છે. તે પોતાના દાંત કકડાવે છે. યમદૂત કાગડા જેવા કાળા વાળ હોય છે, તેના મુખ આડાઅવળા હોય છે, નખ જ તેના શસ્ત્ર હોય છે. આવા યમદૂતોને જોઈને પ્રાણી ભયભીત થઈને મળમૂત્ર ત્યાગ કરવા લાગે છે. તે સમયે શરીરમાંથી અંગૂઠા જેવડો જીવ હા..હા…શબ્દ કરતા નીકળે છે, જેને યમદૂત પકડી લે છે.

આવી રીતે ડરાવે છે યમદૂતઃ-

યમરાજના દૂત તેને ભોગવાળા શરીરને પકડીને ગાળીયો ગળામાં બાંધે છે, તે ક્ષણ યમલોકમાં લઈ જાય છે. જે રીતે રાજાના સૈનિક દંડપાત્ર પ્રાણીને પકડીને લઈ જાય છે. તે રીતે પાપી જીવાત્માને રસ્તામાં થાકવાથી પણ યમરાજના દૂત ભયભીત કરે છે અને તેને નરકના દૂઃખને વારંવાર સંભળાવે છે. યમદૂતની એવી ભયાનક વાતો સાંભળી પાપાત્મા જોરજોરથી રડવા લાગે છે, પરંતુ યમદૂત તેના પર દયા ખાતા નથી. ત્યાર પછી તે અંગૂઠા જેવડો જીવ યમદૂતોથી ડરે છે, કૂતરાઓ તેને કરડવાથી દુઃખી થાય છે અને પોતાના પાપને યાદ કરે છે.

આટલું કષ્ટ સહન કરે છે આત્માઃ-

અગ્નિની જેમ ગરમ હવા તથા ગરમ વાળ પર તે જીવ ચાલી નથી શકતો અને તે ભૂખ-તરસથી પણ વ્યાકુળ થઈ જાય છે. ત્યારે યમદૂત તેની પીઠ પર ચાબુક મારતા તેને આગળ લઈ જાય છે. તે જીવ પડતો આખડતો બેહોશ થતો ચાલે છે અને પછી ઉઠીને ચાલવા લાગે છે. આ પ્રકારના યમદૂત તે પાપીને અંધારઘેર્યા માર્ગથી યમલોક લઈ જાય છે.

આટલી દૂર છે યમલોકઃ-

ગુરુડ પુરાણ અનુસાર યમલોક 99 હજાર યોજન (વૈદિક કાળની હિન્દુ લંબાઈ માપનનું પરિમાણ છે. એક યોજન બરાબર ચાર કોસ એટલે કે 13-16 કિ.મી.) છે. ત્યાં પાપી જીવને બે, ત્રણ મુહૂર્તમાં લઈ જાય છે, ત્યાર પછી યમદૂત તેના ભયાનક નરક યાતના આપે છે. તેનાથી તે જીવાત્મા યમ તથા યમની યાતના જોઈને થોડીવારમાં યમરાજની આજ્ઞાથી યમદૂત દ્વારા આકાશમાર્ગથી ફરી પોતાના ઘરને આવે છે.

તૃપ્તનથીથતીઆત્માઃ-

ઘરમાં આવીને તે જીવાત્મા આપના શરીરમાં ફરી પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂતના પાશ બંધનથી તે મુક્ત ન થઈ શકે અને ભૂખ-તરસના કારણે રડે છે. પુત્ર વગેરે જે પિંડ અને અંત સમયમાં દાન કરે છે, તેનાથી પણ પ્રાણીને તૃપ્તિ થતી નથી કારણ કે પાપીને દાન, શ્રદ્ધાંજલી દ્વારા તૃપ્તિ મળતી નથી, આ પ્રકારે ભૂખ-તરસથી યુક્ત થઈને તે જીવ યમલોકમાં જાય છે.

