2017 ની આ ફિલ્મોને મૌકો મળતા જ જોઈ લેજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે, જાણો આ ફિલ્મોની અમુક ખાસ વાતો…..

0

રિલીઝના સમયે ખુબ કમજોર રીતે જોવામાં આવી હાતી આ ફિલ્મોને.

એક ફિલ્મ તે હોય છે જેને જોઈને દરેકનું દિલ ગાર્ડન-ગાર્ડન થઇ જાતું હોય છે. તેને જોવા માટે લોકો વિકેન્ડની મોંઘી ટીકીટો પણ ખરીદતા હોય છે. પેટ્રોલ બગાડીને થીએટર સુધી જતા હોઈએ છીએ. ભૂખ લાગવા પર ટીકીટ કરતાં પણ મોંઘા ભાવના પોપકોર્ન ખરીદતા હોય છે. પણ જયારે થીએટરની બહાર નીકળતા જાણે એવું લાગે છે કે કોઈકે આપણો ખીસ્સો જ કાપી લીધો હોય કેમ કે ફિલ્મમાં આપણી સાથે ‘ઉંચી દુકાન અને ફીકા પકવાન’ જેવી વાત થઇ જાતી હોય છે.

જ્યારે બીજી બાજુએ અમુક ફિલ્મો એવી પણ હોય છે જેનું ટ્રેલર ક્યારે આવ્યું, તેની ખબર જ ન પડે. ઘરે પણ ક્યારેક આવી કોઈ ફિલ્મ જોવામાં આવે તો, જેવી રીતે ફિલ્મ આગળ વધવા લાગે ત્યારે જાણે એવું લાગતું હોય છે કે આ ફિલ્મને આપણે પહેલા શા માટે ન જોઈ? જ્યારે ફિલ્મ ખત્મ થઈ જાય છે ત્યારે તે તૃપ્તિ મળતી હોય છે કે જેવી ગરમીમાં ગળું સુકાયા બાદ માટલાનું ઠંડુ પાણી પીવાથી મળે છે.

એવી જ અમુક ફિલ્મો જે 2017 માં આવી હતી, તેઓનું નામ તમને કહેવા જઈ રહ્યા છીએ, જેને મૌકો મળતા જ જોઈ લેજો.

1. ‘ગુડગાંવ’:

જો તમે ડાર્ક થ્રીલર ફિલ્મો જોવું પસંદ કરતા હોવ તો આ ફિલ્મ તમારા માટે બેસ્ટ છે. ‘ગુડગાંવ’ શહેરની એક એવા ફેમિલીની કહાની છે જે તમને છેલ્લી ઘડી સુધી બાંધી રાખશે.

2. ‘ટ્રેપ્પડ’:

રાજકુમાર રાવ આ વર્ષે અન્ય એક્ટર્સની તુલનામાં ઉભરાઈને બહાર આવ્યા છે. આ ફિલ્મ તેના અભિનય સાથે સજેલી એવી ફિલ્મ છે જે તમને તમારી સીટ પરથી હલવાનો મૌકો નહિ આપે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે પરિસ્થિતિ ગમે તેવી પણ કેમ ન હોય, માણસે હાર ક્યારેય પણ માનવી ન જોઈએ.

3. ‘અ ડેથ ઇન ધ ગંજ’ :

ઘણી એવી ફિલ્મોમાં ફેસ્ટીવલ્સનો હિસ્સો બની ચુકેલી કોંકણા સેન શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ પારિવારિક ભાવનાઓના ઉથલ-પુથલ અને રીશ્તોને અનદેખા પહેલું પર આધારિત છે.

4. ‘હરામખોર’:

નવાઝુદીન સિદ્દીકીના આ ફિલ્મ ‘હરામખોર’ બોક્સ ઓફીસ પર તો કાઈ ખાસ કમાલ નહિ આપી શકી પણ પરણિત ટીચર અને માસુમ સ્ટુડટની આ કહાની ખુબ મનોરંજક છે.

