17, નવેમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે,તુલા રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે સામાજિક કાર્યોને લીધે થોડી દોડધામ વધી જશે. જુના મિત્રો સાથેનું મિલન તમારા મનને ખુશ કરી જશે. પરિવારમાં આજે કોઈની તબિયત બગડી શકે છે. ઘરનું વાતાવરણ થોડું હળવું બને અને બધા ખુશ થાય એના માટે દરેક ખુશ થઇ જાય એવું કોઈ કાર્ય કરો. સવારમાં પૈસા રોકાણ માટેના સારા યોગ છે તો કોઈ સાથે મહત્વની મીટીંગ કરવાની હોય તો કરી લેજો. તમે જે પણ નિર્ણય લો એમાં તમને ક્યારે અને કેવીરીતે ફાયદો મળશે એ વાતની ખાસ ચોખવટ કરજો. આજે પૈસા કમાવવાનો સારો દિવસ છે બસ ફક્ત થોડી તકેદારી અને સાવધાની રાખજો. વાણી વર્તનમાં આજે ખાસ ધ્યાન રાખજો. દિવસનો અંત તમને મનની શાંતિ આપશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે સવારે મોડા ઉઠવાને કારણે તમે ઓફિસે મોડા પહોચસો જેના કારણે તમારે ઉપરી અધિકારીનો ગુસ્સાનો સામનો કરવો પડશે, ઓફિસમાં આજે વધારાનું કામ કરવાનું રહેશે. કામ કરો ત્યારે મન એકદમ શાંત અને ચહેરા પર મુસ્કાન રાખો. ઓફિસમાં થયેલ તકલીફ કે અડચણનો ગુસ્સો ઓફીસમાં જ મૂકી ને ઘરે આવજો. તામ્ર કામની અસર ઘરના વાતાવરણમાં થવી જોઈએ નહિ. એવું કરવાથી તમારા ઘરમાં અને પરિવારના સભ્યોમાં તણાવનો માહોલ સર્જાઈ શકે છે. સંતાનો તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે મહિલાઓ માટે આજે સમય અનુકુળ છે જો તમે ઘરે બેઠા બેઠા જ કોઈ નવા કાર્ય કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે નાની નાની બીમારી અને દુખાવાને લીધે ડોક્ટરની મુલાકાત લેવા જાઉં પડશે. તમારે થોડું વધારાનું કામ કરવાનું થઇ શકે છે તો કોઈપણ શરમ કે સંકોચ વગર એ કામ કરો અને બીજાને મદદરૂપ થાવ જેના કારણે ભવિષ્યમાં તમને આર્થિક લાભ પણ થશે અને લોકોમાં તમારી એક અલગ ઓળખ પણ ઉભી થશે. આજે જુના મિત્રો સાથે સંપર્ક કરો તમારું મન પણ ખુશ થઇ જશે અને મિત્રોને પણ સારું લાગશે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથે વિતાવવા માટેનો યોગ્ય દિવસ છે તમારા સુખ અને દુઃખની વાતો એકબીજા સાથે શેર કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગ્રે

