2.0 ની આ અભિનેત્રી અબજોપતિ વ્યક્તિ સાથે કરશે લગ્ન, એક સમયે હતું સલમાન ખાન સાથે અફેર….જાણો વિગતે

0

નવા વર્ષ નું આગમન થઇ ચૂક્યું છે અને પહેલા જ દિવસે એક ખુશખબર મળી છે.અક્ષય કુમાર અને રજનીકાંત ની સાથે 2.0 ફિલ્મ માં નજરમાં આવેલી ‘એમી જૈક્સન’ એ સગાઈ કરી લીધી છે અને તેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા શેયર કરી છે.એમી ના થનારા પતિ જોર્જ બ્રિટેન ના અરબપતિ પરિવારથી આવે છે.એમી ના મંગેતર નું નામ જોર્જ પનાઇયુતુ છે.એમી એ એક રોમેન્ટિક તસ્વીર ની સાથે સગાઈ નું એલાન કર્યું છે. આ તસ્વીર ની સાથે એમી એ લખ્યું કે,”1 જાન્યુઆરી 2019-જીવનના એક નવા પડાવ ની શરૂઆત. હું તને ખુબ પ્રેમ કરું છું. મને દુનિયાની સૌથી નસીબદાર યુવતી બનાવવા માટે ધન્યવાદ”.આ ખુલાસા પછી એમી ને શુભકામનાઓ મળવાનું શરૂ થઇ ગયું છે.સોફી ચૌધરી,એલી એવરામ અને લીજ હેડન સહીત ઘણી સેલિબ્રેટિસ અને તેના ચાહનારાઓએ એમી ને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ આપી છે.
એમી ના મંગેતર જોર્જ એક અરબપતિ બિઝનેસ પરિવારથી આવે છે.તે બ્રિટિશ પ્રોપર્ટી ટાઇકૂન એન્ડ્રિયાઝ પનાઈયુતુ ના દીકરા છે, તેમને એલીબીટી ગ્રુપને યથાવત રાખ્યું છે, જે આજે ઘણી લગ્ઝરી હોટેલો ની શૃંખલા ચલાવે છે. એમી જો કે જોર્જ સાથે વર્ષ 2015 થી રિલેશનમાં છે અને આગળના વર્ષ ફેબ્રુઆરી માં જોર્જ ની સાથે પોતાના રિલેશન નો ખુલાસો કર્યો હતો. જોર્જ ની સાથે એમી એ આ તસ્વીર ક્રિસમસ પર શેયર કરી હતી.જોર્જ પાંચ ભાઈ-બહેન છે.પોતાના ગૃપ માં હાલના સમયે તે અધિગ્રહણ પ્રમુખ ના પદ પર કામ કરી રહ્યા છે. જોર્જ એ પોતાના પિતા ની કંપની 16 વર્ષ ની ઉંમરમાં જ જોઈન કરી લીધી હતી. જોર્જ ના પિતા ની નેટ વર્થ 40 કરોડ પાઉન્ડ એટલે કે લગભગ 3600 કરોડ રૂપીયા છે. જોર્જ અમુક વર્ષ પહેલા પોલીસકર્મીઓ પર હુમલો કરવાના આરોપમાં 6 મહિના ની જેલ કાપી ચુક્યા છે. જોર્જ મૉડલ ડૈનિયલ લૉયડ ને પણ ડેટ કરી ચુક્યા છે.
એમી અક્ષય અને રજનીકાંત ની સુપરહિટ ફિલ્મ 2.0માં લીડ રૂપમાં નજરમાંઆ આવી ચુકી છે. આ ફિલ્મમાં તેમણે હ્યુમેંનોયડ અને ચિટ્ટી ના લવ ઇંટ્રેસ્ટ નો રોલ નિભાવ્યો હતો. એમી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પણ ઘણી હિટ ફિલ્મો કરી ચુકી છે.
હિન્દી સિનેમા માં તેમણે વર્ષ 2012 માં આવેલી ફિલ્મ ‘એક દીવાના થા’ થી ડેબ્યુ કર્યું હતું, જેમાં તેના હીરો પ્રતીક હતા. તેના પછી તે નવાઝુદીન સિદ્દીકી ના ઓપ્પોઝીટ રોલ સોહેલ ખાન ની ફિલ્મ ફ્રિકી અલી માં નજરમાં આવી હતી.  પ્રભુ દેવા નિર્દેશિત ‘સિંઘ ઇસ બ્લિન્ગ’ માં એમી અક્ષય ની હિરોઈન બની ચુકી છે. આ ફિલ્મ માં એમી એ ક્રિતી સેનોન ને રિપ્લેસ કરી હતી.
27 વર્ષની એમી મૂળ રૂપથી બ્રિટેન ની છે. વર્ષ 2009 માં તેમણે મિસ ટીન વર્લ્ડ નું ટાઈલટ પણ જીત્યું હતું, જેના પછી તેને એમરિકા માં મોડેલિંગ નો કોન્ટ્રેક્ટ મળી ગયો. 2010 માં મિસ લીવરપુલ નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. 2010 માં તમિલ ફિલ્મ મદ્રાસપટ્ટીનમ ના પ્રોડયુઅસર એ તેને ઓનલાઇન શોધી હતી અને ઓડિશન માટે મદ્રાસ બોલાવી હતી. એક્ટિંગ માં કોઈ પ્રોફેશનલ ટ્રેનિંગ ના હોવા છતાં પણ એમી આ ફિલ્મ ની લીડીંગ લેડી બની.ફિલ્મ માં તે આર્ય ના ઓપ્પોઝીટ માં હતી.
Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ .. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here