આ વેલેન્ટાઇન્સ ડે વખતે તમે તમારા પાર્ટનરને કયા કલર નું ગિફ્ટ આપી શકશો અને તે તેના માટે લકી સાબિત થશે…

0

આ વેલેન્ટાઇન્સ ડે તમારા પાર્ટનરની રાશિ અનુસાર કયા કલરનુ ગિફ્ટ કરી શકો…1)મેષ રાશિ:-

જો તમારા પાર્ટનરની રાશિ મેષ છે તો સમજદાર અને ઉત્સાહી છે. અને ક્રરીંગ પણ છે. તમારા પાર્ટનરને આઝાદી સાથે રહેવું ખૂબ જ પસંદ પડે છે.. તેમજ તમારી દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતા હોય છે. જો તમારા પાર્ટનરને મેષ રાશિ છે તો તે લોકોને લાલ પીળો અને સફેદ રંગનો ગિફ્ટ આપવું જોઈએ. જે તેમના માટે લકી સાબિત થશે.2) વૃષભ રાશી

જો તમારા પાર્ટનરને વૃષભ રાશિ છે તો તે લોકો સ્વભાવથી થોડાં જિદ્દી છે પરંતુ આજે જિદ્દી પણુ તમને પસંદ પણ આવે છે. તમારા પાર્ટનર તમને ખુશ કરવા માટે નાની-મોટી પ્લાનિંગ કરતા રહે છે. જો તમારા પાર્ટનરની રાશિ વૃષભ છે તો આ વેલેન્ટાઇન્સ ડે પર પિંક અને વ્હાઈટ રંગનુ ગિફ્ટ આપવુ.3) મિથુન રાશિ

જો તમારા પાર્ટનર મિથુન રાશિ છે તો તે લોકો સ્વભાવથી ખુશમિજાજ અને દોસ્તાના ટાઈપના છે સ્વભાવના કારણે જ તેમના વધારે મિત્રો બની જાય છે ગમે તેટલા વ્યસ્ત હોય પરંતુ તમારે માટે હંમેશા સમય કરે છે. તે લોકોને બીજાને મદદ કરવી ખૂબ જ પસંદ છે જો તમારા પાર્ટનરને મિથુન રાશિ છે તો આ વેલેન્ટાઈન ડે પર સફેદ, લીલા ,નારંગી પીળા કલરનુ ગિફ્ટ આપવું.4) કર્ક રાશિ

શું તમારા પાર્ટનરની રાશિ કર્ક છે તો તેઓ ખૂબ જ શરમાળ સ્વભાવના છે. પ્રેમને લઈને ખૂબ જ તેઓ લોયલ રહે છે રહે છે. અને તેઓ એવું ઇચ્છે છે કે તેમનુ જીવનસાથી, તેમને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજે. તેમની માટે પ્રેમ ખૂબ જ મહત્વનો છે. તેઓ પોતાના પાર્ટનર ના પ્રેમ ઉપર પોતાના થી પણ વધારે વિશ્વાસ રાખે છે. કર્ક રાશિના લોકો માટે આસમાની , ગ્રે, સિલ્વર ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલા માટે તમારા લવરને આ રંગની ગિફ્ટ આપીને ખુશ કરો. આ રંગ આ રાશિવાળા લોકો માટે ખૂબ સારો માનવામાં આવે છે.5. સિંહ રાશિ

તમારા પાર્ટનરની રાશિ સિંહ છે , તો તેઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તે લોકો સાંભળે તો બધાનું છે પરંતુ પોતાના લાઇફમાં કોઈ પણ પ્રકારનું બીજા નું ઇન્ટરફિઅર પસંદ કરતા નથી. આ લોકો ખૂબ જ વિચાર ના હોય છે જેને લીધે પોતાના પ્રેમને ખુલીને વ્યક્ત કરી શકે છે. એમનામાં લીડરશીપ ક્વોલિટી અને આકર્ષક વ્યક્તિત્વ હોય છે. તમારા પાર્ટનરની રાશિ સિંહ છે તો વેલેન્ટાઈનના દિવસે નારંગી લાલ પીળા અને ક્રિમ કલરની ગિફ્ટ આપવી. એ તેમના માટે શુભ છે.6. કન્યા રાશિ

જો તમારા પાર્ટનરની રાશિ કન્યા છે તો તેઓ ખૂબ જ મહેનતુ અને કોઈપણ કામને મેનેજમેન્ટથી કરનારા છે. આમ તો તેઓ જલ્દી પ્રેમમાં નથી પડતા પરંતુ પ્રેમમાં પડયા પછી પાર્ટનરની ખુશીઓનું ખૂબ જ ધ્યાન રાખે છે. અને તેઓ પાર્ટનર પાસે પણ એવા જ પ્રેમની અપેક્ષા રાખે છે . જો તમારા પાર્ટનરની રાશિ કન્યા છે તો આ વેલેન્ટાઈનના દિવસે તમે તેમના લકી કલર ને ધ્યાનમાં રાખો. નારંગી લીલો સફેદ અને ગ્રે તેમના લકી કલર છે. તે કલર ની ગિફ્ટ આપી શકાય.7. તુલા રાશી

