3 બાળકો ના પિતા સાથે જયાપ્રદા એ કર્યા લગ્ન , આજ સુધી નથી મળ્યો પત્ની નો દરજ્જો હાલના ફોટોસ જુવો

0

બૉલીવુડ એક્ટ્રેસ જયા પ્રદા 56 વર્ષ ની થઈ ગઈ છે. એમનો જન્મ 3 એપ્રિલ , 1962 માં આંધ્રપ્રદેશ માં થયો હતો. સાઉથ ની સાથે બૉલીવુડ ની ઘણી હિટ ફિલ્મો માં કામ કરવા વાળી જયા પ્રદા ની મેરિડ લાઈફ સક્સેસફુલ નથી રહી. એમને ત્રણ બાળકો ના પિતા ફિલ્મ પ્રોડ્યૂસર શ્રીકાંત નાહટા સાથે લગ્ન કર્યા. જો કે પત્ની નો દરજ્જો એમને હજુ સુધી નથી મળ્યો. પરણેલ હોવા છતાં આજે પણ એ એકલી રહે છે. પેહલી ફિલ્મ માં ડાન્સ કરવા ના મળ્યા હતા 10 રુપિયા

જયા પ્રદા જ્યારે 14 વર્ષ ની હતી તો સ્કૂલ ના એન્યુઅલ ફંકશન માં એમની ડાન્સ પર્ફોમન્સ જોઈ એક ડાયરેકટર એ તેમને ડાન્સ નંબર કરવા માટે ઓફર આપી હતી.

ફિલ્મ માં 3-4મિનિટ ના ડાન્સ નંબર કરવા માટે એમને 10 રુપિયા મળ્યા હતા

જયા ના આ ડાન્સ નંબર એ એમને પોપ્યુલર બનાવી દીધી હતી અને એમને ઘણી ફિલ્મો ના ઓફર મળ્યા.

17 વર્ષ ની ઉંમર એમની ગણતરી સાઉથ ની હિટ એક્ટ્રેસેસ માં થવા લાગી હતી.1979 માં એમને ફિલ્મ સરગમ થી બૉલીવુડ માં ડેબ્યુ કર્યું હતું. 80 ના દાયકા માં જયા પ્રદા ની ગણતરી બૉલીવુડ ની ટોપ એક્ટ્રેસેસ માં થવા લાગી હતી. બધા જ ડિરેકટર અને પ્રોડ્યૂસર એમને એમની ફિલ્મ માં કાસ્ટ કરવા તૈયાર હતા. એ જ દરમિયાન એમના ઘર માં ઇન્કમ ટેક્સ ની રેડ પડી. આ એમના જીવન નો સૌથી ખરાબ સમય હતો. રેડ પડ્યા બાદ એમનો કરીઅર ગ્રાફ પણ ધીરે ધીરે પડવા લાગ્યો. આ એ જ સમય હતો જ્યારે પ્રોડ્યૂસર શ્રીકાંત નાહટા એ એમનો સાથ દીધો . એમને એ દરમિયાન જયા ની ઘણી મદદ કરી હતી.

જયા પ્રદા અને શ્રીકાંત નાહટા ધીમે ધીમે સારા મિત્રો બની ગયા. અને બંને એક બીજા ની નજીક આવી ગયા. બંને લગ્ન કરવા ઇચ્છતા હતા , પણ સૌથી મોટી સમસ્યા એ હતી કે નાહટા પેહલા થી પરણેલ હતો અને ત્રણ બાળકો નો પિતા હતો. પણ જયા તો જાણે નાહટા ના પ્રેમ માં પાગલ થઈ ગઈ હતી. એને આ વાત થી કોઈ ફરક નહતો પડતો કે શ્રીકાંત પરણેલ છે. બી-ટાઉન માં પણ બંને ના અફેયર ની ન્યુઝ ખૂબ જ ચર્ચા નો વિષય હતો.

અંતે જયા અને શ્રીકાંત એ લગ્ન કરવા નો નિર્ણય કર્યો. નાહટા એ એની પેહલી પત્ની ને તલાક દીધા વિના 1986 માં જયા પ્રદા સાથે લગ્ન કરી લીધા. આ ખબર બધા માટે ઘણી શોકિંગ હતી. આટલું જ નહીં શ્રીકાંત ની પેહલી પત્ની એ ક્યારેય આ લગ્ન નો વિરોધ નથી કર્યો.

લગ્ન પછી પણ જયા એ ફિલ્મો માં કામ કરવા નું ના છોડ્યું. પણ એમને ધીરે ધીરે ફિલ્મો મળવા ની બંધ થઈ ગઈ. અને એમનું ફિલ્મી કરીઅર ધીરે ધીરે પૂરું થવા લાગ્યું. કરીઅર જ નહીં એમની મેરિડ લાઈફ પણ સારી ના રહી. આ જ કારણ છે કે એ શ્રીકાંત સાથે એના ઘરે નથી રહી શકતી કારણકે એમની પેહલી પત્ની અને બાળકો ત્યાં સાથે રહે છે. આ રીતે એને પેહલી પત્ની નો દરજ્જો ક્યારેય ન મળી શક્યો.

દીકરા સિદ્ધુ સાથે જયા પ્રદા

જયા પ્રદા ને એનું કોઈ બાળક નથી થયું. એમને એમની બહેન ના દીકરા સિદ્ધુ ને અડોપ્ટ કર્યો છે. એ એના અડોપ્ટ કરેલ દીકરા સાથે રહે છે. એમને 1994 માં તેલુગુ દેશમ પાર્ટી થી પોલિટિક્સ માં પગ માંડ્યો. જો કે પછી ચંદ્રબાબુ નાયડુ સાથે થતા મતભેદો પછી એમને એ પાર્ટી છોડી સમાજવાદી પાર્ટી જોઈન કરી લીધી અને રામપુરા થી સાંસદ માં પણ રહી. વાત ફેબ્રુઆરી 2010 ની છે , સમાજવાદી પાર્ટી એમના જનરલ સેક્રેટરી અમર સિંહ ને નિષ્કસિત કરી ચૂંકી હતી, પણ જયા પ્રદા હજુ પણ તેમનું સમર્થન કરે છે.જ્યારે પાર્ટી સુપ્રીમો એ જયા ને અમર સિંહ નું સમર્થન કરતા જોયું તો એમને જયા ને પાર્ટી માંથી કાઢી મુકવા નું એલાન કરી દીધું હતી. હાલ માં સમાજવાદી પાર્ટી માંથી નીકળી અને અજિત સિંહ ની પાર્ટી લોકદલ ની સદશ્ય બની ચુકી છે. એ સાઉથ ના ફિલ્મો માં બિઝી છે. આ વર્ષ માં એમની ત્રણ ફિલ્મો કિરાન , કેની અને સુરવર સુંદરી આવશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here