વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): સાનુકુળતા અને પ્રસન્નતા અનુભવાય. ચિંતા-અશાંતિ દુર થાય. મિલન- મુલાકાત થી લાભ જણાય. આપના અગત્ય ના સંબંધો ઉપયોગી બને. આવક વધારવાના પ્રયત્નો સફળ થાય. આપના નોકરી- ધંધા કે કૌટુંબિક કાર્યને આગળ ધપાવી ઇષ્ટ ફળની આશા ફળીભૂત થતી જણાય.

2.વૃષભ (Taurus): પ્રતિકુળતા માંથી બહાર આવી શકશો. ગૃહજીવન માં સમાધાન કારગત નીવડે. આરોગ્ય ટકાવી શકશો. આપને બેચેની- વ્યથા લાગે. વ્યય- નિરર્થકતા જણાય. મિલન- મુલાકાત થી લાભ મળે. પ્રવાસ અંગે ખર્ચ. અવરોધ માંથી બહાર નીકળવાનો માર્ગ મળે. સ્નેહીનો સહકાર. આર્થિક સ્થિતિ ટકાવી લેજો

 

3. મિથુન (Gemini): સામાજિક કાર્ય સફળ  બને. નોકરી- ધંધા માં વિલંબ વધતો લાગે. નાણાભીડ નો ઉપાય વિલંબ થી મળતો લાગે. મનની અશાંતિ- અવરોધ દુર થાય. મહત્વ ના કામ અંગે કાર્ય સફળતા લાગે. ગૃહવિવાદ નો પ્રસંગ ટાળજો. અંતકરણ માં વ્યથા- વિષાદ ને દુર કરવા હકારાત્મક વલણ ઉપયોગી બને. પ્રવાસ અંગે સાનુકુળતા રહે.
4. કર્ક (Cancer): આપની ધારેલી યોજના ને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૂરી માનજો. વ્યાવસાયિક લાભ મળે. આર્થિક પ્રતિકુળતા નો અનુભવ થાય. આરોગ્ય અંગે તકલીફ રહે. ધીરજ થી કામ લેવું પડે. આપના ગૂંચવાયેલા અથવા હાથ ધરેલા કામોને સફળ બનાવવાની તક- મદદ ઊભી કરી શકશો.
5. સિંહ (Lio): આપના મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય. નાણાભીડ દુર થાય. પ્રવાસ સફળ નીવડે. આપના પ્રયત્નો નું ફળ અટકશે. મહત્વની તક હાથ આવી સરી ન જાય તે જોજો. નસીબ બગડયું લાગતું હોય તો પુરુષાર્થ ની મદદ લઇ સફળતા- પ્રગતી કરી શકશો.

6. કન્યા (Virgo): આપની અગત્ય ની કામગીરી અંગે સમય સુધરતો જણાય. નોકરિયાત ને સાનુકુળતા જણાય. વાદ- વિવાદ ટાળજો. મહત્વ ના કામ અંગે ચિંતા- ટેન્શન રહે. પ્રવાસ માં વિધ્નો જણાય. આપના પ્રતિકુળતા સંજોગો દુર થવા લાગે. અશાંતિ ના વાદળ વિખેરાતા જણાય. સ્નેહી થી મિલન- મદદ.

7. તુલા (Libra): વધુ ને વધુ પ્રયત્નો બાદ આપનું કામ થતું જણાય. નિરાશા દુર થતી જણાય. મહત્વની મુલાકાત આગળ વધે. મૂંઝવણો વધતી જણાય. સ્થાનિક કાર્ય કરી શકશો. પ્રવાસ પ્રસન્ન રહે. સ્નેહી થી મિલન. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. ખર્ચ- વ્યય નો પ્રસંગ. આરોગ્ય સાચવવું. નોકરિયાત ને લાભ જણાય.


8. વૃશ્ચિક (Scorpio): આવક કરતા જાવક વધી ન જાય તે જોજો. ગૃહવિવાદ ટાળજો. પ્રવાસ સફળ તથા મજા નો નીવડે. આપના વ્યવસાયિક પ્રશ્નો ગુંચવાય. ગૃહજીવન ના કામકાજ માં ધ્યાન આપજો. આપની ધીરજ ની કસોટી થતી લાગે. વિલંબ થી ફળ મળે. મતભેદો નિવારી લેજો. સંતાન ના પ્રશ્નો ઉકેલાય.

9.ધન (Sagittarius): યોગ્ય આયોજન અને વ્યવસ્થા દ્વારા આપ સફળતાનો માર્ગ તૈયાર કરી શકશો. પ્રગતિ ની તક મળે તે ઝડપી લેજો. મહત્વ ના કામકાજો અંગે સાનુકુળ દિવસ. ગૃહજીવન માં પ્રસન્નતા સર્જી શકશો. માનસિક પ્રસન્નતા જણાય. સ્વજન થી મતભેદ ટાળજો. નાણાભીડ નો અનુભવ થાય. સંપતિના કાર્ય આગળ વધે.

10. મકર(Capricorn): મનની મુરાદ મનમાં રહેતી લાગે.ચિંતા ના વાદળ દુર થાય. સ્વજન- પ્રિયજન થી મિલન- મુલાકાત સફળ થાય. સામાજિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો ઉકેલી શકશો. આપના પ્રયત્નો ફળદાયી બનતાં જણાય. કાર્ય સફળતા અને તણાવ મુક્તિ માટે ધીરજ ની જરૂર પડે. તબિયત સાચવજો. વ્યાવસાયિક સાનુકુળતા રહે.


11. કુંભ (Aquarius): આપની હાથ ધરેલી કામગીરીને આગળ વધારી શકશો. મૂંઝવણ નો ઉકેલ સાંપડતો જણાય. અંતરાયો ને પર કરી શકશો. શત્રુ- બીમારી થી સાવધ રહેજો. નોકરીયાતને લાભ મળે.પ્રતિકુળતા ના સંજોગો માંથી બહાર આવવાનો માર્ગ મળે. નાણાભીડ નો અનુભવ થાય. તબિયત ટકાવી રાખજો.


12. મીન (Pisces): આપની ગૃહજીવન ની બાબતો ગૂંચવાતી જણાય. આવક વધારવા મહેનત વધારવી પડે. સંતાન ના પ્રશ્નો મૂંઝવે. આપના મહત્વ ના કાર્ય અંગે સાનુકુળતા સર્જાતી જોઈ શકશો. લાભ વિલંબ થી મળતો લાગે. પ્રવાસ અંગે ખર્ચ રહે. સ્નેહી થી મિલન- સહકાર. સામાજિક સમસ્યાનો ઉકેલ. અકસ્માત થી સાવધ રહેવું. નવા સંબંધો કામ લાગે.

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here