તમારા પાર્ટનરની રાશિ તુલા છે તો તેઓ લાઇફમાં દરેક વસ્તુમાં બેલેન્સ રાખીને ચાલે છે. તેમનો સ્વભાવ હસમુખો હોય છે અને એકદમ મસ્ત મોલા હોય છે. તેઓ પોતાના સાથી અને પાર્ટનરની જરૂરિયાતોને પૂરી રીતે સમજે છે. અને તેનું ધ્યાન રાખે છે. તે પોતાના પાર્ટનર પ્રતિ ખૂબ સમર્પિત હોય છે અને એમને નવી નવી ચીજો ને લઈ ને સલાહ આપતા રહે છે. જો તમારા પાર્ટનરની રાશિ તુલા છે તો આ વેલેન્ટાઈનના દિવસે તેમને લીલો , સફેદ કે આસમાની રંગ ની ગિફ્ટ આપો.8. વૃશ્ચિક રાશિ

તમારા પાર્ટનરની રાશિ વૃશ્ચિક છે તો તેઓ ખૂબ જ સમજદાર અને પરિસ્થિતિ અનુસાર પોતાને પરિવર્તન કરવાની ક્ષમતા રાખે છે. તેઓને ખોટું બોલવું અને ખોટા બોલનાર લોકો સહેજ પણ ગમતા નથી . એકવાર પ્યાર માં પડ્યા પછી તેઓ કોઈની પણ ચિંતા કરતા નથી. તેઓ સંબંધને સમય આપવું જરૂરી સમજે છે. જો તમારા પાર્ટનરની રાશિ વૃશ્ચિક છે તો વેલેન્ટાઈનના દિવસે સફેદ લાલ ઓરેન્જ કે પીળા કલરની ગિફ્ટ આપો તે રંગ તેમની માટે શુભ છે.9. ધનુ રાશિ

જો તમારા પાર્ટનરની રાશિ ધનુ છે. તો તેઓ પ્યારમાં ખૂબ જ સાચા હોય છે. આકર્ષક પર્સનાલિટીને પોઝીટીવ વિચાર છે. જે લોકોને આકર્ષિત કરે છે. પ્રેમને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ હોય છે. જો પાર્ટનરની રાશિ ધનુ છે તો વેલેન્ટાઈનના દિવસે પીળા સફેદ નારંગી કલર ની ગિફ્ટ તમારા પાર્ટનરને આપવી.10. મકર રાશિ

જો તમારા પાર્ટનરની રાશિ મકર રાશિ છે તો પ્રેમ તેમના માટે ખૂબ જ મહત્વનો છે. જો કે પ્રેમને લઈને ખૂબ જ સમજી વિચારીને આગળ વધે છે તેઓ હંમેશા વિશ્વાસથી ભર્યા રહે છે અને પોતાના પાર્ટનરની ભાવનાઓને સમજે છે. રાશિ મકર છે તો તેમને કાળું ખાખી, ઈન્ડિગો રંગની ગિફ્ટ આપી. તે તેમના માટે શુભ છે.11. કુંભ રાશિ

તમારા પાર્ટનરની રાશિ કુંભ છે , તો તેઓ સ્વભાવના ખૂબ જ વિનમ્ર હોય છે. અને ઝઘડાથી દૂર રહે છે. તેઓ બુદ્ધિમાન હોય છે. અને એકદમ પ્રેમાળ સ્વભાવના હોય છે. કુંભ રાશી ના પાર્ટનર મળ્યા છે તો તમે ખૂબ જ લખી છો. પોતાના થી પણ વધારે વધારે પોતાના પાર્ટનરને પ્રેમ કરે છે.
તેઓને આસમાની અથવા તો સફેદ કલરની ગિફ્ટ આપી શકાય.12. મીન રાશિ

તમારા પાર્ટનરની રાશિ મીન છે , તો તેઓ ખૂબ જ હસમુખા અને ઇમોશનલ સ્વભાવના હોય છે. તેમની લાઇફમાં પ્રેમનું ખૂબ જ મહત્વ છે. એકવાર રિલેશનમાં આવ્યા પછી પોતાના પાર્ટનરને જરા પણ દુઃખી કરતા નથી. જો તમારા પાર્ટનરની રાશિ મીન છે , તો વેલેન્ટાઈન ડે ના દિવસે પીળા અથવા તો આસમાનની રંગ ની ગિફ્ટ આપવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here