18 એપ્રિલ 2018 ના દિવસે અખાત્રીજ – આ દિવસે કાર્ય કરવામાં આવે તો તેનું પુણ્ય અક્ષય મળે છે. જાણો શું કરવાનું રહેશે ?

0

👉🏻18 એપ્રિલ 2018 ના દિવસે અખાત્રીજ આવે છે..
👉🏻અખાત્રીજના દિવસે કરેલા કર્મોનું અક્ષય પુણ્ય મળે છે એટલે કે તે પુણ્યનો નાશ થતો નથી, એટલા માટે તેને અક્ષયતૃતીયા પણ કહેવામાં આવે છે…

અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ એટલે અક્ષયતૃતીયા. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે કોઈપણ કાર્ય કરવામાં આવે તો તેનું પુણ્ય અક્ષય મળે છે.. અક્ષય એટલે કે જેનો નાશ ન થાય તેવું. એટલા માટે આ તિથીને અક્ષયતૃતીયા અથવા તો અખાત્રીજ કહેવામાં આવે છે.. આ વર્ષે ૧૮ એપ્રિલ 2012ના દિવસે અખાત્રીજ આવે છે.. અખાત્રીજ ના દિવસે જ પરશુરામનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે એટલા માટે આ દિવસને પરશુરામ ત્રીજ પણ કહેવામાં આવે છે… માન્યતા છે કે આ દિવસે લગ્ન કરનાર લોકોનું ભવિષ્ય ખૂબ જ સારું હોય છે અને નાશ ન પામે તે રીતનું અક્ષય પુણ્ય મળે છે.. આ દિવસે મહાલક્ષ્મીનું પૂજન કરવાનું વિશેષ વિધિ વિધાન છે.. કહેવાય છે કે જો દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો અઢળક ધનસંપત્તિ મળે છે..

પરશુરામના જન્મ સાથે જોડાયેલી અક્ષય તૃતીયા ની વાર્તા…. સ્કંદપુરાણમાં અને ભવિષ્ય પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે માતા રેણુકા ના ગર્ભમાં ભગવાન વિષ્ણુએ પરશુરામના રૂપમાં જન્મ લીધો હતો.. કોંકણ અને ચિપલૂન ના પરશુરામના મંદિરમાં આ દિવસે ખૂબજ ધૂમધામથી પરશુરામનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે.. દક્ષિણ ભારતમાં પરશુરામ જયંતી ની ખુબ જ મહત્વ આપવામાં આવે છે.. આ દિવસે પરશુરામની પૂજા કરીને તેમને અર્ધ્ય આપવાનું વિશેષ મહત્વ છે.. સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ આ દિવસે ગૌરી પૂજન કરીને મીઠાઈ પર ભીના ચણા વેચેછે .ગૌરી પાર્વતીની પૂજા કરીને ધાતુ અથવા તો માટીના કળશમાં પાણી ફળ-ફૂલ તલ વગેરે લઈને દાન કરવામાં આવે છે.. માન્યતા છે કે આ દિવસે જન્મથી બ્રાહ્મણ અને કર્મથી ક્ષત્રિય તેવા ભૃગુવંશી પરશુરામનો જન્મ થયો હતો એક કથા પ્રમાણે પરશુરામની માતા અને વિશ્વામિત્ર ની માતા ની માતાના પૂજન પછી ફળ આપતી વખતે ઋષિએ ફળ બદલી નાખેલું એટલા માટે પરશુરામ બ્રાહ્મણ હોવા છતાં , સ્વભાવથી ક્ષત્રિય છે. અને ક્ષત્રિય પુત્ર હોવા છતાં વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા.. ઉલ્લેખ છે કે સીતાના સ્વયંવર વખતે ભગવાન પરશુરામ પોતાનું ધનુષ-બાણ ભગવાન શ્રીરામને સમર્પિત કરીને, સંન્યાસીનું જીવન વિતાવવા ચાલ્યા ગયા હતા..

અખાત્રીજના દિવસે પુણ્ય ભેગું કરવાનું ભૂલાય નહી..
આજે કરેલી સેવાનાં યાત્રા અનેક ગણું ફળ મળે છે અને તે પણ ખંડિત થતું નથી એટલે કે તે ફળ નો નાશ થતો નથી.. આ દિવસનો મહત્તમ લાભ લેવા સૌને અનુરોધ છે..

લેખક – નિરાલી હર્ષિત
તમે આ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા/રેસિપી લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here