એટલાંમાટેજકરવામાંઆવેછેપિંડદાનઃ-


ત્યાર પછી જે પાપાત્માના પુત્ર વગેરે પિંડદાન નથી આપતા તો તે પ્રેત રૂપ થઈ જાય છે અને લાંબા સમય સુધી નિર્જન વનમાં દુઃખી થઈને ફરતા રહે છે. એટલો સમય પસાર થયા પછી પણ કર્મને ભોગવવું જ પડે છે કારણ કે પ્રાણી નરક યાતના ભોગ વગર માણસનું શરીર પ્રાપ્ત થતું નથી. ગરૂડ પુરાણ અનુસાર માણસનું મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન જરૂર કરવું જોઈએ. તે પિંડદાનને દરરોજ ચાર ભાગ થઈ જાય છે. તેમાં બે ભાગ તો પંચમહાભૂત દેહને પુષ્ટિ આપનાર હોય છે, ત્રીજો ભાગ યમદૂતને થાય છે તથા ચોથો ભાગ પ્રેત ખાય છે. નવમા દિવસે પિંડદાન કરવાથી પ્રેતનું શરીર બને છે, દસમા દિવસે પિંડદાનથી તે શરીરને ચાલવાની શક્તિ પ્રાપ્ત થાય છે.

આવીરીતેબનેછેઆત્માનુંશરીરઃ-

ગરૂડપુરાણ અનુસાર શવને અગ્નિમાં વિલિન કર્યા પછી પિંડથી હાથ બરાબરનું શરીર ઉત્પન્ન થાય છે. ત્યાં યમલોકના માર્ગથી શુભ-અશુભ ફળને ભોગવે છે. પહેલા દિવસે પિંડદાનથી મૂર્ધા (માથુ), બીજા દિવસથી ગર્દન અને ખંભા, ત્રીજા દિવસથી હૃદય, ચોથા દિવસનું પીડથી પીઠ, પાંચમા દિવસથી નાભિ, છઠ્ઠા અને સાતમા દિવસથી કમર અને નીચેના ભાગ, આઠમા દિવસથી પગ, નવમા અને દસમા દિવસથી ભૂખ-તરસ વગેરે ઉત્પન્ન થાય છે. એવા પિંડ શરીરને ધારણ કરી ભૂખ-તસથી વ્યાકુળ પ્રેત આત્મા અગાય અને બારમા દિવસનું ભોજન કરે છે.

47દિવસોમાં આત્મા પહોંચે છે યમલોકઃ-

યમદૂતો દ્વારા તેરમા દિવસે પ્રેત(આત્મા)ને વાંદરાની જેમ પકડી લેવામાં આવે છે. યમદૂત દ્વારા તેરમા દિવસે પ્રેતને વાંદરાની જેમ પકડીને લઈ જાય છે. ત્યાર પછી તે પ્રેત ભૂખ-તરસથી તરફડી યમલોકમાં એકલા જ જાય છે. યમલોક સુધી પહોંચવાનો રસ્તો વૈતરણી નદીને છોડીને છ્યાંસી હજાર યમલોક પહોંચે છે. આ પ્રકારે માર્ગમાં સોળહજાર પુરિઓને પાર કરી પાપી જીવ યમપુરિમાં યમરાજાના ઘરે જાય છે.

આ સોળ પુરિઓના નામ આ પ્રકારે છેઃ-

સોમ્ય, સૌરિપુરિ, નગેન્દ્રભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રોચ, ક્રૂરપુર, વિચિત્રભવન, બાહ્યાપાદ, દુઃખદ, નાનાક્રંદપુર, સુતપ્તભવન, રોદ્ર, પયોવર્ષણ, શીતઢ્ય, બહુભીતિ. આ સોળ પુરિઓને પાર કર્યા પછી આગળ યમરાજપુરીમાં આવે છે. પાપી પ્રાણી યમ, પાશમાં બંધાયેલા માર્ગમાં પહોંચીને પોતાના ઘરને છોડીને યમરાજ પુરી આવે છે.

Via DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!