5. ‘ન્યુટન’:

રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીના અભિનય સાથે સજેલી આ ફિલ્મને તમે નથી જોઈ તો કદાચ તમે બહુ મોટી ભૂલ કરી છે. ભારતના તરફથી ઓસ્કાર માટે મોક્લાયેલિ આ ફિલ્મ અધિકૃત એન્ટ્રી વાળી ફિલ્મ દેશમાં થનારા ચુનાવ અને લોકોની સમસ્યા પર દેખાઈ ગઈ છે.

6. ‘લીપ્સ્ટીક અન્ડર માય બુરખા’:

આપણા સમાજમાં મહિલાઓની આઝાદીને જકડી રાખનારી બેડીયો પર વાર કરનારી આ ફિલ્મને લઈને ખુબ વિવાદો થયા હતા. આ ફિલ્મ મહિલાઓની જિંદગી અને તેની પરેશાનીઓને ખુબ સારી રીતે દેખાડ્યું દેખાડ્યું છે.

7. શુભ મંગલ સાવધાન:

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરની આ ફિલ્મમાં મર્દાના કમજોરી જેવા ગંભીર મુદ્દાને લઈને ખુબ સારો એવો અંદાજ બતાવ્યો છે. આ ફિલ્મ એડલ્ટ સબજેકટ પર બેસ્ટ હોવા છતાં બીલકુલ પણ અશ્લીલ નથી.

8. હિન્દી મીડીયમ:

ઈરફાન ખાન જેવા શાનદાર એક્ટર્સના અભિનય વાળી આ ફિલ્મ એક ખાસ સામાજિક મુદ્દાને એવી રીતે તમારી સમક્ષ રજુ કરી છે કે તેનાથી તમારું મનોરંજન પણ થશે અને સાથે જ તમે તેના પર વિચાર કરવા પણ મજબુર થઇ જાશો.

9. ‘બરેલી કી બર્ફી’:

પોતાના નામની જેમ આ એક સ્વીટ ફિલ્મ છે. આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ રાજકુમાર રાવનો અભિનય છે.

10. ‘દ ગાજી અટેક’:

ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા અન્ડરવોટર યુદ્ધ પર આધારિત આ ફિલ્મ ખુબજ રોચક છે.

11. ‘મોમ’:

શ્રી દેવી, નવાજુદીન સિદ્દીકી, અક્ષય ખન્ના ના દમદાર અભિનય વાળી આ ફિલ્મમાં એક માં અને દીકરીના સંબંધની કહાની બતાવેલી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે એક માં એટલી પાવરફુલ હોય છે કે તે પોતાના હક માટે ગમે તે લડાઈ પણ લડી શકે છે.

12. ‘શાદી મેં જરૂર આના’:

હાલમાં જ રીલીઝ થયેલી રાજકુમાર રાવની આ ફિલ્મ એન્ટરટેનમેંટથી ભરેલી છે. ફિલ્મમાં રોમાન્સ, બદલા, સુંદર ગીતો, દમદાર ડાઈલોગ વગેરે લાજવાબ છે.

13. ‘બેગમ જાન’:

બેગમ જાન, આઝાદીના સમયે કોઠામાં રહેનારી સ્ત્રીઓની આ ફિલ્મ છે. આ ફિલ્મમાં બેગમ જાન નામની મહિલાની કહાની દર્શાવી છે.

14. ‘કરીબ-કરીબ સિંગલ:

કરીબ-કરીબ સિંગલ માં પણ તમને ઈરફાન ખાનનો લાજવાબ અંદાજ જોવા મળશે. જેમાં લવ સ્ટોરી પણ બતાવેલી છે.

15. ‘રાગ દેશ’:

તીગ્માશું ધુલિયાની આ ફિલ્મ વર્ષ 1945 માં આઝાદ હિન્દ ફૌજના ત્રણ જવાનોની કહાની બતાવવામાં આવેલી છે. આ ફિલ્મમાં આઝાદીની અમુક અનસુની ઘટનાઓ અને કિસ્સાઓ બતાવવાની ખુબ કોશિશ કરેલી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!