18ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, તુલા રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમારા કામમાં તમને તમારા ઉપરી અધિકારી અથવા તો બોસની પુરતી મદદ મળી રહેશે જેના કારણે તમારા અટકી પડેલા કામ પૂર્ણ થશે પણ તકેદારી રાખજો તમારાથી કોઈ ખામી રહી ના જાય. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખૂબ ખુશ રહેશે, તમારા જીવનસાથી સાથે આજે નરમાશથી વાત કરો તમારા ઉગ્ર સ્વભાવના કારણે મતભેદ થવાની શક્યતાઓ છે. જુના મિત્રો સાથેની મુલાકાત તમારી સાંજ બનાવી દેશે, તમારા બાળકો સાથે આજે સમય વિતાવો આજે તમારા બાળકોને તમારી જરૂરિયાત છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી
2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે લોકો તમારું સિક્રેટ જાણવા માટે કશું પણ કરી જશે. આજનું વાતાવરણ તમને ખુશ કરી દેશે, ખાવામાં થોડી સાવધાની રાખો બહારનું અને ખુલ્લી જગ્યાઓના ભોજનથી દૂર રહો. તમારા લાંબા સમયથી અટકી રહેલા પ્રોજેક્ટ ફ્લોર પર આવશે અને એ પ્રોજેક્ટ તમારી સફળતાનું કારણ બની રહેશે. તમારે આજનું કામ આજે જ પૂરું કરવાનું રહેશે, કાલે એ કામ કરવાનું રાખશો તો ઘણીબધી અડચણ આવી શકે છે. વડીલોની તબિયત પ્રત્યે થોડી સાવધાની રાખો. નિયમિત બોડી ચેકઅપ કરાવવાનું અને નિયમિત દવાઓ લેવાનું રાખો.
શુભ અંક : ૨
શુભ રંગ : વાદળી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે કોઈપણ સારી કે લલચાવનારી રોકાણ કરવાની સ્કીમ આવે તો તેની તરફ બહુ ધ્યાન આપશો નહિ આજે પૈસા ડૂબવાના યોગ છે. આજે પરિવાર સાથે થોડો સમય પસાર કરો. લગ્ન સમયને યાદ કરીને તમે અને તમારા જીવનસાથી બંને ખુશ થઇ જશો અને આજનો દિવસ જીવનનો યાદગાર દિવસ બની રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજે પ્રમોશનના યોગ મળી રહ્યા છે. પ્રમોશન નહિ થાય તો સેલેરી પણ વધી શકે છે. આજે કોઈપણ ગરીબ બાળકની ભૂખ સંતોષાય એવું કાર્ય કરો તેના ચહેરાની મુસ્કાન જોઇને તમને પણ આનંદ થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

4. કર્ક – ડ,હ (Cancer): આજે કોઈપણને ખુશ કરવા માટે બહુ પ્રયત્ન ના કરશો તમારી બધી મહેનત પર પાણી ફરી શકે છે. મહેનતથી કમાયેલા પૈસા સાચવીને વાપરો ક્યાંક તમારા બચત કરેલા પૈસા કોઈ ફાલતું અને વધારાના ખર્ચમાં વપરાઈ જાય નહિ તેનું ધ્યાન રાખજો. આજે પૈસા બનાવવાની ઘણી બધી તક તમારી સામે આવશે તો એમાંથી પૂરી ચકાસણી કરીને જે વધુ સેફ અને યોગ હોય એમાં પૈસાનું રોકાણ કરજો. આજે સામે ચાલીને તમને કોઈ કામ સોંપે તો ના કહેશો નહિ એમનું કામ કરી આપો. તમારું કરેલું કામ એ ભવિષ્યમાં ખૂબ ફાયદો અપાવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):હવે સમય આવી ગયો છે કે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું જોઈએ આજથી જ તમારે તમારા ખોરાક અને રોજના સેડ્યુલમાં થોડા બદલાવ લાવવાના છે, રોજ રાત્રે મોડે સુધી જાગવું અને ફોનનો વધારે પડતો ઉપયોગ ટાળવાનું શરુ કરો. સતત ફોન સાથે જોડાયેલા રહેવાથી પરિવારના સભ્યો તમારાથી નારાજ રહેશે. કામના સમયમાંથી થોડો સમય પરિવારને આપો. આજે તમારા જીવનસાથીને તમારા પ્રેમની અને હુંફની જરૂરત છે, જીવનસાથીના સ્વાથ્ય પ્રત્યે પણ થોડું ધ્યાન આપો. આજે તમારાથી જે લોકો નારાજ હોય તેમને મનાવી લો. તમારી સેવાભાવના જોઇને આજે તમને ખુશખબર મળવાની શક્યતા છે.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે સવારથી જ તબિયત થોડી નરમગરમ રહેશે. તો હવે બહુ બેદરકાર બનશો નહિ અને ડોક્ટરની મુલાકાત લેવાનું નક્કી કરો. તમારી તબિયતની અસર પરિવાર પર પણ પડશે, બધા તમારી સેવા માટે આગળ પાછળ રહેશે. બની શકે એટલો આજે આરામ કરો. નોકરી કરતા મિત્રોને આજે ઓફિસમાં સાવચેતીથી કામ કરવાનું છે તમારી એક નાનકડી ભૂલ તમને નુકશાન પહોચાડી શકે છે. આજે દરેક સાથે નરમાશથી વાત કરો આજે પરિવારમાં પણ કોઈની તબિયત બગડી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની
7. તુલા – ર,ત (Libra):જો તમે મેકઓવર કરાવવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ યોગ્ય છે. તમારા નવા અવતારને જોઇને દરેક મિત્રો તમારાથી ઈમ્પ્રેશ થઇ જશે. આજે બાળકોના ભવિષ્યને લઈને થોડી ચિંતા તમને થશે. બહુ ટેન્શન લઈને મન પર બહુ ભાર રાખશો નહિ. માથાનો દુખાવો આજે તમને હેરાન કરશે. પરિવારના વડીલ સાથે કોઈ વાતને લઈને ઝઘડો ના થાય એ ધ્યાન રાખજો. ઓફીસમાં બધા તમારી વાહ વાહ કરશે તમારા કામની સરાહના થશે જેનાથી તમારું મન પ્રફુલિત રહેશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