4. કર્ક – ડ,હ (Cancer): આજે તમારી મુલાકાત કોઈ મોટા પદના અધિકારી સાથે થશે. વાત કરો ત્યારે તમારી વાણીમાં મીઠાસ રાખજો. જો આજથી જ તમારા કામમાં ઈમાનદારી અને નિયમિતતા રાખશો તો આજથી જ તમારો ભાગ્યોદય થશે. આજે પ્રેમ માટે સારો સમય છે તો તમારા જીવનસાથી કે પછી પ્રિયપાત્ર સાથે પ્રેમભરી વાતો કરો અને એકબીજાને સરપ્રાઈઝ આપો. ઓફિસમાં આજે તમે નોંધપાત્ર કામ નહિ કરી શકો. આજે તમે ધારેલું કામ નહિ કરી શકો. આરામમાં સમય પસાર થશે પણ આવતીકાલ માટે તમે તૈયાર રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):આજે કોઈપણ નિર્ણય કરતા પહેલા તમારે તે નિર્ણયની કેવી અસર થશે એ ચકાવાનું રહેશે પછી જ કોઈ અંતિમ નિર્ણય પર આવજો. આજે હૃદયમાં પ્રેમના ભાવ જાગશે જે તમને એક અલગ જ વિશ્વની સફર કરાવશે. પૈસા અને પ્રસિદ્ધિ પાછળ આંખો બંધ કરીને ના દોડશો એ તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે વાતાવરણને કારણે જૂની કોઈ પીડા તમને દર્દ આપશે તો દવા અને આરામ બંને જરૂરી છે. પરિવાર સાથે આજે કોઈ શાંત જગ્યાની મુલાકાત લેવાનો પ્લાન બનાવો જે તમારા તન અને મનને ખુશી આપશે. જે મિત્રોને ઘણા સમયથી યોગ્ય કાર્ય કરવા માટે રસ્તો નથી સુજતો તેમના માટે આજે સારો દિવસ છે બસ તમારા વડીલો અને ગુરુની સલાહ લેવાનું ભૂલતા નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર,ત (Libra):આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):આજે તમારે તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો આજે ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. આજે તમારા જીવનસાથીને સમય આપો. તમારે આજે મિત્રોને તમારી સાથે રાખીને આગળ વધવાનું છે. આજે તમને પરિવારજનો અને મિત્રો તરફથી પુરતો સપોર્ટ મળી રહેશે. સાંજનો સમય તમારા માટે એકદમ પરફેક્ટ છે કોઈપણ નવા કામની અને વિચારને અમલમાં મુકવા માટે આ સમય બરોબર છે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે પૈસા બનાવવા માટેની તક સામેથી આવશે પણ પુરતી ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રકારનું રોકાણ કરશો નહિ. આજે સંતાનોના કારણે તમારી ચિંતામાં વધારો થશે. આજે ઘરમાંથી કોઈની તબિયત પર વાતાવરણના લીધે અસર વર્તાશે તો તેમની સાથે રહીને તેમને તમારા પ્રેમની હૂંફ આપો. આજે થોડો ફાલતું અને નકામી વસ્તુ પાછળ પૈસાનો ખર્ચ થશે. કોઈપણ પ્રકારની ભાગીદારીથી દૂર રહો એ તમારા ભવિષ્યને માટે યોગ્ય નથી. આજે તમારા જીવનસાથીનું હૃદય તમે અજાણતા દુભાવી ના બેસો તેની તકેદારી રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે પ્રવાસના યોગ બની રહ્યા છે. આજે જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટે પ્લાન કરી રહ્યા છો તો આજનો દિવસ તમારી માટે યોગ્ય છે તમારા વડીલોને સાથે લઈને કરો આ મહત્વના નિર્ણય. આજે નવી મિલકત ખરીદીના પણ યોગ બની રહ્યા છે તો થોડી સાવધાની રાખીને મિલકત પણ ખરીદી શકો છો. આજે તમને મળતી કોઈપણ તકને તમારે ઇગ્નોર કરવાની નથી. આજની સાંજ તમે તમારા જીવનસાથી સાથે પ્રેમભરી વાતો કરીને વિતાવો. એકબીજાની કેર કરો જેથી તમારા સંબંધો પહેલાથી પણ વધુ મજબુત બનશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces): પહેલા કરેલા કાર્યનું આજે તમને વળતર મળશે જેના કારણે આજનો આખો દિવસ તમારો ખુશનુમા રહેશે. તમારા પરિવારજનો અને જીવનસાથીને સરપ્રાઈઝ આપો અને ખુશ કરી દો. તમારા જુના મિત્રોને પણ તમારી ખુશીમાં સામેલ કરો. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું નહિ તો તમારી તબિયત બગડી શકે છે. ટૂંક સમયમાં પ્રિયપાત્ર સાથે પ્રવાસના યોગ છે. દરેક વાતને હસતા હસતા સ્વીકારવાની વૃતિ તમને ફાયદો કરાવશે. આજે કોઈપણ વચન આપતા પહેલા કે શરત લગાવતા પહેલા સો વાર વિચાર કરજો નહિ તો પસ્તાવું પડશે..
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

૨. આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.

૩. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૪. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૫. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :દુનિયા નો નિયમ છે જ્યાં સુધી, કામ છે ત્યાં સુધી નામ છે, નહિ તો દૂર થી સલામ છે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here