8. વૃષિક – ન,ય(Scorpio):આજે કોઈપણ નિર્ણય કરતા પહેલા તમારે તે નિર્ણયની કેવી અસર થશે એ ચકાવાનું રહેશે પછી જ કોઈ અંતિમ નિર્ણય પર આવજો. આજે હૃદયમાં પ્રેમના ભાવ જાગશે જે તમને એક અલગ જ વિશ્વની સફર કરાવશે. પૈસા અને પ્રસિદ્ધિ પાછળ આંખો બંધ કરીને ના દોડશો એ તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે વાતાવરણને કારણે જૂની કોઈ પીડા તમને દર્દ આપશે તો દવા અને આરામ બંને જરૂરી છે. પરિવાર સાથે આજે કોઈ શાંત જગ્યાની મુલાકાત લેવાનો પ્લાન બનાવો જે તમારા તન અને મનને ખુશી આપશે. જે મિત્રોને ઘણા સમયથી યોગ્ય કાર્ય કરવા માટે રસ્તો નથી સુજતો તેમના માટે આજે સારો દિવસ છે બસ તમારા વડીલો અને ગુરુની સલાહ લેવાનું ભૂલતા નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે નાની નાની બીમારી અને દુખાવાને લીધે ડોક્ટરની મુલાકાત લેવા જાઉં પડશે. તમારે થોડું વધારાનું કામ કરવાનું થઇ શકે છે તો કોઈપણ શરમ કે સંકોચ વગર એ કામ કરો અને બીજાને મદદરૂપ થાવ જેના કારણે ભવિષ્યમાં તમને આર્થિક લાભ પણ થશે અને લોકોમાં તમારી એક અલગ ઓળખ પણ ઉભી થશે. આજે જુના મિત્રો સાથે સંપર્ક કરો તમારું મન પણ ખુશ થઇ જશે અને મિત્રોને પણ સારું લાગશે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથે વિતાવવા માટેનો યોગ્ય દિવસ છે તમારા સુખ અને દુઃખની વાતો એકબીજા સાથે શેર કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : કેસરી

10. મકર – જ, ખ (Capricorn):
આજે સવારે મોડા ઉઠવાને કારણે તમે ઓફિસે મોડા પહોચસો જેના કારણે તમારે ઉપરી અધિકારીનો ગુસ્સાનો સામનો કરવો પડશે, ઓફિસમાં આજે વધારાનું કામ કરવાનું રહેશે. કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):આજે સામાજિક કાર્યોને લીધે થોડી દોડધામ વધી જશે. જુના મિત્રો સાથેનું મિલન તમારા મનને ખુશ કરી જશે. પરિવારમાં આજે કોઈની તબિયત બગડી શકે છે. ઘરનું વાતાવરણ થોડું હળવું બને અને બધા ખુશ થાય એના માટે દરેક ખુશ થઇ જાય એવું કોઈ કાર્ય કરો. સવારમાં પૈસા રોકાણ માટેના સારા યોગ છે તો કોઈ સાથે મહત્વની મીટીંગ કરવાની હોય તો કરી લેજો. તમે જે પણ નિર્ણય લો એમાં તમને ક્યારે અને કેવીરીતે ફાયદો મળશે એ વાતની ખાસ ચોખવટ કરજો. આજે પૈસા કમાવવાનો સારો દિવસ છે બસ ફક્ત થોડી તકેદારી અને સાવધાની રાખજો. વાણી વર્તનમાં આજે ખાસ ધ્યાન રાખજો. દિવસનો અંત તમને મનની શાંતિ આપશે.
શુભ અંક : ૯
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces): પહેલા કરેલા કાર્યનું આજે તમને વળતર મળશે જેના કારણે આજનો આખો દિવસ તમારો ખુશનુમા રહેશે. તમારા પરિવારજનો અને જીવનસાથીને સરપ્રાઈઝ આપો અને ખુશ કરી દો. તમારા જુના મિત્રોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું નહિ તો તમારી તબિયત બગડી શકે છે. ટૂંક સમયમાં પ્રિયપાત્ર સાથે પ્રવાસના યોગ છે. દરેક વાતને હસતા હસતા સ્વીકારવાની વૃતિ તમને ફાયદો કરાવશે. આજે કોઈપણ વચન આપતા પહેલા કે શરત લગાવતા પહેલા સો વાર વિચાર કરજો નહિ તો પસ્તાવું પડશે..
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

૨. આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.

૩. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૪. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૫. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :દુનિયાની સૌથી અઘરી વસ્તુ, કોઈને સતત ગમતા રહેવું…

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here